Category Archives: Radio

રેડિયો 09 : નરસિંહ મહેતા

આદિકવિ નરસિંહ મહેતાની કેટલીક યાદગાર, અને ગુજરાતીઓને કંઠસ્થની સાથે સાથે હ્રદયસ્થ થયેલી કૃષ્ણભક્તિથી ભરપૂર રચનાઓ…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો 08 : રાસબિહારી દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો 07 : મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો 06 – આદિલ મન્સૂરી

નવેમ્બર ૬, ૨૦૦૯… સ્વ. કવિ-શાયર શ્રી આદિલ મન્સૂરીની પ્રથમ પૂણ્યતિથિ..! એમને આપણા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ સાથે માણીએ… ‘એક શામ, આદિલ કે નામ..’

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રેડિયો 05 – મેહુલ સુરતી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પુરુષોત્તમ પર્વ 7 : સ્વર – સંગીતનો જાદુ….

૧૫ મી ઓગસ્ટે વ્હાલા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનો ૭૫મો દિવસ મનાવ્યો, અને મને બહાનું મળી ગયું એક અઠવાડિયા સુધી સતત એમના ગીતો સંભળાવવાનું..!! આજે પુરુષોત્તમ પર્વનો છેલ્લો દિવસ, પણ પૂર્ણવિરામ હરગીઝ નથી. આ તો બસ એક અલ્પવિરામ છે.. વારે-તહેવારે અને મન થાય ત્યારે આપણે પુરુષોત્તમદાદાને સાંભળતા આવ્યા છે અને સાંભળતા જ રહીશું. એમણે મરીઝ સાહેબની એક ખૂબ જ સરસ ગઝલ સ્વરબધ્ધ કરી છે :

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે.

આ શેર મેં સાંભળ્યો ત્યારે મને ખરેખર એવું લાગ્યુ’તુ કે જાણે આ શેર મરીઝસાહેબે ફક્ત એમના માટે જ લખ્યો હોય..!!

એક અઠવાડિયું તો શું, એકાદ મહિના સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયના જ ગીતો સંભળાવ્યા કરું તો યે એમના ગમતા ગીતોનો ખજાનો ખૂટે એમ નથી. આજે કયું ગીત સંભળાવું તમને એ નક્કી જ ન કરી શકી, એટલે એકસાથે ઘણા બધા ગીતો લઇ આવી. સતત ૨ કલાક સુધી પુરુષોત્તમ ઉપાધ્યાયને સાંભળવાની મજા આવશે ને? 🙂

અને હા, આજે બોનસમાં એક મઝાનો લેખ લઇને આવી છું. રિડિફ ગુજરાતી પર પ્રકાશિત દામિની દેસાઇ લિખિત – ‘વન્સ મોર પુરુષોત્તમ, વન્સ મોર..’ એક સ્વરકાર તરીકેનો પુરુષોત્તમ ઉપાધ્યાયનો સંઘર્ષ આમ તો આપણાથી અજાણ્યો નથી જ. પણ આ લેખ વાંચીને ચોક્કસ એમને નતમસ્તક મનોમન વંદન થઇ જશે.

આ લેખ ‘પુરુષોત્તમ ઉપાધ્યાય‘ પાના પર ટાઇપ કરીને થોડા દિવસમાં જરૂર મુકીશ, પણ હાલ તો આ PDF થી કામ ચલાવીએ.

.

ઉપરના track માં કયા કયા ગીતો છે એની યાદી આપવાનું મન તો થયું એકવાર, પણ પછી લાગ્યું કે થોડું Surprise factor હશે તો તમને પણ સાંભળવાની વધુ મઝા આવશે..!

મોટાભાગના ગીતો જો કે તમે પહેલા ટહુકો પર સાંભળ્યા જ હશે, સાથે થોડા નવા ગીતો પણ છે જે ટહુકો પર શબ્દો સાથે મુકવાના બાકી છે. અત્યાર સુધી ટહુકો પર મુકેલા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરબધ્ધ – સંગીતબધ્ધ ગીતો અહીં ક્લિક કરી જોઇ શકો છો.

અને હા… પુરુષોત્તમ પર્વ મનાવવાની મને તો બહુ મજા આવી.. અને તમને?