થોડા દિવસ પહેલા અનિલ જોશીનું સાંજ હીંચકા ખાય સાંભળ્યું હતું, એમનું જ બીજું એક ગીત… અનિલ જોશીના શબ્દો સાથે મારો સૌથી પહેલો નાતો જોડાયો હતો – ‘મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી‘ ગીતથી.. અને હજુ આજે પણ એ ગીત જેટલીવાર સાંભળું એટલીવાર કવિને સલામ કરવાનું મન થાય છે…
સ્વર : વિભા દેસાઇ
સંગીત : રાસબિહારી દેસાઇ
.
હું તો અંધારે મોર બેઠી ભરવા, ને મોરલો અધૂરો રહ્યો;
નથી સોયમાંથી નીકળતો દોરો, ને મોરલો અધૂરો રહ્યો.
પડી દોરમાં થોકબંધ ગાંઠયું, ને મોરલો અધૂરો રહ્યો;
હું ગૂંચભર્યા દોરાનો ઢગલો, ને મોરલો અધૂરો રહ્યો.
બહાર ચોમાસું સાંકળ ખખડાવે, ને મોરલો અધૂરો રહ્યો;
કીયા દોરાથી ગ્હેંક મારે ભરવી, ને અધૂરો રહ્યો.
youe selection of picture -photographs are very appropreate and meaningfull wish god will give you long life and energy to keep it up thanks and good luck narendra
આસથે મોર બનિ તહુકર કરે અને મોર્લો બોલ્યો રે માર મહિ યર નો આબન્ને ગ્ગ્તો નિ હયાદ આવિ ગૈ અમો કોશિશ કરિને સામ્ભલ્વનિ મઝ માનિશુ અને ના મલે તો મદદ કર્સોને જય્શ્રેી બેન ? મઝમ હસોજ અને ખુસ રહો હમેશ ન મતે….આભર જય્શ્રેીક્રિશ્ન શોર્ત ફોર્મ જે એસ કે
આ ગેીત સઁભળાયુઁ કેમ નહેીઁ ? સમજાવશો કે ?
અનિલભાઇ ની રચનાઓ બહુજ સીધી ને સરળ હોય પણ ગહન પણ એટલીજ હોય.. એજ એની મજા હોય