Category Archives: ટહુકો

ટાઢું ટબુકલું (બાળવાર્તા)

સૌ પ્રથમ તો સૌ બાળમિત્રોને (અને આપણા બધાની અંદરના બાળકને પણ 🙂 ) બાળદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..

અને આજે – for a change – એક બાળવાર્તા સાંભળીએ. આ વાર્તા મારા માટે એકદમ ખાસ છે, કારણ કે નાનપણમાં પપ્પા પાસે આ વાર્તા કેટલીયે વાર સાંભળી છે. (આ મારી one of the favourite વાર્તા હતી, બરાબર ને પપ્પા?). અને કેટલાય વર્ષો સુધી શિયાળામાં ઠંડી લાગે ત્યારે ટાઢું ટબુકલું ને યાદ કરતી.. આમ તો પપ્પાની વાર્તા થોડી અલગ હતી.. પણ ડોશીને ઠંડી લાગે અને એ બોલે કે ‘એ.. ટાઢું ટબુકલું આવ્યું…’ અને સિંહ ઉભ્ભી પૂંછડીએ ભાગ્યો… ત્યારે હું જે visualise કરતી, એ વિચારીને આજે પણ એટલી જ મઝા પડે છે..!

તો, વાર્તા કેવી લાગી?

પતવારને સલામ – શૂન્ય પાલનપુરી

સંગીત ઃ ??
સ્વર ઃ મન્ના ડે (?)

.

પતવારને સલામ, સિતારાને રામ-રામ
મઝધાર જઇ રહ્યો છું કિનારાને રામ-રામ

ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં
નૌકાને તારનાર ઇજારાને રામ-રામ

દિલને દઝાડતો રહ્યો ભડકી શક્યો નહીં
નિર્માલ્ય એવા પ્રેમ તિખારાને રામ-રામ

દીધો છે સાદ શૂન્ય ગહન ____ મને
કાઠેં ટહેલવાના ધખારાને રામ-રામ

– શૂન્ય પાલનપુરી

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..

આમ તો 1-2 દિવસ મોડુ થઇ ગયું, પણ તુલસી-વિવાહ પ્રસંગે આ સુંદર ધૂન સાંભળીયે…

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : દીપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

.

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

સૂરજ વિનાનું સાવ ગામ – રમેશ પારેખ

આ પહેલા ફક્ત શબ્દો સાથે આવેલું આ રમેશ પારેખનું ગીત આજે સ્વર – સંગીત સાથે ફરી એકવાર…

સ્વર : પ્રીતિ ગજ્જર
સંગીત : ડો. ભરત પટેલ

.

શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

એવાં અણરૂપ અમે કેવાં લાગ્યાં કે
કોઇ લીલા રણવાસ આમ વીસરે
તકતે જોઉં ત્યાં આંખ આડે ઘેરાઇ જતી
ભીની તરબોળ ભીંત નીતરે

મારી હથેળીયુંની મેંદી ચીંધીને કોઇ કહેતું’તું – જાળવશું આમ
ઝાંખુંપાંખું ય હવે સૂતાં કે જાગતાં સૂઝે નહીં શમણું કે કામ

સળકે ચોપાસ ઠેઠ અંધારી લૂ
ને મારી ભાતીગળ ઓઢણી ચિરાતી
લીલું એકાદ પાન ઠેસમાં ચડે છે
ત્યારે રૂ-શી પીંજાઇ જતી છાતી

તડકા રે હોય તો તો છાંયડા વિનાના કહી દુ:ખને અપાય કાંક નામ
શમણાં આવે ને તો યે કાળાંડિબાણ એવું સૂરજ વિનાનું સાવ ગામ.

આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું છે…

આવતી કાલે, ૭ નવેમ્બરે, સવારે ૯થી બપોરે ૧૨ સુધી એમના અંતિમ દર્શન કરવાનું સ્થળ:
Dar Ul Islah, 320 Fabry Terrace, Teaneck, NJ 07666. (વધુ માહિતી એમની વેબસાઈટ પર)

પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાથના સાથે એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..

“ગુજરાતી ગઝલને કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું યુગ પ્રવર્તક કાર્ય આદિલ મન્સૂરીએ કર્યું છે. પરિણામે ગઝલ અને કવિતા વચ્ચેની કૃત્રિમ ભેદરેખા નાબુદ થઇ ગઇ. ગઝલની મુખ્ય સંકલ્પના એમણે બદલી. આધુનિક ગઝલના ગાળાને ‘આદિલ યુગ’ કહી શકાય એટલું માતબર, એટલું પુરોગામી, એટલું દુરગામી આદિલ મન્સૂરીનું પ્રદાન છે.”
– નંદિની ત્રિવેદી (મુંબઇ સમાચાર – ૭ ઓગસ્ટ, ૨૦૦૪)

એમણે એક શેરમાં કહ્યું છે –

જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.

અને આ શેર –

ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા
ખૂશ્બુથી કિંતુ આપનો પાલવ ભરી ગયા.

બીજું તો શું કહું કંઇ સમજાતું નથી, એમણે જે ગઝલોથી ગુજરાતીઓનો પાલવ ભર્યો છે, એની એક ઝલકમાત્ર ગઝલો સાંભળી એમને શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.

આ એમના જ શબ્દો એમને કહેવાનું મન થાય આજે –

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.



માનવ ના થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો
જે કંઇ બની ગયો બરાબર બની ગયો


જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.


શૂન્યતામાં પાનખર ફરતી રહી,
ને પાંદડીઓ આભથી ખરતી રહી.


આ બધા લાચાર અહીં જોતાં રહ્યાં,
હાથમાંથી જિંદગી સરકી રહી.

Somebody’s Darling – Marie Ravenal de la Coste

સેનેટર ઓબામા(D) ને ખૂબ ખૂબ અભિનંદન, વિશ્વની સૌથી મોટી પ્રમુખગત લોકશાહી(અમેરિકા) ના પ્રમુખ થવા બદલ.. પણ શું તમને ખબર છે કે, આ ચૂંટણીમાં પ્રમુખ પદ ના બે પ્રબળ દાવેદાર, સેનેટર ઓબામા(D) અને સેનેટર મૅક્કેઇન(R) માંથી, સેનેટર મૅક્કેઇન(R) એ વિયેટનામ નાં શીતયુધ્ધ(1959-1975) માં એક યોધ્ધા તરીકે ભાગ લીધો હતો ?

ચલો આજે એક એવા જ ઇતિહાસ ના એક યુધ્ધ નાં શૌર્યગીત વિષે વાત કરીએ. લગભગ દોઢ દાયકા પહેલા અમેરિકન ઇતિહાસમાં ખેલાયેલ, Civil Wars ની..

વળી, આ પહેલા ટહુકા પર અંગ્રેજી ગીતની એકમાત્ર પોસ્ટ આવી હતી.. https://tahuko.com/?p=414

એમાં એક નો વધારો !! આજે એક બહુ જ Rare ઑરિજિનલ ગીત – 1864 માં Elizabeth Knight & The Harvesters દ્વારા રેકોર્ડ થયેલ Album “Songs of the Civil War (1864)”, written by “Marie Ravenal de la Coste (1845-1936)” , Music by “John Hill Hewitt (1801-1890)” એવું – “કોઇનો લાડકવાયો” (ઝવેરચંદ મેઘાણી) નું ઓરિજિનલ ગીત Somebody’s Darling એનાં શબ્દો સાથે…

કદાચ, ટહુકાનાં વાચકો ને મૂળ ગીત, એ પણ દોઢ સદી પહેલાં રેકોર્ડ થયેલું, સાંભળવું ગમશે..એ પણ એકદમ, સરસ સ્વર અને સંગીત સાથે. (એના માટે આભાર માનવો રહ્યો આજની Technology નો, કે ગ્રામોફોન પર રેકોર્ડ થયેલા મૂળ ગીત થી MP3 સુધીનાં પરિવર્તન દરમિયાન, સ્વર અને સંગીત ની ગુણવત્તા અકબંધ રહી છે.)

Written by Marie Ravenal de la Coste (1845-1936)
Music by John Hill Hewitt (1801-1890)


Into the ward of the clean white-washed halls,
Where the dead slept and the dying lay;
Wounded by bayonets, sabres and balls,
Somebody’s darling was borne one day.

Somebody’s darling so young and so brave,
Wearing still on his sweet yet pale face
Soon to be hid in the dust of the grave,
The lingering light of his boyhood’s grace.

Somebody’s darling, somebody’s pride,
Who’ll tell his Mother where her boy died?

Matted and damp are his tresses of gold,
Kissing the snow of that fair young brow;
Pale are the lips of most delicate mould,
Somebody’s darling is dying now.

Back from his beautiful purple-veined brow,
Brush off the wandering waves of gold;
Cross his white hands on his broad bosom now,
Somebody’s darling is still and cold.

Give him a kiss, but for somebody’s sake,
Murmur a prayer for him, soft and low,
One little curl from his golden mates take,
Somebody’s they were once, you know,

Somebody’s warm hand has oft rested there,
Was it a Mother’s so soft and white?
Or have the lips of a sister, so fair,
Ever been bathed in their waves of light?

Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her breast;
Yet there he lies with his blue eyes so dim,
And purple, child-like lips half apart.

Tenderly bury the fair, unknown dead,
Pausing to drop on this grave a tear;
Carve on the wooden slab over his head,
“Somebody’s darling is slumbering here.”

– Marie Ravenal de la Coste (1845-1936)

જલારામ ધૂન

સૌને અમારા તરફથી જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!!

દાદા હો દીકરી….

સ્વર : સંગીત : કવિ : ????

(Photo by : Coolkarni)

.

દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ
વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ
પાછલે રે પરોઢીએ પાણી મોકલે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઓશીકે ઈંઢોણી વહુ, ઓશીકે ઈંઢોણી વહુ, પાંગતે સીંચણિયું રે સૈ
સામી તે ઓરડીએ, વહુ તારું બેડલું રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઘડો બુડે નહિ, ઘડો બુડે નહિ, મારું સીંચણિયું નવ પૂગે રે સૈ
ઊગીને આથમિયો દિ કૂવા કાંઠડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

ઊડતા પંખીડા વીરા, ઊડતા પંખીડા વીરા, સંદેશો લઈ જાજો રે સૈ
દાદાને કહેજો કે દીકરી કૂવે પડે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કહેજો દાદાને રે , કહેજો દાદાને રે , મારી માડીને નવ કહેજો રે સૈ
મારી માડી બિચારી આંશુ સારશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

કૂવે ન પડજો દીકરી, કૂવે ન પડજો દીકરી, તળાવે નવ પડજો રે સૈ
અંજવાળી તે આઠમનાં આણાં આવશે રે, સૈયો કે હમચી, સૈયોં કે હમચી
દાદા હો દીકરી, દાદા હો દીકરી

એકબીજા પાસે જઇને બેસવું – ભરત વિંઝુડા

સ્વર : પ્રીતિ ગજ્જર

સંગીત : ડો. ભરત પટેલ

.

એકબીજા પાસે જઇને બેસવું
કંઈ ખબર પડતી નથી કે ક્યાં જવું

હું કહું છું તે મને સમજાય છે
બહુ કઠિન છે અન્યને સમજાવવું

પંખીઓને ઊડતાં જોયા પછી
મનને આવડતું ગયું છે ઊડવું

એ ક્ષણે સળગી ગયો’તો હુંય પણ
છે ખબરમાં ખાલી તારું દાઝવું

એક દિ’ અખબાર કોરું આવશે
એક દિવસ થઇ જશે કંઈ ના થવું

—————
આ ગઝલનો છેલ્લો શેર વાંચી મને મુકુલભાઇનો આ શેર ચોક્કસ યાદ આવે ઃ

આજ કંઇ પણ નવું ન બન્યું
એ જ મોટા સમાચાર છે

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

Continue reading →