ઊર્મિનું આ અછાંદસ મને પણ એટલું જ પોતીકું લાગે છે.. પપ્પાની સાઇકલ, એમના હાલરડાં, એમની આગળ પૂરી થતી કેટલીય નાની-નાની જીદ.. કેટકેટલું યાદ આવી જાય..! જાણે વર્ષોની નહીં પણ ગઇકાલની જ વાત હોય એ બધી..!
આજે Father’s Day ના દિવસે મારા બંને પપ્પાઓને અને દેશ-વિદેશમાં રહેતા બધા જ પપ્પાઓ અને એમની લાડકી દીકરીઓને આ ગીત મારા અને ઊર્મિના તરફથી..!
( જાણે કે હું, પપ્પા અને તિથલનો દરિયો…. Photo : Excellent Worth)
* * * * *
વ્હાલા પપ્પા,
યાદ તમોને
સાયકલ પેલી ?
જેના પર હું રોજ
(નોકરી પરથી આવ્યા
થાક્યા પાક્યા તોય) તમોને
આગળની એ સીટ પર જ બેસીને
આંટો એક ધરાર લેવાની
કરતી જીદ?!
ને
યાદ તમોને?
રોજ રાત્રીએ
મારી એ ભજવેલી
સ્ટોરી, બેડ-ટાઇમની ?
રોજ એક ની એક
હું ભજવું.
જેમાં રોજ રોજ તમે
બત્તી ગુલ કરો
એ પછી જ
હું થાતી
બાથરૂમ જાવાની
ને
પાણી પીવાની?!
અને
બધું એ પતે પછી યે
વારંવાર
તમારી પાસે
બત્તી ચાલુ-બંધ કરાવવા
ફરીફરીને
મારી પસંદગીના
બ્લેન્કેટ માટે
હું તમને કરતી
અવશ્ય એક ટહુકો…
તમને ય તો ખબર
કે
તમારા માટે જ હતો
મારો એ સ્પેશ્યલ લહેકો-
“પપ્પા, કટ્કો જોઈએ!”
યાદ તમોને?
પપ્પા !
એ બધ્ધું જ
હવે તો
મારા ઘરમાં
ચકરાવો લઈ
ફરી થયું છે શરુ!!
મારું સ્થાન લઈને
મારો નાનકો,
હવે તો
એ બધું યે
યાદ કરાવે મને!!
ફરી ફરીને એ જ અનુભવ…
તાજો થાતો રોજ.
પરંતુ
પાત્રો હવે બદલાયાં !
હું મારી
આ નવી ભૂમિકા
ભજવાતી જોઈ રહું,
તમારા સ્થાને ?
* * *
અને હા.. સાથે સાથે આ પહેલા ટહુકો પર મુકેલા આ ‘પપ્પા સ્પેશિયલ’ ગીત સાંભળવાનું/વાંચવાનું આમંત્રણ પણ આપી જ દઉં ને 🙂
ખુબ જ સુંદર રચના
Jayashreeben and Urmi..i have published 3 books recently..DIKARI NAAME AVASAR, DENIM, BACK PACK…all are on the relation between father and daughter and son.i will bring if i happened to visit usa…
સૌ મિત્રોનો તહેદિલથી ખૂબ ખૂબ આભાર…
પાત્રો હવે બદલાયાં !
હું મારી આ નવી ભૂમિકા ભજવાતી જોઈ રહું,
સુંદર ભાવ અને ખૂબ સરસ રચના…
કમલેશભાઇ અને હેતલ,
અમારી મમ્મીએ એકવાર એક વાત કહી’તી – એ કદાચ તમારા અને હેતલના પ્રશ્નને લાગુ પડે..!
“દિકરાઓ પણ પ્રેમ કરતા હોય છે પણ દિકરીઓ વધુ સારી રીતે પ્રેમ વય્કત કરી શકે..!”
ઉપર હેતલ ની વાત સાથે એકદમ સહમત…..
ખુબજ સરસ.દીકરી તો વહાલનો દરિયો એમ કહ્યા વગર ચાલેજ નહિ.
જીવનનુ ઋતુ ચક્ર આમ જ ચાલતુ રહેશે. પણ આમા ક્યારેય એકરસતા નથી લાગતી કારણ પાત્રો બદલાય છ્. કાવ્ય સરસ કાવ્ય.
ખુબ સરસ, પન મને એક વાત ખટ્કે છે કે બધા પપ્પાપ્રેમ ના કાવિયો દિકરિઓ તરફ થિ જ કેમ? સુ દિકરાઓ ને પપ્પા વહાલા નથિ હોતા??????
બહુ સરસ મને પન મારા પપ્પા યાદ આવિ ગયા
Recently i got published a book entitled ” DIKARI NAAME AVASAR “, in wich a father writs letters to a newly married daughter..a hand book on togetherness. Two more books will be on stand in wich a teen age son and daughter and their father communicate through letters..and discuss teens..!NO ADVISE,ONLY FRANK TALK.
અત્યંત સુંદર વાત . મારી ઢીંગલી એકદમ આ રીતે જ સુવે છે.
ઊર્મિ-સભર ગીત દરેકને પોતાનુ બાળપણ યાદ કરવી ગયુ હશે.
આજે આપણી ભૂમિકા બદલાઈ ગઈ છે પણ રમત તો ઍ ની ઍ જ !!
અભિનંદન.
સુંદર રચના…
કલ્પનાબેનની વાત સાચી છે… લગભગ આખી રચનામાં અભાનપણે પણ છંદ જળવાયો છે. થોડી કાળજી વધારે લેવામાં આવે તો આખી રચના છાંદસ બની શકે…
પપ્પા નિ યાદો નો તો દરિયો ભરાય!ને એક એક યાદ થિ આંખ ભરાય જાય! શિયાળા નિ રાત્રિ મા જ્યા સુધી પપ્પા ઓઢાડે નહિ ત્યા સુધિ ઉંઘ જ ન આવે…..જિવન નિ પાનખરે પણ હજુ લાગ્યા કરે કે વહાલ થિ કોઇ ઓઢાડી તો કેવુ ?
Miss you Daddy……
સુન્દર અછાન્દ્સ છન્દ જાણે!! રાત્રીને લમ્બાવવાની કહાણી, ઊઁઘને પાછી ઠેલવાની ટેવ બાળકોમા કેટલી દ્રઢ હોય છે! એક પણ મળેલી પ્રેમની પળને જતી ન કરવાની મનુષ્યસહજ લાગણીનો અજબ નમુનો. સુન્દર લયબદ્ધ્ રચના.
આભાર
કલ્પના લન્ડનથી
વાહ દિકરી વાહ…
મને પણ એટલું જ પોતીકું લાગે છે..
સરસ………..