જનની જગદાધારિણી મા – વિહાર મજમુદાર

સ્વર : વિહાર મજમુદાર, ગાર્ગી વોરા, અનુપા પોટા, ઉમંગી શાહ, નિનાદ મહેતા
સંગીત અને શબ્દ : વિહાર મજમુદાર

.

જનની જગદાધારિણી મા
સકલ ભવભયહારિણી, વરદાયિની

શક્તિ રૂપા તું ભવાની, અંબિકા જગદીશ્વરી
બ્રહ્મ સકલે વ્યાપ્ત તું છે માત તું વિશ્વેશ્વરી

તું પરમ સુખદાયીની, વરદાયિની

સૌમ્યવદની તું સરસ્વતી, મા અમારી શારદે
જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે

તું સુબુધ્ધીદાયિની, વરદાયિની

રૂદ્ર રૂપા સિંહવાહિની, ચંડિકા મહાકાલી મા
તવ પ્રભાવ અનંત વ્યાપ્યો, તું જ આદ્યા ત્રિલોકમાં

તું અસુર સંહારિણી, વરદયિની………….

30 replies on “જનની જગદાધારિણી મા – વિહાર મજમુદાર”

  1. વિહારભાઈ,
    ઘણુ જ સુન્દર સન્ગિત અને શબ્દો. માતાજી ની પ્રાથના અને એકલ દોકલ વાળુ ગીત
    બહુજ સરસ લાગ્યુ
    આવુજ સુન્દર સન્ગીત આપત રહેશો
    મનોજ

  2. મારી ખૂબજ ગમતી સ્તુતી! સ્વરરચના અદ્બભૂત છે. કવિ અને સ્વરકાર વિહારભાઈ પોતે જ છે અને એવો સમ્નવય હોવો એ ખૂબ જ જૂજ છે. અહીં વડોદરામાં વિહારભાઈ અમારા સંગીત શિક્ષક છેલ્લા ત્રણ વર્ષથી છે એનૉ મને ગર્વ છે. જયશ્રીબેન તમારો આભાર.

  3. ભાવ વિભોર કરતી પ્રાર્થના
    રૂદ્ર રૂપા સિંહવાહિની, ચંડિકા મહાકાલી મા
    તવ પ્રભાવ અનંત વ્યાપ્યો, તું જ આદ્યા ત્રિલોકમાં

    તું અસુર સંહારિણી, વરદયિની……

  4. Dear Jayshree Ben
    Thank you very much for this wonderful site made available to Gujarati people.
    Keep it up. God bless you.
    Arti Mehta
    Mumbai

  5. આવી જ એક પ્રાથના છે..જય જનનિ જય જિવન ધાત્રી…આની પાસે હોઈ તો મોક્લવ્શો…આભર સહ

  6. Amishbhai,

    I have already replied you the following. I guess you didn’t get that.

    “Hello Amishbhai,
    Sorry for the late reply..

    As you can see at the end of the post – the audio file was sent to me by a friend. I will ask him and get back to you once I have the answer..”

  7. can any one tell me who is singer in Bhajan Madhurashtakam. jayshree bahen is not repling from last 5 mails.

  8. બહુજ સરસ પ્રાથના કોરસમા પણ સાંભલ્વિ ગમે.

  9. Vihar,
    Great,melodious composition,singing in chorus needs more rehearsals,which is lacking in recording.anyway keep it up.good and fresh posting.
    thank you Jayshreeben.

  10. જનની જગદધારિણી મા
    સકલ ભવભયહારિણી, વરદાયિની
    સુન્દર ભજન. આજે to commemorate International Women’s Day આ ભજન ઘણુ યોગ્ય છે.

  11. સરસ ભજન છે
    લાગે છે કે જાણે સરસ્વતી સાક્ષાત આવી ગયા હોય

  12. જયશ્રીબેન,
    જનની જગદાધારિણી મા – વિહાર મજમુદાર By અમિત, on March 7th, 2010 in ટહુકો , ભજન/ધૂન/આરતી/ભક્તિપદ , વિહાર મજમુદાર | ‘મા’ ની સુંદર સ્તુતિ અત્રે મુકવા બદલ ખુબ ખુબ અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  13. Viharbhai Majmundar has been one of the few writers of gujarati poetry and music within the generation born after Indian Independence. Living in Vadodara, he belongs to a well-known Nagar family whose traditions include Shri Ashit Desai, the singer with the gifted voice. Viharbhai has composed many melodious bhajans and garbas, and I have seen him on stage with Vikram Patil (percussionist supreme), Ninad Mehta (winner of the original Sa Re Ga Ma contests with Sonu Nigam)among others. In fact this clip is sung by Ninad Mehta’s singing group Naad which includes Vihar Majmundar’s daughter as well as Minoti Majmundar and other young singers from Vadodara.
    In the Bay Area California, I have the priviledge of performing several of Vadodara’s unprecedented musical renditions in my programs along with other singers from Vadodara like Prarthana Rawal.

    Viharbhai recently had a program showcasing his many musical melodies in the early part of 2010, and Ninad Majmundar the singer performed several numbers. Parthiv Gohil (winner of the later SA RE GA MA PA contest with Shaan) was also an invited performer at the same event.
    Thank you for posting this clip.

  14. ખુબ સુન્દર! વારમ વાર વગાડ્યુ , સામ્ભળ્યુ !

  15. વિહારભાઈની ખૂબજ સુંદર રચના એક જુદા જ ભાવ વિશ્વમાં લઈ જાય છે
    વિહારભાઈ ખૂબ ખૂબ અભિનંદન અને અમિતભાઈ ( જયશ્રીબેન ) તમારો આભાર સુંદર રચના આપવા માટે

    – અમિત ત્રિવેદી

  16. આવુ જ એક સરસ્વતિ માતાનુ સુન્દર ભજન marathi ભાશામા….આશાજિએ ગાયેલુ….’જય શારદે વાગિશ્વરિ”મોકલેલુ ભજન શાન્ત,સુન્દર,કર્ણપ્રિય…!!!!!

  17. આરોહ – અવરોહથી મઢ્યું કર્ણપ્રિય પબ્લિક પર્ફોમન્સ.

    જ્ઞાનની સરિતા વહાવી શબ્દ-સુર વરદાન દે.
    જ્ઞાનનાં ઝરણાં રૂપે શબ્દ-સુર વહેતાં જ રહે..!!
    સુંદર શબ્દો.
    આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *