હાઇકુ – ઊર્મિ

(સંધ્યા ચાલી…. Fort Bragg, CA, Nov 08)

* * * * *

(૧)
બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

(૨)
ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

(૩)
સઘળું વ્હાલ
મોકલ્યું તને, તોય
હું ભરીભરી…!

(૪)
લયમાં ઢળી
તારી યાદ- ને બની
ગઈ ગઝલ!

(૫)
પ્રેમ છે’ કહ્યા
વિના જ ચાહુ તને…
પૂરતું નથી?

(૬)
પ્રેમપંથ છો
હો વિકટ… હું બીજે
પંથ શેં જાઉં?!

(૭)
પત્રમાં સખા,
હું મને જ મોકલું…
તું વાંચીશ ને?!

(૮)
છો હોઠ તારા
બંધ સખી ! જો, નૈન
ચુગલી કરે…

(૯)
પાણીને વાગી
ઠોકર સુહાની, તો
બન્યું ઝરણું…!

(૧૦)
સાગર ખાલી,
સંધ્યા ચાલી… ને તો યે
ઉગ્યું સપનું !

16 replies on “હાઇકુ – ઊર્મિ”

  1. લયમાં ઢળી
    તારી યાદ- ને બની
    ગઈ ગઝલ!
    સુન્દર અને સરળ ..અને
    પ્રેમ છે’ કહ્યા
    વિના જ ચાહુ તને…
    પૂરતું નથી?
    વાહ ક્યા બાત હૈ..

  2. સરસ હાઈકુ..

    પ્રેમ છે’ કહ્યા
    વિના જ ચાહુ તને…
    પૂરતું નથી?

    પ્રેમનો અહેસાસ જ સઘળુ છે…

  3. Haikoo……….. there is a Vachyarta and a Vyangartha. Please show me these two features for these Haikoos.

    2. Exanmple:

    Bahrelun Gadun,
    Gayun Utari Dhal,
    Rahi Gaya Chila.

    Thanks

  4. પ્રેમ છે’ કહ્યા
    વિના જ ચાહુ તને…
    પૂરતું નથી?

    VERY NICE

    ચાહનાનો એહ્સાસ જરૂરી છે,
    બતાવ્યા વગર એહ્સાસ થાય એને જ પ્રેમ કહેવાય.

  5. અરે બેના…. ક્યા બાત હૈ !!!!!!!
    મારા આ બધા હાઈકુઓનું સંકલન કરવાનો વિચાર તો હજી મનેય ન્હોતો આવ્યો હોં ! આભાર માનવો પડશે કે?? ચાલ, એટલો ભાર રહેવા જ દે ત્યારે… 🙂

    વ્હાલા વાંચકમિત્રોનો ઘણો આભાર…!

  6. અરે! Jayshreeben, શું કે’વું તમને? હું આ જ શોધતી હતી.ઉર્મિ બેન ના hi-ku એટલે કે’વું પડે હોં! i am big fan of her hi-kus & “sakha” વાળી રચનાઓ.

  7. haiku started by shri zinbhai ratanji desai. The constitution of haiku is 5,7,5 words.Thank you

  8. પ્રેમ છે’ કહ્યા
    વિના જ ચાહુ તને…
    પૂરતું નથી?

    nice one…

  9. ચાહનાનો એહ્સાસ જરુરી છે, પ્રેમ હોય તો બતાવવો પ્ણ એટ્લો જ જરુરી છેની ચોટ્દાર રજુઆત બહુ માર્મિક અને સચોટ્…….

  10. પ્રેમ છે’ કહ્યા
    વિના જ ચાહુ તને…
    પૂરતું નથી?
    પ્રેમ ..પ્રેમ ..પ્રેમ .એક તરફ નો હોય કે બ ન્ને તરફ… ચાહવુ જ એ પુરતુ નથિ?
    સરસ…સરસ…સરસ…સરસ…

  11. સઘળા વહાલે
    હસી ,મેઘ ઉર્મી
    હાયકુ બની
    રમેશ પટેલ(આકાશદીપ)

  12. સરસ.

    સઘળું વ્હાલ
    મોકલ્યું તને, તોય
    હું ભરીભરી…!

    પાણીને વાગી
    ઠોકર સુહાની, તો
    બન્યું ઝરણું…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *