આ ગીતની સાથે જ પેલું ‘વ્હાલમને વરણાગી કહેતી નાયિકાની ફરમાઇશોવાળું ગીત’ યાદ આવી જાય ને? કવિ શ્રી પિનાકિન ઠાકોરને એમના જન્મદિવસે આ ગીત માણી શ્રધ્ધાંજલી અર્પણ કરીએ..!
મને ઝાંઝરિયું ઘડાવો રે , ઝાંઝરિયું .
રૂપાનો રઢિયાળો ઘાટ ,
સોના કેરી સુંદર ભાત ,
રંગરંગી રતન જદાવો રે. મને ૦
કેડે નાનકડી શી ગાગર ,
મેલું જે ઘડુલો માથા પર,
ઇંઢોણીને મોતીએ મઢાવો રે. મને ૦
લટકમટક હું ચાલું,
ને અલકમલકમાં મ્હાલું,
મને પરીઓની પાંખ પર ચઢાવો રે. મને ૦
– પિનાકિન ઠાકોર
હંસા દવેના સ્વરમાં ગીત સ્વરબધ્ધ થાય તો ઘણું સારૂં રહેશે.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ…ટાઈપનું ગીત.
આભાર.
સખીની ફરમાઈશો ટાળવી અતિ કઠિન છે.
સખી મુને બહુ વ્હાલી..!!