લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ લખવાની પ્રેરણા ઊર્મિને જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી છે.
અને આજે – વ્હાલી ઊર્મિના જન્મદિવસે આ ગઝલ આપણા સર્વ તરફથી ઊર્મિને… જન્મદિવસની અમિત શુભેચ્છાઓ સાથે..
(લીલોતરીની સૂકી સૂકી વિદાય… 7 નવેમ્બર 2008)
*
બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !
*
સ્વર અને સ્વરાંકન – રિષભ મહેતા
Audio Player
.
સ્વર – ગાયત્રી મહેતા
સ્વરાંકન – રિષભ મહેતા
Audio Player
.
આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.
સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.
મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.
તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.
તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.
‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.
– ઊર્મિ (૬ મે ૨૦૦૯)
છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા