શું બોલીએ? – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! સાંભળીએ એમની એક ગઝલ – એમના જ સ્વરમાં.

અને હા.. રમેશ પારેખ વિશે થોડું વધારે જાણવા, એમના સ્વરમાં બીજી થોડી કવિતાઓ માણવા.. એમની વેબસાઇટ – છ અક્ષરનું નામ – જોવાનું ચૂકશો નહી.

.

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ !
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

14 replies on “શું બોલીએ? – રમેશ પારેખ”

  1. તસવીર મા ઊભા રહીને પણ તમે બોલી શકો છો રમેશભાઈ. ખુબ સુંદર ગઝલ. જન્મદિન ને અનુરૂપ.
    બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
    આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

  2. બોલવુતો ચ્હે ગનુ શુ બોલિએ ?

    રમેશને વિશે અમે શુ બોલિએ?

    જશવન્ત્

  3. બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
    આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

  4. શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
    ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?
    સુંદર ગઝલ ..માણવા લાયક…….

    Thanx to Tahuko & Jayshree.

  5. શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
    ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

    આ આ. .હા.હા..હા..હા અદભુત

  6. હાથ લંબાવ્યો હતો ઘડિયાળ સામે મેં “રમેશ”
    પણ સમયને કોઇ સાથે દોસ્તી હોતી નથી

    સૌના પ્યારા.. સૌથી ન્યારા ર.પા. ને સાદર અંજલી

  7. કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગઝલ સાંભળતાં જ લાગે કે જાણે તસ્વીરમાંથી જ બોલી રહયા છે.
    પ્રફુલ ઠાર
    મનોરમા અરવિંદ ઠાર

  8. Speechless [ Shun Boliye !]
    રમેશ પારેખ [” CHH AKSHAR NU NAAM” ] ne aaje – 27 Nov. – Tahukav va badal Jayshreeben no aabhar.

  9. શબ્દની બેડી પડી છે જીભમાં….
    રપાની એક સુંદર રચના !

  10. બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
    આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

    These lines are just fantastic!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *