સૌ મિત્રોને મારા તરફથી સવંત્સરી અને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… અને સૌને મારા મિચ્છામીદુક્કડમ.! 🙂
મંત્ર જ્યાં એ બોલે છે મિચ્છામી દુક્કડમ્
રસ્તાં નવાં ખોલે છે મિચ્છામી દુક્કડમ્
વાણીથી કરવતની ધારે કાપે પછી
હસ્તા હસ્તા બોલે છે મિચ્છામી દુક્કડમ્
ક્ષમાનો સૂરજ સંબધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્
એક પલ્લામાં પથ્થર રાખીને માણસ
ફૂલોના ઢગ તોલે છે મિચ્છામી દુક્કડમ્
જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્
રાઇનો પર્વત થૈ ખીણોમાં પડઘાય છે
પર્વત શાને બોલે છે ? મિચ્છામી દુક્કડમ્
ઝીણા ઝરમર વરસે નેવાં આજે વ્હાલાં
અવસર આવી ડોલે છે મિચ્છામી દુક્કડમ્
– અમિત ત્રિવેદી
છંદમાં હોવું એ ગઝલ હોવા માટેની ઘણી શરતોમાંની કદાચ સૌથી મૂળભૂત શરત છે. આવા આશયના ઇશારા મેં અને બીજા મિત્રોએ, આ પહેલાં પણ અમીતભાઇને કરેલાં છે. ઇશારાથી કામ થયું નહીં એટલે આ સીધી અને સ્પષ્ટ વાત. ગઝલ અત્યારે જે રીતે ખેડવામાં આવી રહી છે એનાથી એ આખો કાવ્ય-પ્રકાર બદનામ થઇ રહ્યો છે. આમ થતું અટકાવવું એ આપણી સૌની, અને ખાસ કરીને કવિઓની સહિયારી જવાબદારી છે. અમીતભાઇ એ દિશામાં પ્રયત્ન કરશે એવી આશા રાખું છું.
ઘણી વાર સાચી પણ અપ્રિય વાત કમને કહેવી પડે એવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે – ‘મિચ્છામી દુક્કડમ’.
અઘરો રદિફ!સુન્દર અભિવ્યક્તિ..વિશ્વની પ્રથમ જૈન ગઝલ?!
અભિનન્દન અમિતભાઈ નવતર પ્રયોગ માટે!
કલ્પક
ટોરોન્ટો
જાણતા અજાણતા,કંઇ પણ અવીનય અવીવેક થયો હોય તો તે બદલ્,
મન વચન અને કય ન ત્રીવીધ યોગ વડે ક્ષમા માંન્ગુ છુ.
મીછામીદુક્કડમ્.
ટીમ ટહુકો ની ટીમ નો પણ ખુબ ખુબ આભાર.
અભિનન્દન, અમીતભાઈ,
સરસ અને સુન્દર રચના છે.
ખુબ સરસ.
હું પણ આજે સૌને મારાં મીચ્છામી દુક્કડમ કહી દઊં છું.ખાસ તો કવિમિત્રોને અને વાચકોને.
સર્વેને મિચ્છામી દુક્કડમ્
સૌને મિચ્છામી દુક્કડમ્! અમિતભાઈની સુંદર ગઝલ ફરી અહીં માણવી ગમી!
સુધીર પટેલ.
જે અંદરથી ઘૂં ટાયો છે એને ખોલો
અવસર આવી બોલે છે મિચ્છામી દુક્કડમ્
મિચ્છામી દુક્કડમ્…… લલિતકુમાર મારુ
ક્ષમાનો સૂરજ સંબધની ક્ષિતજે ઊગી
બંધ બારી ખોલે છે મિચ્છામી દુક્કડમ્
મિચ્છામી દુક્કડમ્ …..પરેશ્