રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં – નરસિંહ મહેતા

સ્વર – કરસન સગઠિયા
સંગીત – આશિત દેસાઇ

.

સ્વર – હેમંત ચૌહાણ

.

રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં
પસલી ભરીને રસ પીધો રે, હરિનો રસ પુરણ પાયો.

પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજે પિયાલે રંગની હેલી રે,
ત્રીજો પિયાલો મારાં રોમે-રોમે વ્યોપ્યો,
ચોથે પિયાલે થઈ છું ઘેલી રે …રામ સભામાં

રસ બસ એકરૂપ રસિયા સાથે,
વાત ન સુઝે બીજી વાટે રે,
મોટા જોગેશ્વર જેને સ્વપ્ને ન આવે
તે મારા મંદિરીયામાં મ્હાલે રે … રામ સભામાં

અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં રે,
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

– નરસિંહ મહેતા

(આભાર – સ્વર્ગારોહણ.કોમ)

22 replies on “રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં – નરસિંહ મહેતા”

  1. આ ભજન ખુબજ સરસ છે
    ધન્યવાદ જય્શ્રેીબહેન્

  2. Dear Jayshreeben & Company:
    Your web site does not allow to copy any of the items. I wonder why it is so? You may not publish this email. Thank you.
    Jayendra Thakar

  3. The bhajan is really gud, read after a very long time, thanx for the same, the buffering is not ok hence lots of disturbances in it, could not hear it, though would have loved too….

  4. કેટલુ સરળ અને તો પણ કેટલુ ગહન ! સાવ સાદી ભાષા મા ઉપનિષદ નો નિચોડ આપી દીધો છે. ધુન પણ એટૅલી જ સરસ ! મજા આવી ગઇ.

  5. ખુબ જ મઝાનું ભજન.પણ બન્નેં ગીતો સાંભળતી વખતે અવાજ ખુબજ ધીમો હતો તેથી થોડી મઝા ઓછી થઈ ગયી.તેના આગળનું ગીત ાબરાબર સંભળાયું.
    ચન્દ્રિકા

  6. અખંડ હેવાતણ મારા સદગુરૂએ દીધાં
    અખંડ સૌભાગી અમને કીધાં રે,
    ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી
    દાસી પરમ સુખ પામી રે … રામ સભામાં

    અંતરના ઉંડાણમાંથી આવતું ભક્તિરસયુક્ત પદ હ્રદયસ્પર્શી છે
    સાહિત્યમા ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ઉત્કૃષ્ટ ઊર્મિકવિતાનો પ્રારંભ નરસિંહ મહેતાની આ પદરચનાથી થાય છે.

  7. Dear Jayshreeben & Team:

    This Bhajan “Ram Sabhaman..” by Narsimh Mehta( on the day of Narsimh Chaturdashi to day) is less travelled but really it is meaningful and Ahit Desai, Karsanbhai as also Hemant Chohan have added mosaic of varied colours.This has led us to heavenly feelings (swargarohan.com). Many thanks for providing Adhyatmik peep into period older than 500 years.

    Vallabhdas Raichura

    Maryland, April 27,2010

  8. વાહ્! વાહ્! ખુબ ખુબ મઝા આવિ! યદ આવ્યો રામ્જિભૈઇ/શામ્જિભૈઇ નો પ્રોગ્રામ્,પચ્ચાશ વર્શો પહેલા! સન્જે સાત્ વાગે, અમદાવાદ્દ્/વદ્દોદરા પર્ આ ગેીત બેક્ગ્રોઉન્દ મા હતુ!
    આભાર્! ખુબ ખુબ આભાર! તમારો, જૈર્શ્રિબેન્!

    અરે, આમ્મ્મ્તો મે મરિ ઉમ્મર જાહેર કરિ નાખિ!

  9. Dear Jayshreeben,

    I am sorry I still cannot get hang of Gujarati typing.
    Fifty years ago, when there was no TV and even radio had just a handful of stations, Aakashvani Amdavad used to play “prabhatiya” and Bhajans every morning. “Raam Sabhaman Ame Ramvane Gyata” was one prabhatiyu playing quite regularly.

    All these years, it had been playing in my mind, but never heard it again since 1976 when I migrated to the USA. When I saw your post this morning, “maari ankho chhalkai uthi”. Man bharine geet sambhalyu. Tamaro abhar manvane shabdo nathi jadta.

    Ashok Thakkar, Atlanta, USA

  10. Hi Jayshree !!!

    Track is not played in spite of fast buffer… Pls look into… Song words are nice…

    regards
    Rajesh Vyas
    Chennai

  11. બહુ જ સરસ ભજન છે.
    ગોપી જનના રે પ્રાણ મારા પ્રભુજીની પાસે
    હોય તો મૂકશો.

  12. આફ્રિન આફ્રિન હુ હર હમેશ નર્સિન્હ મેહતા, મિરાબાઈ, ઝવેરચઉન્દ મેઘાણી અને કલાપિ ગુજ્રરાતિ સાહિત્ય આભારિ રહેશે આ રસ હજિ પણ ચ્હુપાતો નથિ મજા પડિ ગઈ

  13. નરસિહ મેહ્તા નુ ભજન દિવસ ઉજાળેી ગયુ.
    ઉલ્લાસ

  14. ખુબ ખુબ આભાર આપનો,

    સમજણો પણ ન્હોતો થયો ત્યારથી આ ગીત સાંભળુ છુ,

    મારા mummy રસોઈ કરતાં કરતાં હમ્મેશા આ ગીત ગણગણે.

    મને ખ્યાલજ ન આવ્યો કે ક્યારેક પુછુ કે કોણે લખ્યુ છે,
    આજેજ એને સંભળાવીશ.

  15. જયશ્રીબેન,
    રામ સભામાં અમે રમવાને ગ્યાં’તાં – નરસિંહ મહેતા By Jayshree, on April 27th, 2010 in આશિત દેસાઇ , કરસન સગઠિયા , ટહુકો , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ , હેમંત ચૌહાણ. સુંદર ત્રીવેણી સંગમ. સ્વર, શબ્દ અને સંગીતનો. હેમંત ચૌહાણ સાથે કોનું સંગીત છે? બંન્ને સાંભળવાની મઝા આવી.
    ચન્દ્રકાન્ત લોઢવિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *