આજે બધી બહેનોના વ્હાલકડા ભાઇઓ અને ભાઇઓની લાડકડી બહેનોને અમારા સર્વ તરફથી રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!
આજની આ પોસ્ટ – કેતનભાઇ તરફથી..!
*******
રક્ષાબંધન એટલે કાચા સૂતરનાં તાંતણે બંધાયેલ ભાઈ-બહેનનાં હેતનું પર્વ!! આમ તો, રક્ષાબંધનની વાત નીકળે એટલે ઘણા ઉદાહરણો પુરાણો અથવા નજીકના ઇતિહાસમાંથી મળી આવે. જેમકે, કુંતાજીએ ચક્રવ્યૂહમાં જતા અભિમન્યુને રાખડી બાંધી હતી. પુરાણોમાં ઉલ્લેખ છે કે ઇન્દ્રાણીએ પણ હારેલ ઇન્દ્ર દૈત્યો પર વિજય મેળવી શેકે એ માટે રક્ષાબંધનનું વ્રત કર્યું હતું. લક્ષ્મીજીએ પણ બલિના હાથે રાખડી બાંધી ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. રાજપૂત રાણી કર્મવતીએ બાદશાહ હૂમાયુને રાખડી મોકલાવી ભાઈ બનાવ્યો હતો અને રાજ્યની રક્ષા કરી હતી.
…પણ આજે રક્ષાબંધનના દિવસે ચાલો જાણીએ એક આવી જ ભાઈ-બહેનનાં અદભૂત પ્રેમની ન ચર્ચાયેલી કથા –
———————————————————————————————-
ગુજરાતનાં સોલંકીવંશના રાજા દુર્લભસેનની રાણીઓ કાઠિયાવાડની જાત્રાએ નીકળે છે. દામોકુંડમાં સ્નાન કરવાનો વેરો જૂનાગઢના રાજવી રા’ડિયાસે માંગતા રાણીઓને માઠું લાગ્યું અને સ્નાન કર્યા વિના પાટણ પાછી ફરી. અપમાનનો બદલો લેવા દુર્લભસેને જૂનાગઢ પર ચડાઈ કરી, પણ દિવસો સુધી મથવા છતાં ગઢનો કાંગરો ય ખેરવી શક્યો નહીં. છેવટે એક ચારણને જૂનાગઢના મહેલમાં રા’ નું માથું દાનમાં માગી લેવા મોકલ્યો. રા’ એ હરફ પણ ઉચ્ચાર્યો નહિ અને કવિરાજને માથું ઉતારી આપ્યું.
આમ, સોલંકીઓએ કપટથી રા’ડિયાસને મારી જૂનાગઢ હાથ કર્યું, જેથી રા’ની તમામ રાણીઓએ આત્મવિલોપન કર્યું. તેમાંની સોમલદે નામની રાણી મરતાં પહેલા પોતાનાં નાના બાળકને એક વડારણ બાઈને સોંપતી ગઈ. આ બાળક એ જ નવઘણ – રા’ ના કુળનો છેલ્લો વંશજ. પેલી વડારણ બાઈ જેમતેમ કરીને બાળ નવઘણને બોડીદર ગામના દેવાયત આહીર પાસે પહોંચાડે છે. દેવાયતને નવઘણની એ જ ઉંમરનાં બે સંતાન છે – દીકરો વાહણ અને દીકરી જાહલ. સોલંકીઓનો કેર હોવાં છતાં બહાદુર આહીર દંપતિ નવઘણને સ્વીકારે છે. હવે બે ને બદલે ત્રણ સંતાનો દેવાયતના ઘરમાં ઉછરે છે. સમય પસાર થતો જાય છે. ત્રણેય બાળકો માનો ખોળો મૂકી ફળીમાં રમતા થાય છે. એવે વખતે કોઈ જાણભેદુ સોલંકીઓના થાણેદારના કાન ભંભેરે છે અને વાત છતી થાય છે. ગામના ચોકમાં તમામ આહીરોને એકઠા કરી સોલંકીઓનો થાણેદાર એક-એકને પૂછે છે કે “સાચે જ દેવાયતના ઘરમાં રાજનો દુશ્મન ઉછરી રહ્યો છે?”. વફાદર આહીરો મગનું નામ મરી પાડતા નથી. આખરે દેવાયતને બોલાવી થાણેદાર એને જ પૂછે છે, અને સૌનાં આશ્ચર્ય વચ્ચે દેવાયત આ વાતની પુષ્ટિ કરતાં કહે છે –
“મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઊઝરતો નથી. પણ કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલુ હું મારી જાણે જ દોરીને એની ગરદન સોળંકીયુંને સોંપી દેત. હું સોળંકીઓનો લૂણહરામી નથી.”
પછી તો ઘરે પત્ની પર કાગળ લખી દેવાયત નવઘણને તેડાવે છે. કાગળમાં લખે છે – “રા’ રાખીને વાત કરજે”.
“રા’ રાખીને વાત કરજે” – સોરઠી ભાષાના આ કોયડાને ગુજરાતનાં સોલંકીઓ પકડી ન શક્યા, પણ દેવાયતની પત્ની બધું જ સમજી ગઈ. હૈયા પર પથ્થર મૂકીને એણે પેટના દીકરા વાહણને તૈયાર કરીને મોકલ્યો. નાનકડા વાહણને જોતાં જ આખો આહીર ડાયરો દેવાયતની સ્વામી-ભક્તિ પર ઓવારી ગયો. ખુદ બાપના હાથે દીકરાની સોલંકીઓએ કતલ કરાવી. મર્યો છે એ નવઘણ જ છે એ વાતની ખરાઈ કરવા, તેમેણે મૃત દીકરાની આંખો પર ઉઘાડા પગે આહીરાણીને ચાલવાની ફરજ પાડી! પતિ-પત્નીએ હસતા મોંએ પુત્રનું બલિદાન આપી રા’ ના કુળદીપકને જલતો રાખ્યો!
વરસો વીત્યાં. જાહલ અને નવઘણ યુવાન થયાં. વૃદ્ધ થયેલાં દેવાયતે દીકરી જાહલનાં લગ્ન લીધાં. નવઘણને પણ તમામ હકીકતથી વાકેફ કર્યો. તમામ આહીરોને દેવાયતે ભેગા કર્યા અને જૂનાગઢ પર ચડાઈ કરી. સોલંકીરાજનું પતન થયુ અને રા’નવઘણ જૂનાગઢની ગાદીએ બેઠો. ધામધૂમથી બહેન જાહલને પરણાવી. નવઘણે બહેનને માંગવા કહ્યું ત્યારે જાહલે એટલું જ કહ્યું કે “સમય આવ્યે કાપડું માગી લઈશ.”
સમય પસાર થતો જાય છે. કાઠિયાવાડમાં કારમો દુકાળ પડે છે. જાહલ પોતાના પતિ સાથે સ્થળાંતર કરીને સિંધ પ્રાંત તરફ જાય છે. સિંધનો સૂબો હમીર સૂમરો એકવાર જાહલને જોઈ જાય છે. એના રૂપ પર મોહી પડે છે અને તેને તાબે થવાનો આદેશ કરે છે. લાચાર જાહલ ૩ મહિનાનો સમય માંગી લઈને તરત પોતાના ભાઈ રા’નવઘણ પર ચિઠ્ઠી લખી પતિને જૂનાગઢ દોડાવે છે. રાજકાજમાં ડૂબેલ નવઘણને બહેન ક્યાં છે એનો ખ્યાલ નથી. લાંબા રઝળપાટને અંતે તે જૂનાગઢ રાજમહેલમાં પહોંચી કાગળ રા’નવઘણને વંચાવે છે. કાઠિયાવાડનાં ઇતિહાસમાં આ કાગળ “જાહલની ચિઠ્ઠી” તરીકે પ્રખ્યાત છે.
ફિલ્મ “રા’નવઘણ (૧૯૭૬)” માંથી લીધેલ આ પ્રસંગનું ચિત્રાંકન અહીં જોઈ શકાશે..
સિંધ મહિપ દુઃશાસન કેરી મુજ પર મીટ મંડાઈ,
પાંચાળી જેમ આજ પુકારું ચીર પૂરો જદુરાઈ
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
ભીતર લાગ્યા ઘાવ સંતાડું, રૂપ સંતાડ્યા ન જાય,
ફૂલની માથે સાપ ફૂંફાડે, લાગી અંગે-અંગ લ્હાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
કોડભર્યા મારા વીરને કાંધે તેગ સૂબાની તોળાય,
ડુંગર સમો દેવાત ડગ્યો નહિં, થડકો ન માને થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
બાપના ગુણ ને ભોગ બાંધવનો, દૂધડિયાની સગાઈ,
કાપડા કેરો બોલ દીધોતો માંડવડાની માંય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
નવઘણ મારા એ બદલાને ભૂલી જજે ભલે ભાઈ,
જે ધરતીમાં જનમ્યા એના, સગપણ નો વિસરાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
સાબદો થા વીર વાત સુણી, મારા જુગ સમા દિન જાય,
અવધિ વિત્યા પછી કાપડું તારું, બેનનું ખાપણ થાય રે,
હું ન-બાપી અરેરે ન-ભાઈ વીરા મારે તુજ થી સાચી સગાઈ…(૨)
આશા ભોંસલેએ ગીતને કંઠ આપ્યો છે. શ્રીઅવિનાશ વ્યાસે હ્રદયદ્રાવક શબ્દોથી ગીતને શણગાર્યું છે. ગીતમાં જાહલ નવઘણને બાળપણમાં સાથે ઉછર્યા, રમ્યાં, મીઠા ઝઘડા કર્યા તેની યાદ અપાવે છે. લગ્નમંડપમાં આપેલ કાપડાનું વચન યાદ અપાવે છે અને સમયસર સિંધ પહોંચવા તાકીદ કરે છે.
પછીની વાત ટૂકાણમાં જોઈએ તો – બહેનનાં કાગળથી રા’નું હૈયું ભીંજાય છે. તે ફોજને સાબદી કરી સિંધ પર ચડાઈ કરે છે. જૂનાગઢથી સિધ (હાલ પાકિસ્તાનમાં) તરફ જમીનમાર્ગે કૂચ કરવામાં ઘણો જ સમય લાગે તેમ છે કારણકે વચ્ચે દરિયો છે. કાંઠે-કાંઠે ચાલીને સિંધ સુધી પહોંચે ત્યાં સુધી બહેન જાહલને મળેલ અવધિનો સમય ચૂકી જવાય તેમ છે. આ વખતે માતાજીની કૃપાથી આખી સેનાને દરિયો મારગ આપે છે અને સમયસર સિંધ પહોંચી રા’નવઘણ બહેન જાહલને છોડાવે છે.
———————————————————————————————-
આભાર,
કેતન રૈયાણી
**************
અને હા – રક્ષાબંધનની સાથે આ ગીતો તો કેમ ભૂલાય?
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી.. – અવિનાશ વ્યાસ
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
રક્ષાબંધન.. હો રક્ષાબંધન – ડો. દિનેશ શાહ
ઇટ્ટા કિટ્ટા… – સુરેશ દલાલ
Jahal meaning in gujarati
જાહલ બેન ની ચીઠી ના રચિયતા કોણ હતા
ભાઇ શ્રી.પિયુષભાઇ કોરાટને અભિનન્દન.
કારણ એમણે આગળની ઐતિહાસિક વાત
જણાવી.બહેનોને અને ભાઇઓને મુબારક !
ફરીથી આ પ્રસઁગ વાઁચી ખૂબ આનઁદ થયો.
આ માહિતિ ખુબ રસપ્રદ છે.
adbhut…adbhut…adbhut…
school life ma vanchel aitihasik sahitiy pure-puru yad karaviu a mate aabharna koi shabdo malta nathi.
“je dharti man janmiya ena sagapan no visaray”. rahday dravi jay chhe sambhaline,anek var sambhaliyaj kariyu. thankyou so much.
રક્શાબન્ધન પ્ર્સન્ગે યોગ્ય ગીત અને વાર્તા, ઘનુ ગમ્યુ.
જયશ્રીબેન જયશ્રી ક્રુષ્ણ,
આજ ના આ શુભ અવસરે સુંદર પ્રસંગ મુકવા બદલ આભાર.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
ખરેખર આન્ખ ભિનિ થૈ ગય ખુબ્જ સુન્દર ગિત સામ્ભલિને
કાશ્ નવો યુગ આ પ્રેમભરયો પત્ર ને સમજિ શકે ખાસ કરિને વિદેશ્.
આભાર. ભાઈને ફોન કરીને પૂરણપોળી ખાઈને બેઠા ને આટલું સુન્દર ભાઈ બહેનના પ્રેમને ગુંથતુ ગીત હ્રદયદ્રાવક બની રહ્યું. સુન્દર અતિ સુન્દર.
આ વાર્તા આટલે જ નથી અટકતી, પણ એ રા’નવઘણ ના પુત્ર રા’ખેંગાર અને સોલંકી કૂળ ના વંશજ સિદ્ધરાજ જયસિંહ સાથે આગળ વધે છે. રા’ખેંગાર જુનાગઢ ની ગાદી પર બેસે છે. સિદ્ધરાજ જયસિંહ ની ઈચ્છા રાજકુમારી રાણક દેવી ને પરણવા ની હતી. પણ રા’ખેંગાર એ રાણક દેવી ને પરણે છે. ગુસ્સે ભરાયેલો જયસિંહ જુનાગઢ પર હુમલો કરે છે. રા’ખેંગાર તેના ભત્રીજા ના દગા ને લીધે જુનાગઢ નો કિલ્લો ગુમાવી દે છે. જયસિંહ રાણક દેવી ને તેની સાથે લગ્ન કરવા માંગણી કરે છે જે રાણક દેવી ઠુકરાવે છે અને રા’ખેંગાર ની પાછળ સતી થવા નું નક્કી કરે છે.
આજે પણ જુનાગઢ માં રાણકદેવી ના નામ ની વાવ અને રા’નવઘણ ના નામ નો કૂવો પ્રખ્યાત છે.
આશા,અવિનાશ અને ભાઇશ્રેી કેતન રૈયાણીનો
ખૂબ ખૂબ આભાર !રા’નવઘણ ચિત્રના સર્વેનો
પણ આભાર !છેલ્લે જયશ્રેીબહેન-અમિતભાઇને
કેમ ભુલાય ? રક્ષા અવિસ્મરણીય છે.જગતની
સર્વે બહેનોને મારાઁ પ્રેમભર્યાઁ નમન.મનવઁત..
વહ વઆહ હવે આવેી ખુવારેી ન મલે. વાહ ઘના વખ્તે સરસ વિ દિયો જોઇ. ંઅન ભરઆય આવ્યુ.હ ખુબ ખુબ આભાર્.
આ જ ત છ રક્ષબધન …….ભઇન્ ફરજ
સોલંકીયુગ ગુજરાતનો સુવર્ણયુગ છે. સૌરાષ્ટ્રના રાજવીઓને પાટણપતિએ હરાવ્યાં. આથી સોરઠી કલાકારોએ સોલંકી રાજાઓના ચરિત્રહનનનું વર્ણન કરતી અનેક લોકકથાઓ બનાવી નાખી. સિદ્ધરાજ અને રાણકદેવીની કપોળકલ્પિત વાર્તાની જેમ દુર્લભદેવની વાર્તા પણ ફક્ત દંતકથા હોવાની શક્યતા છે. ઇતિહાસ સાથે તેને કોઇ લેવા દેવા નથી.ઉપરની વાર્તા વાંચતી વખતે તે ફક્ત એક લોકકથા છે તે ધ્યાનમાં રાખવું ખુબ જરૂરી છે.
જોકે ભાઇબહેનના પ્રેમ ઇતિહાસના સીમાડાથી પર છે. સતત અને સનાતન
ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નુ વર્ણન કરતી સરસ રચના. આશાજી નો મધુર અવાજ અને શ્રી અવિનાશ વ્યાસ ના સુદર શબ્દો….ધ્ન્યવાદ ટહુકો.કોમ
અદભૂત્……
Right post, right time.thats TAHUKO…
HAPPY RAKSHABANDHAN…
ઐતિહાસિક વાર્તા – રક્ષા બન્ધન ને અનુરુપ ખુબ સુન્દર રજુઆત.
ભાઇ બહેનનો પ્રેમ અમર છે.
ઈતિહાસ યાદ આવી ગયો… ખુબ ખુબ આભાર !!!
really touching story its beautiful
U know who is the best couple in the world????
Smile and Tears….
Rarely they r seen together…
But when they r together ,its one of the best moments in our life.
today is this day ….miss u my sister 🙁