ત્રણ વર્ષથી ટહુકો પર પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે ટહૂકતું આ અનિલ જોશીનું આ મારું ખૂબ જ ગમતું ગીત – આજે રાજેશભાઇના સ્વરમાં ફરી એકવાર… ગીત છે જ એવું સરસ કે જેટલીવાર સાંભળીએ એટલીવાર…. આહા… !!
સ્વર – રાજેશ મહેડુ
સ્વરાંકન – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
—————————-
Posted on : April 24th, 2007
સૌપ્રથમ આ ગીત લગભગ ૯-૧૦ વર્ષ પહેલા સાંભળેલું. કોણ ગાયક અને કયા કવિનું આ ગીત છે એ જાણવાની પણ તે સમયે તો કોઇ ઉત્સુકતા ન હતી, કારણ કે આ શબ્દોનો મર્મ સમજવા જેટલી સમજ ન હતી.
પણ હવે જેટલી વાર આ ગીત સાંભળું, એટલું વધારે ગમે છે આ ગીત. અને પુરુષોત્તમ ઉપાધ્યાય જેવા દિગ્ગજ કલાકારનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? જાણે એક અલગ દુનિયામાં પહોંચી જવાય છે. થોડી હતાશા, અને સાથે જ થોડી ખુમારીનો અહેસાસ કરાવી જાય છે આ ગીત…..
સ્વર – સ્વરાંકન : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
ડો.દર્શના ઝાલાના સુંદર અવાજમાં એમનાં આલબમનું આ ગીત સાંભળો….
સ્વર:ડો.દર્શના ઝાલા
સ્વરાંકન:પુરુષોત્તમ ઉપાધ્યાય
આલબમ:તારાં નામમાં
.
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
————————————-
ફરમાઇશ કરનાર મિત્રો : મૌલિન, મિરાજ, વિક્રમ ભટ્ટ.
[…] મારો સૌથી પહેલો નાતો જોડાયો હતો – ‘મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી‘ ગીતથી.. અને હજુ આજે પણ એ ગીત […]
This is my most favourite song.This is the wonderfull song that i heard in my life.i love it so much.can any one tell me that where can i download it.i want to download it.
અદભુત શબ્દો,સાથે અવણર્નેીય અવાજ,અને અક્લ્પનેીય સ્ઁગેીત નો તાલમેળ હ્ર્દયને સ્પઁશેી ગયુ, વેલ ડન રાજુભાઈ.
અદ ભુત સ્વર સન્ગેીત નો સમ્ન્વય.સુમધુર શબ્દ ર ચ ના.
ફરેી ફરેી સાભ્લ્યાજ કરેીએ.
Dear Jayshree bahen…
thnx for sharing a very nice gujarati song by anil Joshi and sung by two people……
I did listen Both Voice..
Shri Puroshottambhai as usual BEST..
My sincere thnx to Daminibahen Mistry my FB friend-cum-younger Sister thru whom I could able to listen 2007..April song…
God bless us all
Jay shree krishna
sanatbhai Dave.
કkhub saras geet.
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !
એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય
પડવાને છે કેટલી વાર ?
ગીતને વખાણવા માટે મારી પાસે કોઇ જ શબ્દો નથી ! જબરદસ્ત ગીત. ખુબ ખુબ આભાર.
વહાલા જય્શ્રેી બેન / મનુભાઇ
શબ્દ પર નિ પકદ તમારિ ખુબ જ અદ્ભુત હોતિ દેખાઈ આવે ૬.
તમારો ખુબ આભાર થસે જો પુરુશોત્તમ ઉપદ્ધ્યાય ના સ્વ્રરે ગવયેલિ રચના ગિત સ્વરુપે મલિ જાય્.
આપના માટે – ફકત દિલ નિ સફાઈ માન્ગે ૬ પ્રેમ ક્યા પન્ડીતાઈ માન્ગે ૬. આન્ખ નિ ઓડ્ખાન ૬ કાફિ, લાગનિ ક્યા ખરાઈ માન્ગે ૬.”
પાનખર .વીજળી,સૂરજની બીક કવિને ભારે પડતી લાગી.
અન્ય સઘળુઁ વર્ણન સુપેરે ગોઠવાયુઁ છે.સૌને શુભેચ્છા !
mind blowing realy heart touch song..love u puroshamji,anilji and rajeshji also tahuko team