ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..

આમ તો 1-2 દિવસ મોડુ થઇ ગયું, પણ તુલસી-વિવાહ પ્રસંગે આ સુંદર ધૂન સાંભળીયે…

સંગીત : જગદીપ અંજારિયા
સ્વર : દીપક અંજારિયા, પરાગ અંજારિયા, પ્રાર્થના રાવલ, અસ્મિતા ઓઝા

.

ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ,
ક્યાં રે વસે છે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

વનમાં વસે તુલસી મંદિરમાં વસે રામ,
રુદિયામાં વસે મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે ન્હાયા તુલસી ને ક્યાં રે ન્હાયા રામ,
ક્યાં રે નવરાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ગંગામાં ન્હાયા તુલસી, ગોદાવરી ન્હારા રામ,
યમુનાજી નવરાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

શું રે જમે તુલસી ને શું રે જમે રામ,
શું રે ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

દહીં રે તુલસી ને દૂધ પીએ રામ,
માખણીયા ખવડાવું મારા શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ક્યાં રે પોઢે તુલસી ને ક્યાં રે પોઢે રામ,
ક્યાં રે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

ઘાટે પોઢે તુલસીને હાટે પોઢે રામ
હિંડોળે સૂવડાવું મારો શ્રી ભગવાન
બોલો હરિજન… કૃષ્ણનું નામ..

11 replies on “ક્યાં રે વસે તુલસી ને ક્યાં રે વસે રામ..”

  1. સરસ ભક્તિમય ભજન સાભલેી મન પ્રભુલ્લિત થઈ ગયુ.
    સૌ ગાયક્ને અભિનન્દન્. આભાર જયશ્રેીબેન્.જય શ્રેી ક્રિશ્ન.

  2. આ ભજન પહેલા મે નરસિહ મેહતા ના ભજન સગ્રહ મા સાભરેલુ છે.

    સુન્દર ભજન છે.

  3. ખૂબ જ સરસ…..
    સવારે સાંભળીને મન પ્રસન્ન થઈ ગયું…
    આભાર જયશ્રીબેન…
    સીમા

  4. Jai Haatkesh… tamari rachana THUKO par saambhalva mali, e mara maate Sukhad aanchko rahyo… khub saras… have niyamit malta rahishu… 🙂

  5. I was just thinking about Jagdeep, Dipak, Parag just yesterday and got to listen to them today after MANY years. Some devine message here I think. I am very glad they kept up the music and would like to hear more of them and more from them.

  6. છોટે છોટે શિવજી,છોટે છોટે રામ,છોટો સો મેરો મદન ગોપાલ …..

    I heard this in kutchh by nano dero(devraj gadhvi)
    famous dayra kalakar of kutchh..he sings kutchhi bhajan very well….jai mataji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *