તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા

લગભગ એક વર્ષ પહેલા શબ્દો સાથે મુકેલું આ ગીત આજે સ્વર-સંગીત સાથે ફરી એકવાર….

સ્વર – આનતી શાહ – નયનેશ જાની
સંગીત : નયનેશ જાની


.

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?
વાણી તો જાણે વાદળ વૈશાખના
પણ મૌન કંઈ કહેતું એ શું?

હળવેથી વાતી આ લેહેરાતી લેરખી
ને લેરખીમાં ફૂલોની માયા,
કલકલ વેહેતી આ કાળી કાલિંદી
ને એમાં કદબંની આ છાયા,
માયા ને છાયા તો સમજ્યા સાજન
પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

શમણાંની શેરીમાં પગલાનો રવ
ને પગલામાં ઝાંઝવાના પૂર,
ખાલીપો ઓઢીને સુતું આ ગામ
ને ગામ મહીં પીડા ના સૂર
પૂર અને સૂર તો સમજ્યા સાજન
પણ રુદિયામાં રોતું એ શું?

તું અને હું જાણે સામા કિનારા
પણ વચ્ચે આ વહેતું એ શું?

31 replies on “તું અને હું જાણે સામા કિનારા – શુકદેવ પંડ્યા”

  1. મિત્રો એક ગઝલ ની શોધ છે કદાચ રાંદેરી સાહેબ ની લખેલ છે જો કોઇ શોધી આપો તો ઘણુ સારુ
    જેના શબ્દો આ મુજબ છે
    ” એક હુ અને એક તુ”
    એક નદી ના બે કિનારા એક તુ અને એક હુ

  2. ..શમણાંની શેરીમાં પગલાનો રવ
    ને પગલામાં ઝાંઝવાના પૂર,..

    ..તું અને હું જાણે સામા કિનારા
    પણ વચ્ચે આ વહેતું એ શું?…

  3. વાણી તો જાણે વાદળ વૈશાખના પણ મૌન કંઇક કહેતું એ શું??? ખુબ જ સરસ ………….

  4. કોઈની યાદ અપાવે તેવુ ગીત!!
    Thanks for suggesting this beautiful song…

  5. બસ મૌન થઈને સાંભળો!!

    કોઈની યાદ અપાવે તેવુ ગીત!!

  6. ખાલી તો ઓઢીને સુતું આ ગામ…અહી ખાલીપો હોવુ જોઇએ એમ મારુ માનવુ છૅ.

  7. તું અને હું જાણે સામા કિનારા
    પણ વચ્ચે આ વહેતું એ શું?
    વાણી તો જાણે વાદળ વૈશાખના
    પણ મૌન કંઈ કહેતું એ શું?

    પણ શ્વાસોંમાં મેહેકતું એ શું?

    પણ રુદિયામાં રોતું એ શું?

    એજ તો પરમ પ્રેમ!!!!!

  8. A truly romantic song! I can imagine two lovers, in a trance-like state, talking in whispering tones. Congrats to the poet and the singers for such an enchanting song.

  9. કોઇ નિ યાદ અપાવે તેવુ ગેીત, ખુબ સુન્દર

  10. Is there any chance to get very sweet song
    “zume mera man kahe ” by nainesh jani ?????????????
    If the answer is yes then i’ll be happiest

  11. આજે શ્રિ ધર્મેન્દ્રભાઈની મુલાકાત થઈ તેમણે તમારી ઑળખાણ કરાવી.
    આપના ટહુકાને હુઁ માણુઁ છુઁ

  12. song composed by nayanesh jani .composer of many populer songs …..two of my songs… sabarkanthano shahukar…and…aankhoman bethela chatak …sung by neesha upadhyay kapadia .

  13. મુકર્રર! જયશ્રીબહેન, હવે જો સ્વર-સંગીત ની link બરાબર ચાલે તો ઓર મઝા આવે.

  14. Hi.

    I want to read as well as listen to “Bhinte chitarel ruda garva ganapati tame bolo a mindhal hun bandhu” written by Shri Shukdev Pandya and sung by Nisha – composed by Shri Naynesh Jani

  15. આભાર મનવંતદાદા…
    તમને તો ક્યાંથી ભૂલી જવાય? ટહુકો અને મોરપિચ્છ શરૂ થયા ત્યારથી હમણા સુધીની સફરના તમે સંગાથી છો.
    અને હા.. તમે ‘આપનો’ ટહુકો કહ્યું એના કરતા ‘આપણો’ ટહુકો કહ્યું હોય તો…. !!

  16. આપનો’ ટહુકો ‘ન્યુ યોર્કથી પ્રસિદ્ધ થતા’ગુજરાત ટાઇમ્સ’માઁ
    શ્રી..હસમુખભાઇએ વખાણ્યો છે જે આજે વાઁચવામાઁ આવ્યુઁ.
    મજામાઁ છો ને જયશ્રીબહેન ! ભૂલી તો નથી ગયાઁ ને ?

  17. શ્વાસોમાઁ મહેકતુઁ એ શુ ?
    રુદિયામાઁ રોતુઁ એ શુઁ …?
    વચ્ચે આ વહેતુઁ એ શુઁ .?…મૌન કઁઇ કહેતુઁ એ શુઁ ?

    • તુ અને હુ જાણે સામા કિનારા ને વચ્ચે આ વહેતું એ શુ?

      ડાઉનલોડ કરવું હો તો ક્યાંથી કરી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *