કેસુડો…. ગુલમ્હોર… અને આજે ગરમાળો..!! આમ તો હજુ ઉનાળાને થોડી વાર છે – પણ जब छिड़ी रात बात फूलो की….
આમ તો વિવેકની બધી ગઝલો સાથે એણે પોતે પાડેલો ફોટો મુકુ છું – પણ આજે એના તરફથી કંઇક બીજું જ લઇ આવી..! સાંભળો આ પળચટ્ટી ગઝલ – ડોક્ટર સાહેબના પોતાના સ્વરમાં પઠન સાથે..! અને ખાસ આભાર પ્રીતિ ભટ્ટનો – આ મઝાના ફોટા માટે…
પીળઝાણ નજરો ને પીળચટ્ટા શબ્દો ને પીળપદા શ્વાસનો શો તાળો ?
હો, મને વૈદ કને ન લઈ ચાલો, જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
વર્ષ આખું ઊભ્ભો’તો લીલી પ્રતીક્ષા લઈ, પહેલી પીળાશ ફૂટી આજે;
પીળી આંખોમાં હવે પીળી આવે છે ઊંઘ, પીળવત્તર સપનાંઓ આવે,
પીળુકડા સૂરજની પીળમજી ડાળો પર પીળક* બાંધે છે હવે માળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
ઠંડકની પાનખર બેઠી નગરમાં ને, તાપના બગીચા ખીલ્યા સડકો પર;
લૂના ગોફણિયેથી સન્નાટો વીંઝાતો, બારી ન એકે સલામત,
બળઝળતા દિવસો પર ગીધડાંની જેમ નખ ભેરવીને બેઠો ઉનાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
આયખાની આંખ્યુંમાં ટાઢક થઈ અંજાતું, પીળું ગરમાળાનું કાજળ;
રવરવતી વેદના પળમાં ચૂસી લે, જેમ સૂરજ ઢાંકી દે કોઈ વાદળ,
રસ્તાની તડતડતી ચામડી રૂઝવવા હાથ પીળો ફરે છે સુંવાળો.
જોયો છે મેં તો મોસમનો પહેલો ગરમાળો !
– વિવેક મનહર ટેલર
(૧૦-૧૫/૦૩/૨૦૦૯)
rubbish
🙂
સરસ્
આભાર!!
ખુબ સરસ,ગરમાળો
તારા શ્વરે માણવાની મજા આવી
આભાર…
પ્રીતિ ભટ્ટની તસ્વીર પહેલી નજરે જ પ્રીતિ જન્માવે એવી છે…
વિવેક ની ગઝલ (કે કવિતા!)વાંચવાની તો હમેંશ ની જેમ મઝા અવી ગઈ પણ તે સાથે રોજ ચાલવાન બાગ માં હજુ ગરમાળા ને ફૂલો નથી આવ્યા તે ધ્યાન માં આવ્યું.
ખુબ સરસ..
અભિનંદન.
એમ થયુ કે કલરનો તહેવાર સાવ નજીક
હશે…..
મઝા આવી, ગરમાળાને માણવાની. આભાર…
ખુબ સરસ .
garmado unada ni sharuat
bahuj saras
🙂
24 karat gold……..અંજાઇ ગ્ યા……….!
ખૂબ સરસ પીળું પળપળતું કાવ્ય સૂરજનાં કિરણ જેવું!!અને એમાં પછી આપનું પઠન!!જાણે પીળા સોનમાં પીળી સુગંધ ભળી ..પેલા સુરજ્મુખીની!!
સપના
સરસ રચના અને વસંતના વાયરા સાથે કવિશ્રીના ગઝલ-પઠનનો વિશેષ આનદ આજે માણવા મળ્યો, કવિશ્રીને અભિનદન અને આપનો આભાર……………….
પિળુડા ગરમાળે વેર્યા…લીલુડા વેણ;
લુંબે,ને જુંબે આ શબદવેભવ
ખૂબ ખૂબ અભિનંદન.
સરસ !
ગર્માળાના ગુણોનુ સાચુ વર્ણન આમા હોય તો આ કવિતા મને ગમી.
પિળા રન્ગ માટે કવીએ અનેક શબ્દો ઉત્લપન્ન કર્યા લાગે છે.
બહેનશ્રેી અનીલાબહેન સાથે સઁમત છુઁ.
ગરમાળાના ગેીત અને ચિત્રમાઁ મન તો
ખોવાઇ જ ગયુઁ !નિઃશબ્દ થવાયુઁ….
આભાર ના માનુઁ તો નગુણો ગણાઉઁ ને ?
કવિતો ગર્માળાને પીઠી ચૉળીને પરણવાનૉ આનન્દ આખોમા આજીને ગરમાળાને જ પરણવા જઈ
રહ્યા હોય એવુ સરસ ગરમળાનુ વર્ણન એમની પોતાની નવવધૂનુ કરતા હોય અને આનન્દમાને આનન્દમા
પોતાની પીઠી ગરમાળાને ચોપડી દીધી હોય એવુ પીળુ પીળુ ભાવકોને પણ લગાડી દીધુ .ખૂબજ સરસ
ાને તેયે પાછા કવિના પોતાના અવાજમા સાભળવાની મઝા આવી ગઈ.
“BESATA UNADANU TADRUSH VARNAN..” AA KAVYA VANCHATAJ BESTI VASANT ANE UNADANA GARMADANO ANUBHAV THAYCHHE..CHITRANU DRASHYA PAN SUNDAR ANE BANDH BESATU CHHE…DHANYAVAD….VIVEK BHAI….JAYSHREE KRISHNA…INDIRA ane RANJIT….
ખુબ સરસ શબ્દોની સજાવટ. જાણે કે શબ્દોને નવીનકોર પેટીમા ન ગોઠવ્યા હોય !!!!
ગરમાળો હવે બારણે દસ્તક દઈ રહ્યો છે.
સરસ
નિશાળમાં ‘ગરમાળો અને ગુલમહોર’નો પાઠ ભણવામાં આવતો હતો, તેની યાદ આવી ગઇ.
Do you know author name for that lesson?
સરસ—-
ખુબ સરસ