વ્હાલમને વરણાગી કહેતી આ ગીતની નાયિકાને તમે શું કહેશો? (એની ફરમાઇશોનું આખું list વાંચ્યા પછી નક્કી કરજો 🙂 )
કવિ : ???
સ્વર – હંસા દવે
સંગીત – પુરુષોત્તમ ઉપાધ્યાય
.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી
એને મીનાકારીથી મઢાવ,
ઓ વ્હાલમ વરણાગી
આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે
હે મારા કમખામાં ભાત્યું પડાવ,
ઓ વ્હાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી
ઝીણીઝીણી પાંદડી નથણી ઘડાવી દે
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે
હે મારા ડોકની હાસરી બનાવ,
ઓ વ્હાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
ઓ વ્હાલમ વરણાગી
સોના ઇંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે
ગરબામાં મમતાથી દીવડા પ્રગટાવી દે
હે ઢૉલ —– શરણાઇ મંગાવ,
ઓ વ્હાલમ વરણાગી…
અને હજી એક સુધારો રહી ગયો,
મારા ડોકની હાંસડી બનાવ…
હાંસરી નહીં
એને હજી એક સુધારો રહી ગયો,
મારા ડોકની હાંસડી બનાવ…
હાંસરી નહીં
એક બે સુધારા,
૧. ઝીણી ઝીણી પાંદડીની નથણી…(ની…અક્ષર ઉમેર્યો)
૨. ઢોલ ત્રાંસા શરણાઈ વગાડ…(ત્રાંસા.. શબ્દ આવશે ખાલી જગ્યામાં)
અદભુત રચના અને ગાયકી.
ક્ય બત્ત હૈ લજ્જબ હસબેન્દવે
good no words for write. manilal,m,maroo
[…] ઠાકોર | આ ગીતની સાથે જ પેલું ‘વ્હાલમને વરણાગી કહેતી નાયિકાની ફરમાઇ… ગીત’ યાદ આવી જાય ને? કવિ શ્રી પિનાકિન […]
એર્રોર્ચ્હerrorchhecannotwrite or readplzthik karsho?ચ્હ્રે
Valam pase ket ketli mangani kari chhe? bhalene valamdo na na kahe pan ante to maanvunj padene? Aabhar kono manvano Jayshreeben no ke Hansa ben no?Amara hisabe to banneno…!!!
ખુબજ સરસ ગેીત સે ખુબજ ગમ્યુ
આ સૌથી સુન્દર ગિત અને રિત છે..
વાલમ વર્ણાગિ પાસે ભેટ માંગ્વાની..
This is Composed by Purushottam Upadhyay and Sung by Hansa Dave. This might be written by Suresh Dalal
No its written by well known writer harindra dave.
Kalpak gandhi saathe sahmat thava nu man thaay chhe.. Is it Hansa dave ane Pu. Upadhyaya……??
Jayshree,
I listened to it once again and I think it’s Hansaben Dave-though it could be from her recent recordings. Composition must be then of P.U.! No wonder it sounds so good!
સવાર સુધરેી ગઈ, જયશ્રેી, આભાર !
Thank you Jayshree for this beautiful gift for our friendship. ઘણા દિવસ થી આ ગીત યાદ આવતુ હતુ અને આજે ટહુકા માં ગુંજી ઊગ્યુ. વ્હાલમને વરણાગી કહેતી આ ગીતની નાયિકાને વ્હાલમની દિવાની જ કહીશ.
સોના ઇંઢોણી ત્રાંબા ગરબો કોરાવી દે
ગરબામાં મમતાથી દીવડા પ્રગટાવી દે
હે ઢૉલ —– શરણાઇ મંગાવ,
ઓ વ્હાલમ વરણાગી…
આ તો દરેકનાં મનની મધુર વાત
ચ.ગુ.માં વન્સમોર બે.ત્રણ વખત થયાં તેમાં આવું જ દેશી નાટકનું ગીત- ઝટ જાઓ ચંદન હાર લાવો હતું!
આ એક Possessive નાયિકા ની વાત છે જે ચતુર પણ છેઃ વ્હાલમ ને આટલા બધા કામ આપી ને વ્યસ્ત રખાય જેથી એનુઁ ધ્યાન સઁપૂર્ણ રીતે નાયિકા માઁ કેન્દ્રિત રહે!
નાયિકા એ પણ જાણે છે કે વ્હાલમ વર-ણાગી હોય ત્યારેજ બધા શોખ પૂરા કરી લેવા સારા. વર-રાજા થાય પછી એવો અવસર ફરી “મળે – ના મળે” !!
આ બહુ જ પ્રચલિત ગીત ઉપર વડોદરા માઁ નવરાત્રિ દરમ્યાન એક સાથે ૨૦૦૦૦ યુવતિઓ ને ગરબા કરતી જોવી એ પણ એક લાહ્વો બની રહે છે!
આ ગીત ના રચયતા,સ્વરકાર ને અભિનન્દન !
આ પોસ્ટ માઁ જેમનો પણ અવાજ છે એ સુન્દર અને અનોખો છે..એ ગાયિકા ને પણ અભિનન્દન! આ ત્રણેય ના નામ જાણવા જરૂર ગમશે.
ઉપરોક્ત “interpretation” હળવાશ થી જ લખ્યુઁ છે..આ ગીત ના શ્રુઁગાર તત્વ તથા નાયિકા ના હક ને ઓછા આંકવા નહિં જ!
કલ્પક