આજે એક જ ગીત… ત્રણ અલગ અલગ સ્વરમાં..!! આમ તો ઘણીવાર ટહુકો પર એકજ ગીત અલગ-અલગ ગાયકોના સ્વરમાં મુકુ છું, પણ આજે ખૂબી એ છે કે – ત્રણે ગીતોના સ્વરાંકન પણ અલગ અલગ છે..! એક જ ગીત આમ ગુજરાતના દિગ્ગજ સ્વરકારો – ગાયકો પાસે જુદા જુદા રાગ-સ્વરૂપમાં સાંભળવાની મઝા આવશે ને? 🙂
સ્વર: મન્ના ડે
સંગીત : નીનુ મઝુમદાર
.
સ્વર: હેમા દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
.
સ્વર: હંસા દવે
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
.
લાગી રે લગન
પિયા! તોરી લાગી રે લગન
રેણ રે ઝૂમેલી બરિખન માસની
રૂમઝૂમ રેલ્યો અંધકાર
ભીને રે અંચળ ભમતો રાનમાં
ફૂલની ફોરમનો લઈ ભારઃ
વીજને તેજે તે પેખું પંથને,
ઉરમાં એક રે અગન.
તમરાં બોલે રે તરુવરપુંજમાં
જલપે ઝરણાં હજાર,
અડધી રાતે યે મનનો મોરલો
મારો ગાયે રે મલારઃ
આભ રે વીંટાયું અવની અંગને
એવાં મિલને મગન.
Enjoyed the whole song thrice sung by the singers
Thank u very much for putting such good songs
Khub I sunder
kya batt hai bauht khub, manilal.m.maroo
કેટલી લગન ૫રમાત્મા માટેની………….
બન્ને ગુજરતેી ગાઇકા ઓ ઘણુ સારુ ગાયુ પણ મન્નાડે સાહેબ લાજવાબ ચ્હૅ
ત્રણ અલગ સ્વરોમાઁ સઁભળાવવા માટે આભાર.રુમઝુમ રેલ્યો અઁધકાર–કેટલુઁ જીવઁત કલ્પન.
કવિને સલામ્.
વાહ..!!!મન્નાદા…વાહ…!!!ખુબ સુન્દર…મે તો આ ગિત બહુ વાર સુણયુ.. ૬..મઝા પડિ ગઇ…
સુમધુર મારુ પ્રિય ગઇત મલ્યુ.મન્નાદે શ્રેષ્ટા.
Hats off to you, really excellent effort.
ત્રિવેણી સંગમ.
અદભુત…પિયા વિરહની વેદના અને પિયા મિલનની આતૂરતા….
નીનુભાઈના સ્વરઆંકનમાં મન્ના ડે,અને ક્ષેમુભાઈના સ્વરઆંકનમાં હેમાબેન અને હંસાબેને આ ગીત ગાયુ છે. હેમાબેને સ્લો બીટમાં અને એ જ સ્વરાંકન હંસાબેને ફાસ્ટબીટમાં ગાયુ છે.
શબ્દો ખોટા લખાયા છે.પરંતુ ગવાયા બરાબર છે.
જયશ્રીબહેન,
તમે તમારા અંગત કાર્યમાં વ્યસ્ત હશો જ અને છતાં સમય સારવી સરસ કાર્ય કરો છો એ જાણુ છુ એટલે કોઈ ભૂલ બતાવવાનુ કારણ ક્રુપા કરી ટિકા સ્વરુપે ના લેશો. સરસ કાર્ય ક્ષતિરહિત રહે તો વધુ દીપી ઉઠે એ જ ભાવના છે.
There is no alternative or comparable to Manna Dey!
Dear Jayshreeben , thank you so much by loading this song as per my request . i wanted to listen to this song for a long time . The song in the voice of Manna da was the one I had heard since my childhood . The songs in the voice of other singers is also great .
Thank you , once again
dipak ashar
સરસ ગીત માટે જુદા જુદા ગાયકોનો ત્રિવેણી સગંમ ખુબ આનદદાયી રહ્યો, આભાર્…….
Hello Jayshreeben, This is great, one song by three different composers and three different singers…
Note: I heard Manna De and Hema Desai, unable to listen to Purushottam Upadhyay’s composition.
વાહ, કમાલ કરી તમેતો. ત્રણે સંગિતકારો અને ગાયકો ને બિરદાવ્યા વગર ના રહી શકાય.
આવી સુન્દર રચનાઓ મૂકવા બદલ જયશ્રીબેન ને અભિનંદન!
“સાજ” મેવાડા
Barikhan mas no matlab ?
સુંદર ગીત રચના… ગાયકીની ત્રિવેણી ગમી ગઈ…
અલગ અલગ સ્વરમાં એકજ ગીત સાંભળવાની મઝા આંવી.ખાસ તો મન્ના ડે નો સ્વર અદ્દભુત છે. Thanks Jayshree