ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?
*
કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.
તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.
એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.
કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.
મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.
-’ઊર્મિ’ (જાન્યુ. 2008)
કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.
અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
તેની પાછળ કૈંક કારણ હોય છે.
મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
ચાંદની રાત નું વાતાવરણ હોય છે.
લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા,
જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.
એક નજર પડતા ચોરાય જાય હૃદય,
પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.
શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.
કેમ યાદ આવે છે કારણ વગર????
Excellent!!
યાદ કે સ્મૃતિ ઇશ્વરે માનવને આપેલી અણમોલ ભેટ છે,કોઈ યાદ આવે કારણથી અને કોઈ બસ એમજ્……
હે ઈશ્વ્રર …. ર્કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.
હે ઈશ્વ્રર….. એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.
યાદમાં અટવાય છે કારણ વગર -ઊર્મિ….ભક્તિ નિ પરાકાસ્થા….
કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.
ખરેખર્……….
સરસ ગઝલ.
સુંદર ગઝલ… આખરી બે શેર ખાસ અર્થગહન થયા છે… ખૂબ ખૂબ અભિનંદન !!!
વીજળી સાથે ચમકાય શબ્દ જરા ખૂંચ્યો…
જયશ્રીનો અને સર્વે મિત્રોનો દિલથી આભાર !
સરસ..
ઘણુ બધુ થતુ હોય છે કારણ વગર..
ટેરવે આવી ટકરાતુ જ હોય છે કારણ વગર, કારણ્ મન માં જાણ્યે અજાણ્યે એજ ચાલતુ હોય છે.
આવી સરસ ગઝલ લખાઈ ગઈ કારણ વગર
ને હ્ર્દયને હચમચાવી ગઈ કારણ વગર
અભીનન્દન ઉર્મિબેનને
મનભાવન સુન્દર રચના
સરસ મજાનિ કિવતા,
Charming!!!!!
જામ્યુ…!!!
“કારણ વગર” ખરેખર સુંદર અભિવ્યક્તિ. ઘણાએ આ સંવેદના અનુભવી હશે.
“સાજ” મેવાડા
ખુબજ ભાવ ભરી ગઝલ
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.
Wah….Navi technology ma ” terave “….
….karan vagar e mail karvani vaat…….adbhut……
ખરેખર ખુબ જ સુન્દર રચના ચ્હે….
પ્રિયતમ સાથે કારણ વગર કેટલુ બધુ થતુ હોય છે!!!!!!!!!!!!!!શ્રી ઉર્મિબેનને અભિનદન, આપનો આભાર..
“એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.” સરળ અને સુંદર ગઝલ! મઝા આવી ગઈ!