સ્વર: ઐશ્વર્યા મજમુદાર
સ્વરાંકન : અમર ભટ્ટ
સંગીતઃ અમિત ઠક્કર
આલ્બમ: હરિને સંગે
.
હરિ! આવો ને
આ વસન્ત ખીલે શતપાંખડી, હરિ! આવો ને;
આ સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ! આવો ને!
આ વિશ્વ વદે છે વધામણી, હરિ! આવો ને;
આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ! આવો ને!
આ ચંદરવો કરે ચન્દની, હરિ! આવો ને;
વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ! આવો ને!
પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ! આવો ને;
દિલ વારી કરીશ સહુ ડૂલ; હવે તો હરિ! આવો ને!
આ જળમાં ઉઘડે પોયણાં, હરિ! આવો ને;
એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ! આવો ને!
આ માથે મયંકનો મણિ તપે, હરિ! આવો ને;
એવા આવો જીવનમણિ માવ ! હવે તો હરિ! આવો ને!
આ ચંદની ભરી છે તળાવડી, હરિ! આવો ને!
ફૂલડીયે બાંધી છે પાજ; હવે તો હરિ! આવો ને!
આ આસોપાલવને છાંયડે, હરિ! આવો ને;
મનમહેરામણ, મહારાજ! હવે તો હરિ! આવો ને.
મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ! આવો ને;
મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ! આવો ને.
મ્હારા કાળજ કેરી કુંજમાં, હરિ! આવો ને;
મ્હારા આતમ સરોવરઘાટ; હવે તો હરિ! આવો ને.
-કવિ નાનાલાલ
(માવ: પતિ, સ્વામી, વ્હાલમ ; પાજ: પાળ, સેતુ )
Wah wah Aishwarya no Gayaki adbhut chhe ekdam!
આતિ સુન્દર્!!!
i always in touch with TAHUKO, hears all new songs and details, my hearty wishes to all participants for Diwali and happy new years to all.
મારી સંપૂર્ણ થાય આજ આસ…
હવે હરી આવોને…
મારી ઇચ્છા કરો ને..pas..
હરી આવોને.. નરેન્દ્ર સોની