એલી વાદળી – પ્રહલાદ પારેખ

સ્વર – સ્વાતિ પાઠક
સંગીત સંચાલન – ચિંતન પંડ્યા
વાદ્ય વ્રુંદ – ક્ર્મવીર મહેતા (તબલા), જયદીપ શાહ (કી બોર્ડ). અભિજીત ગોહિલ (સાઇડ રીથમ)

વાદળી ! ક્યાંરે રે ગૈ,એલીવાદળી ?
તને જોઇતી મેં દુર મારી સીમે;
તું તો આવંતી પાસ ધીમે ધીમે;
હતી જોઇ તારી વીજ,
હતું સુણ્યું તારું ગીત;
મેંતો આશાની માંડી’તી મીટજી
તને સુઝી શી આ મતિ ?
તેં તો આડી કરી ગતિ ! એલી વાદળી….

મેં તો જાણ્યું, તું વરસી અહીં જાશે,
મારા ખેતર સૌ અંકુરિત થાશે.
મારાં પંખીડા ન્હાશે,
મારા ઝરણાઓ ગાશે.
મારું મનડું ઉમંગે એ નાચશે જી !
ત્યાં તો થઇ તું અદીઠ !
આ તે કેવી તારી રીત ? એલી વાદળી….

હવે લાવે જો નીર ફરી વારે,
અને આવે જો ગામ ચડી મારે.
વેણ કે’વાને ત્યારે
મારા ડુંગરની ધારે
એક બેસી જોઇશ તારી વાટ જી.
બેન જાતી ના આમ
રાખી સુકું તમામ. એલી વાદળી….

– પ્રહલાદ પારેખ

11 replies on “એલી વાદળી – પ્રહલાદ પારેખ”

  1. ખુબ સરસ ગિત………. બાલપન યાદ આવિગયુ…..આભાર્.

  2. સ્પ્રવ્લ્હ પારેખ મારા માનીતા કવિ. ઍમના આ વરષાગીતમા રાવીન્દ્રસન્ગીતની છાપ વર્તાય છે.સ્વાતિબહેનનો અવાજ ખુબ સરસ છે.સ્વરાન્કન પણ એટ્લુજ સરસ.

  3. મને “કોણ કહે છે લક્ષ્ય વિંધે….” ગીત જોઇએ છે જો મલે તો મારા ઉપર આપેલ ઇમેલ આઇડી પર મૈલ કરવો

  4. Today is RakshBandhan and Naliyeri Punam.Sushri Swatiben indded captivated with her melodious sweet voice.This is a good gift from sister onthis pious day.My day is made.
    What,Kalpanaben and Hirabhai have said is very true,good for Bal Geet and this the only poem of Prahalad Parekh,I came across,now,I should read more of Kavi Prahlad Parekh.
    Good composed and sweet music.
    Congrats to Swatiben and musician.
    God bless the team !!

  5. શ્રેઠ વર્ષા ગીતો આપનારા કવિ પ્રહલાદ પારેખના આ ગીતે મારી પાસે
    બીજા વર્ષા ગીતો આજે ગવડાવ્યા.” આવીતી એક તારી વાદળી મેહુલિયા ”
    જો મળે તો જરૂર સંભળાવજો.

    • કવિ પ્રહલાદ પારેખના ૩૩ ગીતોની સી.ડી. “ગીત વર્ષા” પ્રહલાદ પારેખ શતાબ્દિ સમિતિ દ્વારા પ્રસિદ્ધ થયેલ છે.

  6. ખુબ સરસ.સમયને અનુરુપ્.દરેક ગુજરાતીના હૈયાના પોકારને વાચા આપતુ ગીત.

  7. વાહ! સવાર સુધરી ગઈ. આખો દિ’ ગીત હૈયે ગુંજ્યા કરશે. સુન્દર રચના. બાળકોના પાઠ્યપુસ્તકમા ગોઠવવા જેવું બાળપણમા મોઢે કરાવવા જેવું, સુન્દર ગીત.

    આભાર.

  8. બધા એક એક કરજો વાદળાને કોલ
    કહી દેજો કે અહિયાં ‘વેલ’ ઈઝ નોટ “ઓલ”

    ધરા ઠાલી ઉભી, લઇ હાથ વરમાળા
    હજુ ક્યા દુર દખ્ખણ વાગતા’તા ઢોલ

    છલોછલ વ્હાલની નહેરો છે સુક્કી ભઠ
    અગર જો વાલ હો કોઈ બંધ, એને ખોલ

    અમે હીરો તને ‘રજની’ સમો ગણીએ
    વિલનનો કાં તમે ભજવી રહ્યા છો રોલ??

    અગર જો તુંયે અફસર હોય સરકારી
    ચડાવું કેટલા, ને ક્યાં બલિ, તું બોલ !?

    ખબર છે માવઠું થઇ લાઈન મારે તું
    વરસવું છે?, કે ખોલી દઉં બધીયે પોલ!!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *