મારા તે ચિત્તનો ચોર રે – બરકત વિરાણી ‘બેફામ’

સ્વર : લતા મંગેશકર
સંગીત : કલ્યાણજી-આનંદજી
ગુજરાત ફિલમ : અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪)

http://www.youtube.com/watch?v=rb6ap76ZbnM&feature=related

વેરણ થઇ ગઇ રાતડી રહેતી આંખ ઉદાસ
સપનાં પણ પહોંચ્યા સખી મારા સાંવરિયાની પાસ.

મારા તે ચિત્તનો ચોર રે મારો સાંવરીયો
કે જેવો રાધા ને નંદનો કિશોર
એવો મારો સાંવરીયો

જમુના તીર જઇ ભરવા હું નીર ગઇ
પ્રીતની વાદળી વરસી
હૈયાની હેલ મારી છલકાવે પ્રેમ
તોયે હું રહી ગઇ તરસી
તનડું ભીંજાય તોયે રોમ રોમ લાય
મારા નટખટના નેણ છે નઠોર
એવો મારો સાંવરિયો….

મીઠી રે મોરલીને કાને તેડાવી મને
એના તે સૂરમાં સાંધી
મોંઘેરા મનના વનરા તે વનમાં
ફૂલોના હાર થી બાંધી
લંબાવી હાથ એની પાધડીની સાથ
જોડે મારા પાલવની કોર
એવો મારો સાંવરિયો…..

જોયા ના તારલા ને જોઇ ના ચાંદની
જોઇ ના કાંઇ રાતરાણી
ચડતું તું ઘેન અને ધટતી તી રેન
એવી વાલમની વાણી
ભૂલીતે ભાન રહ્યું કાંઇયે ના સાન
જ્યારે ઉગી ગઇ આભમાં ભોર
એવો મારો સાંવરિયો….

– બરકત વિરાણી ‘બેફામ’

11 replies on “મારા તે ચિત્તનો ચોર રે – બરકત વિરાણી ‘બેફામ’”

  1. ઘણા વર્ષો પછી આ ગીત સાંભળવા મળ્યું. આભાર.

  2. આશા પારેખ ની કમલ અન્દ અઆશ ભોસલે નુ ગીત્ ક્ળ્યન્જી ભાઈ નુ સન્ગેીત , કોના ભાવ ના ચ્હલકાય?આભાર્.

  3. ગિત મજા આવિ મધુર અને વાંરંવાર સાભળવા નૂ મન થાય તેવુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *