પ્રજ્ઞાઆંટીએ નીચે comment માં લખ્યું છે કે ટહુકાએ સાંભળવાની ટેવ પાડી છે – એટલે વાંચતા જરા અડવું અડવું લાગે છે.. તો લો, આજે આ ગીત સાંભળતા સાંભળતા વાંચવાની ફરી એકવાર મઝા….!! અનિલ જોશીનું આ ગામડાની સાંજની યાદ કરાવતું સરસ મઝાનું ગીત…
અને ગીતના પેલા ‘ગામડું Special’ શબ્દો જેવા કે – પાદર, કમોદ, ખડ, પછેડી, ખેતર, કેડી.. – એમાંથી તો જાણે ગામડાની માટીમાં પડેલા પહેલા વરસાદ જેવી સુગંધ આવે છે..!!
સ્વર : કિન્નરી વૃંદ
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.
સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.
ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…
Sangit ane swarankan shri purushottam upadhyay nu chhe ane kinnari vrund dwara gavayu che
ગીત સાંભળીને મઝા આવી,પણ હવે આ સાંજ ક્યાં શોધવી? સ્વરાંકન અનેસંગીત ખુબ જ સરસ.
બંસીલાલ ધૃવ.
સરસ ,હવે તો વતન માઁ જઇને શોધુઁ …કયાઁ ગયુઁ મારુઁ વતન…………
માદરે વતનનેી યાદ આવેી જાય છે ગેીત સાંભળેી ને………….
[…] દેસાઈ | થોડા દિવસ પહેલા અનિલ જોશીનું સાંજ હીંચકા ખાય સાંભળ્યું હતું, એમનું જ બીજું એક […]
ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સોમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય. તળપદા અને દેશી શબ્દો નો ઉપયોગ અનિલભાઈ બહુજ સરસ રીતે કરેછે
As one of the reader wrote before, advu lagtu hatu vanchavu, but now very good to listen, very melodious …thanks…vatan na gaam ni yaad….oh….,,,really canada na aa “thandi safed chadaro ma ” — baraf ni……vanchavani sorry sambhalvani bahu maza padi…thanks.
સરસ ગીત મલ્યુ,
Awesome,
Can I download any song from then please send me the link,
Thanks a lot.
બહુ મજા આવી…..”હરી ને કન્કોત્રિ..” સમ્ભ્ળિભ ખુબ જ મજા આવી…..next CHHOTTE USTAAD AISHWARYA જ ચા. અત્યાર થી જ CONGRATS…!!
TAHUKHO.COM ના નિયમિત્ VISITOR ચ…..
જથ્ હાટકેશ!!!
સુંદર ગીત
આ પંક્તીઓ વધુ ગમી
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.
સાંભળવાની ટેવ પાડી છે-તો અડવું અડવું લાગે છે વાંચતા!