Last week મા બોલે છે ઝીણા ઝીણા મોર.. – કેશવ રાઠોડ post પર આવેલી પંચમભાઇની ખાસ ફરમાઇશ પર – આજે સાંભળીએ આ મધુર ગીત… પંડિત ઓમકારનાથજીના શિષ્ય શ્રી અતુલ દેસાઈના કંઠે….!
કવિ : મીરાંબાઈ
સ્વર – સંગીત : અતુલ દેસાઈ
.
રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણાં મોર
મોર જો બોલે, પપૈહા જો બોલે
કોયલ કરે કલશોર – બોલે….
જુન ૨૬ ના દિવસે કબીર જયંતી હતી, એટલે આમ તો હું કબીરજી ને અહીં યાદ કરવામાં ૨ દિવસ મોડી ખરી..! કબીરજી એટલે અમારા ભક્ત સમાજના ગુરુ..! અને ભક્ત સમાજના કોઇ પણ ગામ (કે અમેરિકન સીટી) ના ભજનમંડળના ભજનો – આ એક ભજન ‘શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા…’ વગર પૂરા ન થાય. મારા પપ્પાનું આ ઘણું જ ગમતું ભજન, એટલે મને પણ એ હિસાબે નાનપણથી જ અતિપ્રિય. તો સાંભળીએ, સ્યાદલા ભજન મંડળના સ્વરમાં – ૧૯૮૨ની સાલનું રેકોર્ડિંગ.
(ભક્ત સમાજના અન્ય ઘણા ભજનોના શબ્દો, ઓડિયો અને વિડિયો – ramkabirbhajans.org – વેબસાઇટ પરથી મળી રહેશે).
સ્વર : સ્યાદલા ભજન મંડળ
શ્રી ગુરુને પાયે લાગું, પહેલા વહેલા, શ્રી ગુરુને પાયે લાગું;
કૃપા કરો તો કૃષ્ણ સેવા કરું, બીજું હું કાંઇ ન માગું ………… ટેક
દીયો ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મળ થાય;
ત્રિવિધ તાપ મત્સર મોહ મમતા, વિકાર સઘળો જાય ……. ૧
લગભગ ૨૦-૨૫ વર્ષો પહેલા અમારી સુવિધા કોલોની (અતુલ)માં ઇસ્કોનની કોઇ બસ આવી હતી.. વધારે કંઇ યાદ નથી, પણ એટલું ખબર છે કે ત્યાંથી પપ્પાએ ‘શ્યામ શ્યામ શ્યામ’ એવા ટાઇટલવાળી એક કેસેટ અને સાથે કૃષ્ણ ભગવાનનો એક લેમિનેટ કરેલો ફોટો ખરીદેલો. એ ફોટો આજે પણ મારા ઘરના મંદિરમાં છે, અને આશા ભોંસલેના અવાજમાં એ કેસેટ ‘શ્યામ શ્યામ શ્યામ’ એ તો મેં એટલી બધી સાંભળી છે કે… વધારે તો શું કહું! કોઇ ગીત ગમતું હોય, કોઇ ઘણું જ ગમતું હોય, પણ અમુક ગીત માટે તમે કહી શકો કે એ તો લોહીમાં ભળી ગયું છે..!! આ આલ્બમના દરેકે દરેક ભક્તિગીત માટે કદાચ હું એ કહી શકું. આશા ભોંસલે – Top ૧૦ એવું કોઇ આલ્બમ જો હું બનાવું તો એમાં પહેલા ૬ ગીત આ આબ્લમમાંથી હોય. Classical Music, આશા ભોંસલે, અને કૃષ્ણભક્તિથી ભરપૂર શબ્દો..! એક એવો અનુભવ જે શબ્દોમાં ન જ સમાઇ શકે..!!
અમેરિકા આવી ત્યારથી એ આલ્બમની mp3 મળે તો શોધતી હતી. હજુ પણ શોધું જ છું.. ઘરે જે કેસેટ હતી એ તો સાંભળી સાંભળીને ઘસી નાખી છે, એટલે એને convert કરવાની ઇચ્છા નથી થતી, એટલે જ શોધું છું કે કશેથી આ આલ્બમના બધા જ ગીતોનું સારુ રેકોર્ડિંગ મળી જાય…
થોડા દિવસો પહેલા ધવલભાઇએ આ જ આબ્લમના બીજા એક ગીત – તન તો મંદિર હૈ… એના માટે પૂછ્યું અને સાથે જણાવ્યું કે આબ્લમમાં સંગીત નદીમ-શ્રવણનું હતુ. એક મિત્ર પાસેથી આ એક ગીત તો મળ્યું, પણ બાકીના ગીતો હજુ પણ એટલીજ આતુરતાથી શોધું છું… તમને મળે, અથવા ખબર હોય કે ક્યાંથી મળે, તો જણાવશો?
एक मंत्र जपते रहो श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
मन वचन ह्रदय से उसकी वंदना करो
आंसूओ के फुलोसे अर्चना करो
दुःखहर्ता सुखकर्ता कह करो प्रणाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
पुत्र पिता बंधू मित्र स्वार्थी सभी
कोई तेरे काम नहीं आयेंगे कभी
बस प्रभुके चरणोंके तुम बनो गुलाम
श्याम श्याम श्याम
श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम…
—————
આ રહ્યા બાકીના ગીતો ના નામ….
1. Tan to mandir hai, Hraday Hai Vrundavan
2. Kanha Mujhko Bhi Rangle
3. Ab To Dekha Apani Suratiya Man Hua Bechain
4. Jaiseke Nainon Mein Jyoti, Jaiseke Saagar Mein Moti
5. Asatoma Sadgamay, Tamasoma Jyotirgamay
શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)
મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)
અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)
શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)
અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)
શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)
હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)
કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)
પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!
સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)
સ્વર : પ્રાણલાલ વ્યાસ
.
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ (અને સાથે શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’ – જુઓ નીચેની પોસ્ટ)
સંગીત : શ્રીનીવાસ કાલે
સ્વર : લતા મંગેશકર
.
राम भजन कर मन,
ओ मन रे कर तू राम भजन।
सब में राम, राम में है सब,
तुलसी के प्रभु, नानक के रब्ब।
राम रमईया घट घट वासी,
सत्य कबीर बचन॥
राम नाम में पावत पावन,
रवि तेज्योमय चन्द्र सुधा धन।
राम भजन बिन ज्योति ना जागे,
जाए ना जीय की जरन॥
नाम भजन में ज्योति असीमित,
मंगल दीपक कर मन दीपित।
सकल अमंगल हरण भजन है,
सकल सुमंगल करन॥
આવો રામનવમી અને ભગવાન સ્વામિનારાયણ જયંતિ ઊજવતા આજે સાંભળીએ શ્રી સ્વામિનારાયણ કીર્તન મુક્તાવલિમાં થી પ્રેમાનંદ સ્વામીની પ્રાર્થના ‘નૈનન મેં હો નૈનન મેં રહો…’