ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

આ ગઝલ મનહર ઉધાસની પહેલી ગુજરાતી ગઝલ છે – અને ગુજરાતી ગઝલોને લોકપ્રિય કરવામાં મનહર ઉધાસનો ફાળો કેટલો મોટો છે, એ કદાચ કોઇ ગુજરાતી ગઝલ પ્રેમીને કહેવાની જરૂર નથી..

સ્વર : મનહર ઉધાસ

.

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

27 replies on “ચમન તુજને સુમન – કૈલાસ પંડિત”

  1. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
    કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

    ઘાયલની ગત ઘાયલ જ જાણૅ………

  2. ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
    હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

  3. શબ્દ નથિ આ ગઝલ માટે બોલવા…ખુબ ખુબ ધન્યવાદ્

  4. …ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
    પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે…

    …ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
    હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે…

    one of my favorite gazal!

  5. Heard this Gazal after 20 yrs. and amaizingly could sing with it.One of my favourates.Pl. keep up the good work Jayshreeben.Thankyou.

  6. આ ગઝલ ખુબ લાગણિશિલ ચ્હ્હે.
    મનહરભુએ ખુબજ સુન્દર ગાયુ ચ્હે

  7. અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
    ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે

    ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
    હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

    અદભુત રચના

  8. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
    કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

    શું કહેવું સમજાતું નથી અને કહ્યા વગર રહેવાતું નથી…..
    ‘મુકેશ’ ગઝલ માં છૂપાયેલું દર્દ ચૂપચાપ સહેવાતું નથી…..

    ‘મુકેશ’

    • વિવેકભાઈ, “નવું જ આયામ બક્ષ્યો…” વર્ણસંકર થઈ જાય છે, કાં તો નવું જ આયામ બક્ષ્યું થાય અને કાં તો નવો જ આયામ બક્ષ્યો… શું લાગે છે?

  9. ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
    કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

    આ શેર ખૂબ ગમ્યો.
    સુંદર ગઝલ !

  10. વાહ જયશ્રીબેન….!
    વર્ષો જુના સંસ્મરણ વળી તાજા કર્યાં તમે તો,આ ગઝલ પ્રસ્તુત કરીને….
    મને આ ગઝલે જ ગઝલ લખતો કર્યો છે…ત્યારે હું જામનગર આયુર્વેદ યુનિ.માં
    B.S.A.M.કરતો’તો ….૧૯૭૮ !
    ખાસ તો,મક્તા તો જુઓ! લાશને વળી શોભા ય હોય !!!!
    બસ,એ જ વાતે હૃદયના ૪ ખાનામાં જાણે પાંચમું ઉમેરી દીધું અને શબ્દો,સંવેદન,અભિવ્યક્તિ બધાનું વલોણું શરૂ થયું તે આજની તારીખ સુધી હજુ ય …..ઘૂમરાય છે!
    મારો પ્રથમ ગઝલ સંગ્રહ -તુષાર -ત્યારે પ્રગટ થયેલો,પૂ ઘાયલકાકાના આશીર્વાદથી…
    મનહરભાઈને મળ્યો ત્યારેય મેં આ વાત કરી’તી, ત્યારે એમણે શું કહ્યું ખબર છે?
    મને પણ આ જ ગઝલે ગુજરાતી ગઝલો ગાતો કર્યો છે…મહેશભાઈ…!
    હમણાં જ,શ્રી આદિલસાહેબ,શોભિત દેસાઈ સાથે પણ આ જ વાત થયેલી રાજકોટ સરકીટ હાઉસમાં…..

  11. કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.
    Afreeen…….Manhar ane Kailashji ne salaam…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *