શબ્દ અને સંગીત : વિહાર મજમુદાર
સ્વર : ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ
.
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
મીઠી આ નિંદરમાં, ખિલ્યા ફૂલ શમણાંનાં,
મ્હેક એની પથરાઈ શ્વાસ માં…
માડી ની ઠમકંતી કુમકુમ શી પગલીઓ, જોઇ મેં શમણે ઉજાસ માં
હું તો સુતી ને ધબકારા જાગે…. કે માડી અંબા ઉતરતી લાગે
ભીનું ચંદન, ભીની શ્રધ્ધાની લાગણી નાં
દિવડા પ્રગટાવવાની વારતા…
ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
– વિહાર મજમુદાર
માડી તારુ કંકુ ખર્યુ ને સુરજ ઉગ્યો..ગગન નો ગરબો મારો ચારે કોર …એ સાંભળવાનુ ખુબ જ મન થઈ ગયુ…સંભળાવશો તો ખુબ ગમશે..
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
જગતજનની ત્રિભુવનની પટરાણી ઝુલે ગબ્બરની માત.. કુમ કુમ ના પગલા પાડે, દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
શબ્દ અને સ્વરોને આપ સુધી પહોંચાડવા બદલ જયશ્રીનો આભાર.સુન્દર પ્રતિભાવો માટે સુજ્ઞ શ્રોતાજનો નો ઋણી છું.વિહાર મજમુદાર
બહુજ સરસ . એક ગમતુ વાતાવરણ ઉભુ કરી દીધુ.
ત્રિભુવનની પટરાણી અંબા જગદંબાની, આરતી નાં ઘંટારવ ગાજતાં,
સખી હૈયે અનંત નાદ જાગે, કે માડી અંબા ઉતરતી લાગે
કુમ કુમ શું આભ ખુલ્યું લાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
સુંદર
દિવ્ય તાલ સુર મધુર રાગે,
કે માડી અંબા ઉતરતી લાગે..
———————–
આ રંકને ઉતરવા નથી કોઈ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી હાથ તારો,
સરસ કાવ્ય અને સરસ બંદીશ.ગયકોએ રંગ રાખ્યો.
Dear Jaushreeben,
AAPNO ABHAR MANIYE ATLO ACCHO CHHE, KHAREKHAR SUGAM SANGEET SACHVI RAKHYU CHHE, AMARA JEVANE PAN TENI KHOT AAP THAKI VARTATI NATHI, VIHAR MAJMUNDAR AND VRUND NI KRUTI ADBHUT CHHE. ONEAGAIN THANK YOU.
ખુબ સરસ. સાંભળતાં સાંભળતાં ગરબે રમવાનું મન થઇ ગયું!
Wah Jayshree !!!!
Khub j shumadhur geet chhe… Pls keep posting Amba mataji’s more Garba’s Raas & other related one’s… Plz keep it up…
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
માદિ તારુ કન્કુ નિ યાદ આવિ
jayshreeben, ramkabir. aagli ekad post parthi lagyun ke tame bhakt chho. hun orna highschool man bhanelo, tethi marebhakt samaj no parichay kharo. temana thoda antarang mitro banigayela, mota bhaag na US vasi gayela chhta haji gher aave tyare maliye. bhakt jevi saras atak nu bhakta kari nakhe chhe te nathi gamtu.
Prastut geet atyant sunder lagyu, dhun, gayan vadyavrund badhaj ang khub j saras. abhaar.
THENS
ખુબ સરસ સુર અને તાલ્ મા અમ્બા ઉતરતિ લાગે ..જય મા..
સ્વર બહુ જ સરસ છે.
દિવ્ય તાલ સુર મધુર રાગે, કે માડી અંબા ઉતરતી લાગે..
ખરેખર દિવ્ય તાલ સુર મધુર રાગે ગવાયેલ અદભૂત.સૂરીલુ ગીત.
શ્રી વિહાર મજમુદાર, ઉમંગી શાહ, નિનાદ મહેતા અને સ્વર-નાદ વૃંદ ને અભિનંદન