ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

આજનું આ મારું તો અતિપ્રિય ગીત ખરું જ – અને આ ગીત વિષે થોડી વાત વિવેક ટેલરના શબ્દોમાં …

‘હસ્તાક્ષર’ના છ ભાગમાંથી કયું ગીત મને સૌથી વધુ સ્પર્શી ગયું છે એમ કોઈ પૂછે તો નિમિષમાત્રનો વિલંબ કર્યા વિના હું આ ગીત પર આંગળી મૂકું. કવિતાની દૃષ્ટિએ ઉત્તમ ગીત, સ્વરબદ્ધતાની નજરે શ્રેષ્ઠ અને ગાયકી જુઓ તો એ પણ બેમિસાલ… હસ્તાક્ષરની MP3 ગાડીમાં વાગતી હોય ત્યારે આ ગીત જેટલીવાર રસ્તામાં આવે, છ-સાતવાર એકધારું સાંભળું નહીં ત્યાં સુધી ચેન પડતું નથી….

સ્વર : આરતી મુન્શી
સંગીત :નયનેશ જાની
આલ્બ્મ : હસ્તાક્ષર

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
આંખોમા બેઠેલા…

76 replies on “ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ”

  1. આ હાર્ટ ટચિંગ સોન્ગ મને ગાવા નું બહુ ગમે છે.તુસર શુક્લ સર મને ગાવા નો ચાન્સ આપો.હિના

  2. જ્યારે આ ગીત સાઁભળતા મારા રૃવાળા ઊભા થઇ જાય છે.
    I LOVE SONG…
    Babarbhai Desai

  3. I just love the blending of emotions of this song…’ankho ma bethela chatak kahe che maru chomasu kyak aspas che’…beautiful singing…
    Too pleasant to listen to it…

  4. વાદળ વાવ્યા ને ઉગ્યો અઢળક વરસાદ્

    પઇ રાત હતી કે બપોર હતી , યાદ નથી .,

    કાળા ડિબાગ જેવા આકાશે વીજળૉ હ તી

    કે રૂપેરી કોર હતી ,યાદ નથી !!! (હરીન્દ્ર દવે )

  5. નયનેશ જાની ગોધરા આવ્યા ત્યારે આ ગીત સાંભળવા મ્ળ્યું ત્યારથી આ ગીત ફરીથી સાંભળવા માટે બેચેન હતો. આપના માધ્યમથી મારી ઈચ્છા પુરી થઇ. ખુબ ખુબ આભાર.

  6. બહુ જ સુન્દર રચના છે મન એક્દમ શાન્ત થઇ જાય ……….

  7. અરે ભાઇ મને આ ગાયન મોકલો ને પ્લિઝ ચોમાસુ ક્યાક આસ પાસ સેી પ્લિઝ્ સેન્દ મેી

    • Bahuj sunder rachna che.kone banavi aa rachana.sunder gayu che munshiben ne.ghadi ghadi sambhdu evu thay che.
      Rachnakar ane sangi kar ane sunder gayu badha ne dil thi abhar.

  8. ખુબ જ સુન્દર ભાવપૂર્ણ ગીત……બસ સામ્ભલીયા કરીએ……મધુર રચના…આભાર..

  9. since last 7 years i was searching for this song….once before so long i heard it somewhere n it just penetrated into my heart……thanks to TAHUKO….. finally i got it n so happy n excited to listen it again n again…….wonderful singing…..i wud wish someday i will sing the song just like it is sung by this singer…. amazing….

  10. વર્ષો થી જે ગીતની મને તલાશ હતી તે આજે પુરી થતા મને ખુબજ આનંદ થાય છે.

  11. ખુબજ સુન્દર પરંતુ ગુજરાતમા વરસાદ નથી અને હવે ૨૦ દિ પછી આવે તો સારુ આભર

  12. કેટલીક વાર શબ્દો માનવીના મુખમાંથી નહિ પણ હૃદયમાંથી સરી પડે અને તે લાગણીઓથી ગૂંથાય ત્યારે બની જાય ગજલ. કહેવાય છે કે કાવ્ય કે ગઝલની પહેલી પંક્તિ ઈશ્વરની દેન હોય છે.
    ગમતી વ્યકિત હોય સાથે તો દુકાળમાં પણ ચોમાસું છે નહિ તો અનરાધાર વર્ષામાં પણ કોરાકટ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *