પપ્પાની જુની કેસેટોમાં સાંભળેલા આમ તો બધા જ ગીતો ફેવરિટ છે… પણ આ ગીત તો એમાં અમને બધ્ધાને ખૂબ જ ગમતું. (બરાબર ને ભાઇ? 🙂 )
Happy Birthday Pappa..!!
સ્વર ?
સંગીત ?
કવિ ?
.
હું જામનગરમાં જન્મેલો, ઉપલેટામાં ઉછરેલો,
ભાગનગરમાં ભણેલો, રાજકોટમાં રખડેલો
તું લાગે છે તો સુધરેલો, મોટા ઘરથી તગડેલો,
ઉપર ઉપર ભોળો ભોળો, અંદર અંદર બગડેલો
યાદ છે આ ગીત? ત્રણ વર્ષ પહેલા ટહુકો પર મુકેલું ત્યારે જ કહ્યું’તું ને કે આનું સ્વરાંકન થયું હોવું જ જોઇએ.. આવું મઝાનું ગીત સ્વરકારોની નજરોથી બચીને રહી જાય એમ બને?
લ્યો ત્યારે… આજે લઇ આવી તમારા માટે આ મઝાના ગીતનું એટલું જ મઝાનું સ્વરાંકન… અને એ પણ સ્વરકાર શ્રી પરેશ ભટ્ટના પોતાના અવાજમાં.!! ગીત સાંભળીને તમારો છેલ ના યાદ આવે (ભલે ને બાજુના રૂમમાં બેઠો હોય કે ઓફિસે ગયો હોય કે બહારગામ…) તો કહેજો.!!
સ્વર – સંગીત : પરેશ ભટ્ટ
.
————-
Posted October 7, 2007.
લજ્જાળા છેલને અહીં નાયિકા કેવું ખુલ્લેઆમ કહે છે કે આંકડિયા ભીડી લે, ભલે ને કોઇ ભાળે… આ મઝાનું ગીત કોઇએ સ્વરબધ્ધ કર્યું છે? કર્યું જ હોવું જોઇએ… વાંચતા વાંચતા જ ગવાઇ જાય એવો મઝાનો લય છે..!
માંડ રે મળી છે અલ્યા, ઉજ્જડ આ સીમ
આમ અળગો અળગો તે શીદ ચાલે,
આંકડિયા ભીડી લે લજ્જાળા છેલ !
ભલે એકલદોકલ કોક ભાળે…
મૈયરનો મારગડો મેલી દીધો છે હવે
મોકળું મૂકીને મન ફરીએ,
આંખનો હિલોળે ઝૂલી લઇએ વ્હાલમ,
થોડું નેહના નવાણ મહીં તરીએ;
વર્ષોથી સાંભળેલું આ ગીત.. હજુ પણ એટલું જ વ્હાલું લાગે..! મને લાગે છે કે પપ્પાની કેસેટમાં જે રેકોર્ડિંગ સાંભળ્યું હતું એ થોડું અલગ હતું – પણ હમણા તો જે મળ્યું એ જ તમારી સાથે વહેંચી લઉં. જન્માષ્ટમી હજુ હમણા જ તો ગઇ, એટલે કાનુડાને યાદ કરવાનો વધુ એક મોકો લઇ લઇએ..!!
સ્વર : ??
સંગીત : ??
(સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના…)
મારે તે ગામડે એકવાર આવજો,
હે આવો ત્યારે મને સંદેશો કહાવજો
મારે તે ગામડે એકવાર આવજો
મારા માખણીયા મીઠાં મીઠાં ચાખજો,
મારે તે ગામડે એકવાર આવજો
મીઠાં માખણથી ભરી મટકી મારી આજ
મનમોહન આવો તમે માખણ ખાવા કાજ
સૂનાં સૂનાં છે ગામ રાધાના શ્યામ વિના
સૂનું સૂનું છે ગામ આજે ઘનશ્યામ વિના
ગઇકાલે ૪થી સપ્ટેમ્બર – મારા જન્મદિવસે શુભેચ્છાઓ પાઠવનાર દરેક મિત્રોનો હ્રદયપૂર્વક.. ટહુકાપૂર્વક આભાર..! અને હા ગઇકાલે જ ગઝલકાર શ્રી ડૉ. મહેશ રાવલનો પણ જન્મદિવસ હતો.. તો એમને એક દિવસ મોડી.. પણ જરાય મોળી નહીં એવી જન્મદિવસની ખૂબકામનાઓ સાથે માણીએ એમની આ ગઝલ… એમના જ અવાજમાં, અને એ પણ તરન્નુમ સાથે..!! 🙂