(કુદરતનો અનાહત નાદ….. Niagara Falls, June 09)
* * * * *
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું;
ભરનિદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું.
મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું;
બરબાદ થતાં પણ બીજાને આબાદ બનાવી જાણું છું.
હું ફૂલ ખિલાવી જાણું છું ફૂલબાગ લગાવી જાણું છું;
ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર હું ભસ્મ બનાવી જાણું છું.
કોઇ ધરમ નથી કોઇ કરમ નથી કોઇ જ્ઞાન નથી અજ્ઞાન નથી,
તું બુદ્ધિ છોડી બેસ તો હું સહુ ભેદ બતાવી જાણું છું.
અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે,
હું એમ તો મારા અનુભવમાં ઇશ્વરને લાવી જાણું છું.
હું બોલો બોલી પાળું છું – તું બોલો બોલી બદલે છે,
તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું છું.
તારી આંખોમાં જ્વાળા છે, મારી આંખોમાં અશ્રુ છે,
તું આગ લગાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
ઓ પ્રેમ-રમતના રમનારા, તું પ્રેમ-રમતને શું સમજે !
તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી જાણું છું.
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
ખુબ જ સરસ ગઝલ છે.
ખુબ જ સરસ ગઝલ છે.
શયદા સાહેબ ગઝલના બાદશાહ જ છે, સરસ ગઝલ….આનદ…
અરે હા… નાયગ્રા ધોધનો ફોટો પણ ધોધમાર ભીંજવે એવો સરસ છે…
સરસ ગઝલ ચ
સુંદર સુંદર સુંદર……….. ગઝલ… છે.
Respected Jayshreeben & Tahuko Group, November 29, 2009.
Thanks a lot for going deep in ocean of past and presenting excellent Gazal of my days. Shri Shayda is one of the oldest Gazalkar and his thinkings were very deep. If we can find old papers of ” VISHMI SADI ” we can get more of his creations or we may get some gazal books from old book sellers (Second Hand). As Vivekbhai is in India, he can procure but after all he is a doctor ,how much time he can devote ?
Yours sincerely,
Harsukh H. Doshi.
I had the privilege of listening to Shayada during 1955 to 1959 in Mumbai at several Mushayaras. This gazal brought all the memories back. He was a truly gifted poet and made Gujarati language richer. At that time, I thought the two personalities who captured the minds of novices were Shayada and Amrut Ghayal. Each share is full of deep message in the gazal you chose to put on Tahuko.com. Many thanks, Jayshree!
Dinesh Uncle, Andover, MA, USA
આભાર ભરેલા મસ્તકને ઊંચકવું ‘શયદા’ સ્હેલ નથી,
હું એમ તો મસ્તીમાં આવી, આકાશ ઉઠાવી જાણું છું.
કવિ વાસ્તવ અને અનુભૂતિને કેટલી સહજતાથી સાધે છે.
સુંદર ગઝલ.
જયશ્રીબેન,
હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું; ભૂલ એક માત્ર કાનાની છે.સુધારી શકાય તો સુધારજો.
સુંદર ગઝલ… શયદાની ખુમારી શેરે-શેરે છલકી રહી છે…
ગઝલ – શયદા,
હું મૌન રહીને એક અનાહત નાદ ગજવી જાણું છું ગજબની ખુમારી અને યુવાનીનો નશૉ ભારૉભર
દેખાય છે શયદાની આ ગઝલમાં.
ચંન્દ્રકાંત લોઢવિયા