પપ્પાએ રેકોર્ડ કરાવેલી ગુજરાતી કેસેટમાં આ ગીત હતું, એટલે નાનપણથી આ ગીત સાંભળતી આવી છું.. ગીતના મોટાભાગના શબ્દો ત્યારે તો નો’તા સમઝાતા, અને હજુ પણ કેટલાક ગીતોનો અર્થ એટલો સ્પષ્ટ ખબર નથી, પણ ગીત છે એવું મઝાનું કે વારંવાર સાંભળવાનું મન થાય… લોકગીતની કક્ષાએ પહોંચેલું વધુ એક નરસિંહ મહેતા રચિત કૃષ્ણગીત..!
સ્વરકાર – અવિનાશ વ્યાસ / નાનજીભાઇ મિસ્ત્રી (??)
સ્વર : પ્રાણલાલ વ્યાસ
.
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ
જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ
આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
– નરસિંહ મહેતા
શબ્દો માટે આભાર – માવજીભાઈ.કોમ
આ ગિત સાથે મારિ ૧૯૬૧ નિ એક યાદ આપવે ચે. ભાવનગર જિલા ના સાવર કુન્દલા પાસે ના એક સાવ નાના ગામ ” લિખાલા ” ના એક થાકર્શિ ભાય તેમના મોર જેવા મદુરા અવાજ થિ આ ગાતા. કોન્ગ્રેસ્સ નુ અધિવેશન પન્દિત શ્રિ જવહર્લાલ નેહરુ વદા પ્રધન હતા અને ૧૯૬૧ મા ભાવ્નગર મા આયોજિત થયેલુ. આ પ્રસન્ગે ગુજરત ના રાસ ગરબા હતા, થાકરશિ ભાયે લગભગ ૨૦ રાસ રમનારા સાથે આ ગિત ઉપાદિયુ, રાસ રમતા એક ભાય ના હાથ મા થિ દાન્દિયો પદ્દિ ગયો, પન રાસ નિ ચાલ મા તે દુર જતા રહ્યા. આ સમયે જવાહર્લાલ જિ પોતે ઉથિને, સ્તએજ વચે જૈ, દાન્દિયો ઉપાદિ પેલા ભાય ને આપિ આવ્યા! રાસ પુરો થયે, આ ગિત નુ ભાશાન્તર કરિ તેમને સમભલાવ્વા કહિયુ! આ ચે લોક સહિત્ય નિ અસર અને પારખુ નિ નજર નિ કમાલ્! આ ગિત મુકવા માતે તહુકો ને અભિનન્દન્ આભાર્!
આ લોકગીત છે. એના સ્વરો લોકસન્ગીત ના સ્વરો છે, અને પેઢી-દરપેઢી થી ગવાતા આવે છે, કોઇ એ બાન્ધ્યા નથી. શ્રી અવિનાશ વ્યાસ, અને કેટલાક અન્શે શ્રી નાનજીભાઇ મિસ્ત્રી, એ આ લોકગીત નુ “ઈન્સ્ટ્રુમેન્ટેશન” ગોઠવેલુ છે.
સરસ કવિતા! વાહ નર્સિન્હ મેહતા વાહ !!
પ્રભાત ખુશનુમા થઈ ગયું…
આ ગીત હંમેશા સ્ત્રીના અવાજમાં જ સાંભળ્યું હતું… આજે આ નવી જ ફ્લેવર માણવાની ગમી
મરગ મેલો ગિર્ધરિ હો રસિ યા
પ્રાન્લાલ વ્યાસ નો અવાજ ગમ્યો બઈજા ભજન આપસઓ
ઉર મા વસે અને વર્સો સુધિ વર્સિ રહે એ મહાકવિ નરસિહ મહેતા અન્ય કોઇ નહિ.
સંગમ વિરહ વિકલ્પે વરમિહ વિરહો ન સંગમ સ્તસ્યાઃ
વિરહીય વિભો પ્રિયામયં પરિપશ્યામિ ભવન્મયં જગત્
વ્હાલાની વાંસળી સાંભળવી કોને ન ગમે????
કૃષ્ણની વાંસળી પ્રતિક્ષાનુ રૂપ છે,મિલનનો સંકેત છે.
વાંસળી વાગે છે તો કૃષ્ણ ક્યાક છે એની પ્રતિતિ મનમા દ્રઢ થાય છે.
વહાલાની વાંસળીએ તો મન ડોલાવી દીધુ………
કૃષ્ણની વાંસળી પ્રતિક્ષાનુ રૂપ છે,મિલનનો સંકેત છે.
વાંસળી વાગે છે તો કૃષ્ણ ક્યાક છે એની પ્રતિતિ મનમા દ્રઢ થાય છે.
વહાલાની વાંસળીએ તો મન ડોલાવી દીધુ…
પ્રાણલાલના સ્વરમા ભક્તીમા તરબોળ કરતુ માનીતું ભજન
નરસિંહ મહેતાનું આ ભજન બહુ સરસ છે.
સરસ ગેીત….. ફિમેલ સિન્ગર મા વધારે મઝા આવે …
અભિષેકભાઇ,
ગુજરાત સમાચારના એક આર્ટિકલમાં આ ગીતના સંગીતકારનું નામ અવિનાશ વ્યાસ જણાવ્યું હતું. મારી સીડી મળે એટલે એમાં ચેક કરીને પોસ્ટ અપડેટ કરી દઇશ.
આભાર…
જયશ્રી
મારી પાસે જે સારેગમાની CD છે તે મુજબ આ જ ગીતનું સંગીત સંચાલન શ્રી નાનજીભાઇ મિસ્ત્રીનું છે, એમ લખ્યુ છે.મેં જે ગીત સાંભળીયું છે તે અદ્દલોદલ આવું જ છે. આથી સંગીતકારનુ નામ કોઇ કન્ફ્રર્મ કરે તો સારું.
સરસ…..મસ્ત…..ક્રુશ્નગિત્….
પ્રભાત ખુશનુમા થઈ ગયું…
આ ગીત હંમેશા સ્ત્રીના અવાજમાં જ સાંભળ્યું હતું… આજે આ નવી જ ફ્લેવર માણવાની ગમી!
સરસ છે..
વાહ વહલાનિ વાસળિ ઍ તો મન દોલવિ દિધુ. આભાર્
જ્યશ્રિબેન્ અર્ધિસદિ પહેલા સામ્ભલ્તા તે આ ગેીત ! આ અવાજ ! અહિ શિકગોમા ? સ્વપ્નુ લાગે ચે. ખુબજ સુન્દર્ આભાર.
આદ્યકવિ નરસિંહ મહેતાનું અદભૂત ગોપી ગીત, જેણે લોકગીતનો દરજ્જો હાંસલ કરેલ છે.
પ્રાણલાલ વ્યાસનો એવો જ અદભૂત દિલને ડોલાવનારો સ્વર!
ઉપર હિમાંશુભાઈએ સૂચવેલા શબ્દો ખરાં છે.
આભાર.
સુધીર પટેલ.
મને લાગે છે કે સ્ત્રિના અવાજ મા વધુ આનન્દ આવે.
Don’t you think it would sound a lot better if sung in a female voice?
S hree Amitbhai & Jayshreeben
We use to listen this Krishna Geet verey often since we had our oen Gramophone & records thick one ! hence we ,today also sing the same in the same tune as before…thank you very much…jayshreekrishna..
This is one of the great songs by greatest of Gujarati poets … Shri Narsinh Mehta…very well sung by Pranlalbhai. Waah.
Couple of suggestions in wordings…the correct wordings are:
Aa Gopi Halya, Vanra Te Van Ni Mozar Jo…
AND THEN…
Aa Kan Var Kodila Re, Kedo Maaro Roki Ubha Re Lol…
and it is not…
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
If you can correct it…otherwise, per se, it is a great post – very usual for Tahuko.
Thanks and regards.
Himanshu
જયશ્રીબેન,
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ – નરસિંહ મહેતા
By Jayshree, on April 9th, 2010 in અવિનાશ વ્યાસ , કૃષ્ણગીત , ટહુકો , નરસિંહ મહેતા , પ્રાણલાલ વ્યાસ. અભિનંદન આ ગીત મુક્વા માટે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
find it fast, whereas chakiben chakiben is sung so clearly-delightful