આજે 31 ઓક્ટોબર, આપણા વ્હાલા અને ગુજરાતનું ગૌરવ એવા સરદાર પટેલનો જન્મદિવસ. એમના જન્મદિવસે ગુજરાતનું ગૌરવ ગાતું આ ગીત..!!
હું છેલ્લા 4 કલાકથી આ એક જ ગીત સાંભળું છું.. અને મને ખાત્રી છે કે ગુજરાતમાં વસતા કે દુનિયાને ખૂણે ખૂણે પહોંચેલા અને ગુજરાતને હ્ર્દયમાં વસાવીને રહેતા દરેક ગુજરાતીને આ ગીત વારંવાર સાંભળવું ચોક્કસ ગમશે.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960
.
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત
જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…
ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
Thank you Jai Shribahen, This has been my favorite song from childhood. I had a gramophone record (was it on HMV?)of this song and used to play on my mechanized gramophone (commonly called Vaju). Hearing this song after a long spell of time and have started hearing and rehearing. Love it.
Jay Gujarat, Jay Garvi Gujarat, Jay Gunvanti Gujarat
NT ONLY JUST THE GUJARATIS, BUT ALL THE PEOPLE FROM INDIA SHOULD TAKE PROUD OF THIS GREAT RAJYABHAKTI/DESHBHAKTI SONG, AND CONTINUE IN LISTENING TO IT AGAIN AND AGAIN AND…
ચિ બેન જય્શ્રેીબેન ..આજે આ ગેીત સામભલિ ને ગુજરતિ હોવનુન અભિમાન થઐ ગયુન્..ફરિ એક વર આભાર્..રન્જિત વેદ ઈન્દિરા વેદ્ામારિ ૩..ત્રિજિો મ્મેન્ત ચ્હ્હે…
WAH!!!!!!!! KHUB-J SARAS CHHE AA GEET AA SONG MATE HU AAKHU JUNAGADH FARI VALYO PAN SONG NA MALYU PAN MAHENAT RANG LAVI TAHUKO.COM MA THI AA SONG MALYU SONG VACHINE MANE GARVA THAYO KE HU EK GUJRATI CHHU ……….. EK GUJRATI!!!!!!!!!…….
I HAVE HEARD THIS SONG AFTER–OVER 45 YEARS, HAVE BEEN SEARCHING AND ASKING AROUND ALL THE TIME AND NOW IT’S PURELY CO-INCIDENT THAT I FOUND THIS HERE,VERY HEARTWARMING FEELINGS, THANKS A MILLION AND BLESS YOU FROM VINOD GANDHI,LEICESTER,U.K.
આભર્..સુધરિ જશે ધિરે ધિરે..જય્શ્રેીક્રિશ્ન ફરિ એક વખત આભર્.
ચિ જય્શ્રેીબેન્..મરે આગેીત સમ્ભદ્વુન ચ્હે સુવર્ન ખ્સરે લખ્સે કવિઓ યશ્ગથ ગુજરત્નિ અમોને ખુબ ગમ્શે…જય્સ્રિકિસન્.
This is great, “Swarna Akshare lakhshe kavio yash gatha Guajartni, jay Jay dharati Gujaratni”.. When I was a child I had a record of this song (HMV) used to play on my Gramophone (Vaju). One of my dad’s friends was a great devoti of Ambe Ma and whenever he was to visit my house I kept this song handy for him and as soon as he wil hear “jay jay Ambe matni” and he would give me Rs. 2 right away. This song is in my blood. Thank you for putting up. Highly appreciated.
ઘણા સમયથી આ ગીત સાંભળવા માંગતો હતો. ઘણુજ સુન્દર ગીત છે.
આપનો ખુબ ખુબ આભાર.
જય જય ગરવિ ગુજરાત
બહુ જ સરસ અને ઘણું જ અદભુત ગીત છે. મજા આવી ગઈ.
દૂરદર્શન પર ઘણી વાર સાંભળ્યુ અને માણ્યું છે.
Dear Jayshreeben,
Good Day!!
Thank you very much for a Rich Collection, and again big thnx for this song.
I want to download this song, can you please send me a link, from where I can download this?
Waiting for your positive response.
Thanking you,
Regards,
Sunil Gangwani
જયશ્ર્રિબેન
ખુબ ખુબ આભાર. તમે લિન્ક મોકલિ તેથિ હુ આ ખુબ જ મજાનુ ગિત જે દરેક ગુજરાતિ એ સમ્ભલવુ અને યાદ પન રાખવુ જોઈ મનિ શક્યો. મ્ન્નાદે એ કન્થ આપ્યો ચ્હે અને ખુબ જ સરસ રિતે ગાયુ ચ્હે.
જય જય ગરવિ ગુજરાત્,,,,,,,,,,,,,,,,,,
શૈલેશ જાનિ
જય જય ગુજરાત, we are in America but when i listen this song it’s like i am in Gujarat. it’s like so good song.
jay jay Gujarat!!!!!
મને આ ગીત ખુબજ ગમે છે.
સુ હુ આ ગીત mp3 મા મેળવી શકુ જો તે તમારો ખુબજ આભાર.
ઘણા સમયથી આ ગીત સાંભળવા માંગતો હતો. ઘણુજ સુન્દર ગીત છે.
આપનો ખુબ ખુબ આભાર.
જય જય ગરવિ ગુજરાત.
ઉત્કષૅ
આ ગેીત દોવ્ન્લોસ કરવા નિ લિન્ક ક્ન્યા?
ખુબખુબ ધન્ય્વાદ એકદમ સરસ જે કયારેય પણ ન સાભણવા મલે તે આ મને આજે મલયુ તો ઘનિ મજા આવિ
thanks for this song i like this song.
i need a one help how to download this song.
plz help me.
thanks one again.
ખરેખર આ ગિત સામભલિને રોમાચિત થૈ ગયો.
જય જય ગરવિ ગુજરાત્
સા’ભળીને અદ્ ભૂત આન’દ થયો.આ ગીત શોધી કાટ્વા માટે
ગુજરાત નઈ અસ્મઇતા તાજ્જઈ થઇ ગઈ
One of the great and most inspirational Song i have ever heard. Whenever I listen to this song I get charged up. Very few songs I have heard which can make such Impact. What a beautiful way to describe beauty and Achievements of Gujarat. Really a great song.
I have seen/heard this song on Ahmedabad Doordarshan. I request you to provide me any source from where I can get this song or download this song.
Thanks for bringing this song to all of us.
Regards,
Samir Pradhan
“જય જય ગરવિ ગુજરતની”
bahu pehala aa git Gujarati Durdersan T.V par sambhalyu hatu aje paanch vars pachhi git sambhalyu. Tamaro khub khub aabhar .
ane mane khyal no hato ke “Rakt tapkti Sau Sau zoli ae koino ladakvaya” nu chhe mane te song pan mali gayu.
again and again tamaro khub khub aabhar.
આ એક ગુજરતિ શુર ગિત સે જેને સ્મભરિ ને ફરિ એક વર ગુજરત નિ ધર્તિ ઉપર પગ મુક્વનો લહવો મલતો હોય તેમ લગેસે. અત્લુ સુન્દર ગિત તો કયમ સમ્ભર્વ મલે તો સરુ.
Thank you so so much Jayshreeben. wanted to hear this song for long time. I have quetion, do you know if I can buy CD for this song?
Thanks a lot
Hetal, Texas
Lovely song! This one used to be an alternative “STATE ANTHEM” (alternative to “જય જય ગરવિ ગુજરાત “, in my childhood.
May I suggest a small correction?
Kindly change the word ભિશ્મપિતા to વિશ્વપિતા in the text.
-અમિત ન ત્રિવેદી
POET RAMESH GUPTA VISITED WASHINGTON DC IN 1968 AND SANG THIS ONE IN FRONT OF ABOUT 100 GUJARATIS AT THAT TIME ON HOWARD UNIVERSITY CAMPUS. SINCE THEN WE HAVE SUNG THIS VERY ENCHANTING SONG MANY TIMES, IN THE 1994 GUJARATI CONFERENCE IN WASHINGTON DC AND AT MANY PROGRAMS OF INDIA HOUSE OF WORSHIP.
I COULD NOT GET IT PRINTED AS GIVEN HERE ON THIS WEBSITE. I DID HAVE A COPY OF IT THAT WE HAVE PRINTED IN A COUPLE OF SOUVENIRS, IF WE CAN GET A COPY OF THEM.
-B.P. SHAH, A CONVENOR OF THE 1994 GUJ CONFERENCE IN WASHINGTON DC
વ્હાલા જયશ્રીબેન,
જય જલારામ સહિત ઘણા જ પ્રેમથી અભિનંદન.
આ ગીત ૧૯૭૫માં આણંદના ટાઉનહોલમાં ૨૬મી જાન્યુઆરીના રોજ મારા જ ‘ગોપાલજીત ગ્રુપ’માં આ ગીત ગાયુ હતુ. ત્યારબાદ પ્રથમ વખત જ મન્નાડેના અવાજમાં વર્ષો બાદ તમારી સાઇટ પર ટહુકો થયો. બેન તમને સાચા દીલથી અભિનંદન.
પુજ્ય જલારામ બાપા તમને આ સુંદર સેવામાં સદાય સરળતા આપી સૌના અંતરનો પ્રેમ અને આશિર્વાદ મળે એજ અંતઃકરણથી પ્રાર્થના.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ,હ્યુસ્ટન
I was 12 years old when I first heared this song on Aakashwani Ahmedabad-Vadodara.It was in 1962.I liked the song so much that I sang the song in our school’s vocal music compitition.I could not sing the whole song because of the time limit,but eventhen, I was adjudged the best singer and won a cup(which is still preserved).
Hats Off to Manna Dey,Ramesh Gupta and Jayanti Joshi!!
બહુ જ ગમ્યુ… ખુબ ખુબ આભાર આપનો આવુ સરસ ગિત મોકલ્વા માટે…
– ગૌરવ ઠાકર
સા’ભળીને અદ્ ભૂત આન’દ થયો.આ ગીત શોધી કાટ્વા માટે ધન્યવાદ./આ’ખો ભિ’જાણી.
ગુજરાત નઈ અસ્મઇતા તાજ્જઈ થઇ ગઈ; રોમહર્શ થયો. ધન્યવાદ
I am very very thankful to you. Me and my good friend, Pratik, we both were trying to find this song for last 5 years. Ya its very true. Thanks again. Thakns to TAHUKO.com too. Let us remember “LOH PURUSH”. Our Sardar Patel. Let us remember MANNADA. How Bangali singer can sing a Gujarati song so beautifully. Finally JAY GUJARAT. Oops sorry JAY JAY GARVI GUJARAT……….
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની!!
yad avi gai gujrat ni!!
ખુબ સુન્દ્૨ હ્રદય સ્પર્શ કરનરુ ગીત. જય જય ગરવી ગુજરાત………!!
very few people has influenced my life and SARDAR is amongst them. n i m glad to hear some good stuff on his birthday!!!
jayshriben thanx! thanx for everything you are doin for us(Gujju-like everybody calls us here)!
ખુબ ખુબ ધન્યવાદ્..
હુન ઘના સમય થિ આ ગેીત નેી રાહ જોતો હતો…
માને આ ગેીત એમ પેી ૩ ફોર્માત મા ક્યા તથિ માલિ શકે તે જનવ્શો?
આભર
જયશ્રીબેન
ખુબ ખુબ ધન્યવાદ. યોગ્ય સમયે સુન્દર ગીત સમ્ભળાવ્યુ.
જયશ્રી બેન..
ખૂબ ખૂબ આભાર આ ગીત બદલ..
જ્યારે જ્યારે આ ગીત સાંભળું છું મારા રૂંવાટ ઊભા થઈ જાય છે.
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …
જય હો ગુર્જરી માત.. !!
ખુબ ખુબ આભાર .. જયશ્રીબેન…આભાર માનવાના શ્બ્દો જડતા નથી…ખેડૂત ને વરસાદ આવ્યાનો જેટલો આનન્દ થાય એટલો આનન્દ, કે પછી વ્હાલા સ્વજન કે જેની રાહ જોવાતી હોય, અને એના આવ્યાનો જે આનન્દ થાય, ખબર નથી પડતી શુ ઉપમા લખુ????? પણ રુદિયા ના તાર હલાવી ગયા…..સલામ ગુજરાત..અને તેના ખમીરને…..જય ગુજરાત…..
રાજાઓના તાજ મુકાવ્યા ,ધન્ય વીર વલ્લાભ સરદાર !
પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ આપે !
સરસ ગીત
આભાર
I like this song very very very much.
વાહ મજા આવી ગઇ ….ઘણા સમય થી આ સાંભળવુ હતુ…
જય જય ગરવી ગુજરાત………!!
Reader shree આપનો ખૂબ ખૂબ આભાર……!!
આયા હૈ મુઝે ફીર યાદ વો જાલીમ ગુજરા જમાના બચપન કા..ગીત સુંદર,ગાયક સુંદર,સંગીત પણ એટલું જ સુંદર પણ ગુજરાત આજે એટલું સુંદર ખરું?
ખૂબ સુંદર શબ્દોમાં ગરવી ગુજરાતની યશગાથા રજુ કરી છે.
લોહપુરુષ સ્વ.સરદાર વલ્લવભાઇ પટેલના જન્મદિવસ પર આ ગીત મુકવા માટે અભિનંદન.
આ ગીતમાં સ્વર શ્રી મન્નડે નો છે.
ઇન્દ્રવદન મિસ્ત્રી
જયષ્રી, આટલુ જુનુ ગીત ક્યાથી શોધી લવી? કેટલા ય વર્શો પછી સામ્ભળ્યુ.
સાચ્ચે જ જયશ્રી બહેન ખુબ જ સરસ છે આ ગીત.
કવિઃ રમેશ ગુપ્તા
ગાયકઃ મન્ના ડે
સંગીતઃ જયંતિ જોષી
Year: 1960
બહુ જ સરસ ગીત છે. Thank you! મન્નાડે નો અવાજ હોય એમ લાગે છે. આવું જ એક બીજું સરસ ગીત છે – જયતુ જય જય પુણ્ય ભારત. એ અહીં મૂકશો તો ખૂબ ગમશે.