હું તો કાગળિયાં લખી લખી થાકી

સ્વર : દિવાળીબેન ભીલ અને કોરસ
સંગીત : દિલીપ ધોળકિયા

.

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે
પાતળીયા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા
મારા પાવનિયાં બળી બળી જાય રે
છોગાળા તારા મનમાં નથી

હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે

કાનુડા તારા મનમાં નથી
હું તો કાગળિયાં લખી લખી થાકી
કાનુડા તારા મનમાં નથી

21 replies on “હું તો કાગળિયાં લખી લખી થાકી”

  1. આ વેબસાઈટ ખુબ જ સરસ છે તેના વિષે જેટલું કહીએ તેબધુ ઓછું પડે છે

    ખરે ખર એક મસ્ત મજા ની વેબસાઈટ છે

  2. આવા સુન્દ્દર ગઇતો સાચવિ ને શોધિ ને વેબ ઉપર મુકિને તમે ખુબ જ સરસ સેવા કરિ.

  3. I am looking for song from Diwaliben Bhil since years I am sure you will help me to get above song. I donot remeber if any other singer with her. I love all Gujarati songs specially from Prafulbhai, Hemu Gadhvi, Diwaliben, Purshottam bhai Upadhyay and many to many endless

    my request is

    madhrate Dariyo dole …. I think she was singing about VERAVAL NO DARIYO

    some words like that. it was about waves of sea.this I donot what call is it song, Dayro or lokgeet any how what ever is…
    since I find tahuko.com I always give more time to listen all song

  4. respected sir,
    diwalibenbhilna bhajno ne pan thuko.com par muko
    sambhdi ne gujarat ni asmita ane garv banne thai che

  5. Hello Trupti,

    We, at tahuko.com – don’t sell any gujarati music CDs ro DVDs. All we do is promoting the Gujarati Music.  From this section of tahuko : https://tahuko.com/music/ – you can get details of some of the CDs which are available in USA.

    Let me know if you are intested in knowing more about the places from where you can get Gujarati Music CDs.

    Thank you,

    Jayshree

  6. Hello
    My mom really loves this webstite
    Do u guys sell DVDs and/or CDs
    Where can I buy then
    Email as soon as possible

  7. હુ કશુજ કહિ શક્તો નથિ.ખુબજ અદભુત લોક્ગેત ચે.

  8. દિવાળીબેનને છેલ્લે ૧૫ વર્ષ પહેલા ટીવી માં જોયા અને સાંભળ્યા હતા. સાંભળીને મજા પડી ગઈ.

  9. થેન્ક્સ ટુ ટહુકૉ ડૉટ કૉમ ગુજરાતિ સાહિત્ય ની લહાણી કરાવ્યા બદલ પણ ગુજરાતિ નાટ્ય સંગિત હજી બાકી ચે. અને ઘણા ગિત સાભળી નથિ શકાતા કઈક કરૉ

  10. ખૂબ જાણીતું ગીત દિવાળીબેન ભીલના મધુર સ્વરમા ધણું ગમ્યુ

  11. આજની નવી પેઢીને કદાચ આ નામ નવું લાગે પરંતુ આપણાં
    લોકગીતો આ કંઠે જ સચવાઈ રહેલા.. અને હાજી રમકડુંનો સાથ જો તેમના કંઠને હોય પછી તો બરાબર રમઝટ જામે……

  12. દિવાળીબેન ભીલનો અવાજ વર્ષો સુધી ગુજરાતી લોકગીતો અને સુગમ સંગીતનો પર્યાય બની રહ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *