તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ – ઊર્મિ

સ્વર :  ઊર્મિ  

ભોળી ભટાક હતી ગોરસની ખાણ, કેવા કરી દીધા મુજ પર તેં જંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

વ્હેતુ’તુ વ્હાલ તારું વાંસળીનાં સૂરમાં,
ને વહેતી’તી હું ય તારી તાનનાં એ પૂરમાં.

સઘળું ભૂલીને કા’ન, ભૂલી જઈ ભાન… કેવા જપતી’તી તારા હું મંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

તડ તડ તૂટે છે પેલી કદંબની ડાળખી,
ધસમસ તૂટે છે મારી સંગે આ માટલી.

રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

ઝૂરું છું પળ પળ હું, ઝૂરે છે વાંસળી,
વિરહની વેળ અમને લાગે છે આકરી.

દવલાં કરી દવમાં છોડતાં હે શ્યામ… તારું સહેજે દુભાયુ ન અંતર?
તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

12 replies on “તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ – ઊર્મિ”

  1. Beautiful!!! Jayshree Di aa Geet koi a gayu chhey?! ke koi album maa mali shakey?!
    Radhamay thai javaay evu saras geet… 🙂

  2. ગોકુલની ગલીઓ માં શ્યામ થયો બહાવરો ,
    રાધા વિના રહેવા નહીં એને મહાવરો,
    ગોપ – ગોપી ને વિનવે ,
    પશુ – પંખી ને વિનવે ,
    કોઈક તો આપો મને રાધાનો અણસારો ,
    મટકી નહી ફોડું, કહી ગ્વાલણને રીઝવે,
    માખણ નહી ચોરું, કહી માં ને મનાવે,
    બસ કોઈ આપો મને રાધાનો અણસારો ,
    ગાયો ને મૂકી રેઢી,
    વાંસળી ને મૂકી મેડી,
    જમનાની રેતમાં રાધાના પગલાં શોધવા

  3. રાધાની વ્યથાને આબેહુબ વ્યક્ત કરી છે.

    રોળીને લાગણીનાં લીલુડાં રાન… જો ને, થઈ ગયો તું કેવો છૂમંતર !
    તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ, કેમ પડી ગયા જોજનનાં અંતર?

    અદભુત!!!!!!!!

  4. ઊર્મિ ગયા વરસે હું જાણતી ન હતી.જોકે જાણવાનો દાવો તો હ્જુ પણ નથી.તારૂ શ્યામના વિરહનુ ગીત સાંભળી મન ભરાયું. એટલે આ પ્રતિ ભાવ લખુ છું.ખૂબ સરસ.
    સપના

  5. જન્મદિનનની અનેક શુભેચ્છાઓ
    ઊર્મિનો સાગરની વર્ષગાંઠે મૂકેલું ગીત પઠનમાંથી સ્વરમાં મૂક્યું હશે માની ક્લીક કર્યું…
    આવી સરસ રાધાની વેદનાનું મધુરું ગીત હવે સ્વરમાં મૂકશો

  6. વ્હાલી ઊર્મિ,

    તારી વર્ષગાંઠના દિવસે તારી સખીએ તારું ગીત ટહુકો પર મૂક્યું છે… જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

    વિવેક- વૈશાલી- સ્વયમ્

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *