…. તો બેધડક તું મારી પાસે આવજે – ઊર્મિ

આજે ૧૮ મી સપ્ટેમ્બર, વ્હાલી ઊર્મિનો જન્મદિવસ…

તો બેના, તારા જ શબ્દોમાં આજે તને ફરીથી આમંત્રણ આપું છું –

( આ સોનેરી દરવાજો જોવા… બેધડક તું મારી પાસે આવજે 🙂 )

* * * * * * *

ગઝલ પઠન : ઊર્મિ

કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.

-‘ઊર્મિ’

છંદવિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

41 replies on “…. તો બેધડક તું મારી પાસે આવજે – ઊર્મિ”

  1. જિંદગીમાં એક વ્યક્તિ એવી હોવી જોઈએ જેને આપણે સમજી શકીએ .આ કવિતામાં પણ એવીજ વ્યક્તિ ની વાત કરવામાં આવી છે જેને આપણે પ્રેમ કરતા હોઈએ અને એ જ વ્યક્તિ આપણને પૂર્ણ રીતે સમજી શકે તો જિંદગી સ્વર્ગ સમાન બની જાય .

  2. ખુબ સરસ.
    હવે આવો ભાવ રચિને શબ્દો શણઘારવા જેવો સમય પણ કોણ ફાળવશે ?

  3. ખુબ સુન્દર રચના…શબ્દો નથિ મારિ પાસે…

  4. apke kya kehne urmi g,

    ” koi bhi koshish kabhi, nakam ho sakti nahi,
    manzile na bhi mile to fansale ghat jayenge.”

    this lines dedicated to all readers. jai shree krishna

  5. અઢારમા વરસના સોનેરી પડાવ ઉપર મે એક એવી છોકરીને ચાહી છે જેના સૌદર્ય વિશે કોઇ ક્લ્પના પણ ના કરી શકે. એ પહેલા પ્યારની પહેલી યાદોનાશારે હુ જીવી રહ્યો છુ.
    તે મારુ પ્રિય પાત્ર તુ જ છે.
    હુ તને મારા હ્દયના અંતરઆત્માથી ચાહુ છુ.

  6. #
    કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
    ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
    હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
    થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

    તમારી આ અદભુત રચના સાભળી મન તરબતર થઈ ગયું

    * જગશી ગડા – શાહ
    * વિલેપારલે – મુંબઈ

  7. #

    કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
    ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.

    હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
    થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

    -’ઊર્મિબેન તમારી આ અદભુત ર

  8. …હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
    …થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

    તું મને સમજે કે ના સમજે- એ વાતો પણ બધી ભૂલી જઈશ,
    …કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે.

    પ્રેમમાં જો કરગરું હું તો પ્રણયનો માર્ગ આ લાજે સખા,
    …માન એનું સાચવે તો બેધડક તું મારી પાસે આવજે.

    જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
    …પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

    આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
    …આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે…..

    Very Nice…

  9. જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ….મા ભગવતી આપની બધીજ મનોકામના પુરી કરે અને આપને સ્વાસ્થ્યપૂર્ણ દીર્ઘાયુ બક્ષે તેવી અભ્યર્થના….

  10. પ્રિય મિત્રો, આપ સૌનો અઢળક પ્રેમ વરસતો જોઈને હૈયું ભરાઈ આવ્યું અને ખરેખર ગદગદિત થઈ જવાયું. આશા છે કે આપ સૌનો સ્નેહ સદા સલામત રહે અને આપણે સૌ ભેગા મળીને આપણી માતૃભાષાની સેવા સદા આવી જ રીતે કરતા રહીએ.

    एहसान मेरे दिलपे तुम्हारा है दोस्तो,
    ये दिल तुम्हारे प्यारका मारा है दोस्तो…

    આપ સૌનો ખૂબ ખૂબ આભાર…

  11. આ ગીતને કોઈ જબ તુમ્હારા હ્રદય તોડ દે…તબ તુ મેરે પાસ આના સનમ ન લયમાં ગાઈ ને જોજો મજા આવશે. મેં તો કોશિશ કરી, તમે પણ કરી જુઓ.

  12. આ ઊર્મિ તો ખરેખર ઊર્મિ નો સાગર છે. બહુ સરસ રચના. જન્મદિવસની ખુબ જ શુભેચ્છા.

    પણ બેના આ કયા સાગરને બેધડક તારી પાસે આવવાનુ કહે છે? ક્યો ઊર્મિ નો સાગર આવી સરસ રચનાનો પ્રેરણા સ્ત્રોત છે?

    ક્યાંક તો સાગરમાં પ્રેમ ને વિરહનુ તોફાન ઉઠ્યુ છે, એમ જ કંઈ આ મોતીઓ અહીં નથી વેરાયા.

  13. સુંદર ગઝલ અને સરસ પઠન!
    જન્મ-દિવસના ફરી અભિનંદન!
    સુધીર પટેલ.

  14. જન્મદિવસની લાખ-લાખ શુભેચ્છાઓ…ઊર્મિ.
    અને જયશ્રીબેન તમે પણ અભિનંદનના અધિકારી તો ખરા જ,ઊર્મિના જન્મદિવસે ઊર્મિની જ બહુ સરસ રચના લઈ આવ્યા અમારા માટે -એ બદલ.

  15. કોઇ જબ તુમ્હરા હ્રદય તોડ દે..ભટક્તા તુમ્હે….

    એ ગિત નિ યાદ આવિ ગૈ….

    Happy Birthday!

  16. વાહ….સરસ
    જો ભરોસો હોય ના મુજ પ્રેમ પર તો આવતો હરગીઝ નહીં,
    પણ કદી શ્રદ્ધા ઝરે તો બેધડક તું મારી પાસે આવજે.

  17. કૈં હૃદયમાં રણઝણે તો બેધડક તું મારી પાસે આવજે,
    ને કદી જો દિલ રડે તો બેધડક તું મારી પાસે આવજે.
    ……ખુબ જ સરસ રચના….

  18. હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!

    મજા નારીવાચક છે એટલે ‘શું’ મજાને બદલે
    “શી” મજા વાપર્યું હોત તો સારું થાત.

    શો મજો પડ્યો પાર્ટીમા? મજો નરવાચક છે.

    શું કામ છે?નિરાંતે મળજો મને. ‘કામ’ નાન્યતર જાતિ છે.

    સુજ્ઞેષુ કિં બહુના?

  19. “HAPPY BIRTHDAY” URMIJI , Many happy returns of the day.Wishing u a very healthy and happy life. GOD BLESS YOU. very nice lyrics.

  20. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.
    મઝાનું પઠન
    આમ છો લાગે સભર તારું નગર વ્હાલમ, ન મળશે વાંસળી…
    આંગળી જો સળવળે તો બેધડક તું મારી પાસે આવજે.
    આ પંક્તીઓનૂ પઠનમા દુબારા બોલી પાંચવાર માણ્યુ

    જન્મદિન લખતી વખતે જન્મવર્ષ ન જણાવવાની મર્યાદા મઝાની છે અને આઈ.ડીની સાચવણીમા મદદ…

  21. ખુબ સરસ, તમારા જન્મદિને અંતરના આશીર્વાદ, ઊર્મિબેન, આવી જ રચનાઓ લઇને તમે “બેધડક” અમારી પાસે આવતાં જ રહેશો એ જ અભિલાષા. … નટુ સોલંકી (અમદાવાદ)

  22. વર્ષગાંઠ મુબારક. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના.

  23. વાહ….સરસ………
    હું તને બોલાવું ને તું આવે, એવા આગમનમાં શું મજા ?!
    થાય જો ઈચ્છા તને તો બેધડક તું મારી પાસે આવજે.

    જન્મદિન મુબારક હો….
    સીમા

  24. પ્રિય ઊર્મિબેન,

    અહીં અમેરિકામાં આજે ૧૭મી છે પણ તમને એડવાન્સમાં જ જન્મદિનની મુબારકબાદી આપી દઉં. જન્મદિન મુબારક.

    વ્હાલમને બોલાવવા માટે તમારું ગીત પણ બહુ યોગ્ય છે. વ્હાલમ ન આવતો હોય તો પણ આ ગીત વાંચીને-સાંભળીને જરૂર દોડતો દોડતો આવશે, પ્રેમથી બોલાવે છે અને નહીં જાઉં તો રખે ક્યાંક વહાલીનું મન બદલી જાય! બહુ સરસ ગીત-ગઝલ છે.

    વર્ષગાંઠ પ્રેમથી ઉજવજો.

  25. વય અને વ્યાસન્ગ(સાહિત્ય)બન્નેમા ચિરાયુ મળે તેવી શુભકામના.

  26. કોઈ ના સમજે તને તો બેધડક તું મારી પાસે આવજે

    વાહ, સરસ…..

  27. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના!ફરી વાર ઊર્મિનો અવાજ સાંભળવાની મજા પડી.

    આવું બેધડક લખ્યાં કરો અને અમને બેધડક સંભળાવ્યા કરો એવી દુઆ.

    સપના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *