વાળી લીધું મન – જયંત પાઠક

હજુ થોડા મહિનાઓ – એપ્રિલ ૨૦૧૦ માં જ ટહુકો પર માણેલી આ કવિતા – આજે ફરી એકવાર, એક સૂરીલા સ્વર અને મઝાના સ્વરાંકન સાથે..!!

સ્વર : દિપાલી સોમૈયા
સ્વરાંકન : શ્યામલ – સૌમિલ મુન્શી

પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !

પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !

એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.

– જયંત પાઠક

અહીં કવિ ભલે કહે કે નિરાંત…. પણ એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..? વાતનો સરસ અંત તો બધાને લાવવો હોય, પણ કવિ સંજુ વાળા કહે છે ને –

આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત

અને કવિ પણ પોતાની વાતના અંતને ભલે ‘સરસ અંત’ કહેતા હોય – કવિતામાં કવિ જણાવી જ દે છે કે એ સરસ અંત એટલે શું? કવિના આકાશને હજીયે ઉઘાડ નથી.. રહ્યું સહ્યું જળ હજુ ગળ્યા કરે જ છે છતમાંથી..!! સાથે કવિ રમેશ પારેખ પણ યાદ આવે –

તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.

31 replies on “વાળી લીધું મન – જયંત પાઠક”

  1. ખરેખર, પ્રિય પાત્રના વિરહમાં ઉજાગરાનો દીવો અખંડ જ્યોતની માફક બળ્યા જ કરે છે!

    દિલના ઉંડાણમા પડેલો પ્રેમ ફક્ત કહેવાથી છોડી શકાતો નથી.

    ખુબ સુમધુર રચના વારંવાર સાંભળવી ગમે તેવી મધુર ગાયકી

    તારા ગયાં પછી ન બન્યું કંઈ નવું અહીં,
    અધઊઘડી બે છીપથી મોતી ઝરી ગયાં ! રાજેન્દ્ર શુક્લ

    “દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
    આપણી વચાળે જરી પ્રેમ છે ? હરીન્દ્ર દવે

    બહુ ગમતું સરસ ગીત

  2. “સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
    ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન”

    કાચ અને કચકડા જેવા કાચા સબંધો?
    વારે વારે તૂટે ને વારે વારે ગાંઠો.
    સિનેમાનો અંધાર્યો સથવારો અને
    હોટલના ખોપચામાં ચા અને નાસ્તો.
    સવાર-સાંજ ઈ- મેલ, સેલ-ફોન પર હલો-હાય .
    જાતને તે છેતરીને કેમ કરી કોઇથી
    બરછટ-રેશમી, અતૂટ તાણો-વાણો વણાય?

  3. કવિતાનુ અનુરણન હ્ર્દયમાં સતત ગૂંજતુ રહે તેવું ઉત્તમ કાવ્ય.

  4. પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
    વાતનો સરસ કેવો આવી ગયો અંત !
    કહેવુ સાચુ પણ ઉતારવુ મુશકેલ
    વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
    રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
    કેટલુ સાચુ ?

  5. સરસ રચના,
    ઘણુ બધુ કહેવાઈ ગયુ,
    હવે કંઈ કહેવાનુ બાકી રહેતુ નથી,પણ
    મન ને ખુબ ગમી આ કવીતા,
    બધાને જ આ લાગુ પડે છે.

  6. હિના……….
    તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
    કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
    સલિલ………..

  7. દિલના ઉંડાણમા પડેલો પ્રેમ ફક્ત કહેવાથી છોડી શકતો નથી.
    વિરહની વેદનાને કવિશ્રી સુંદર રીતે વ્યક્ત કરે છે જાણે બધુ હમણાં ભૂલાઇ જશે !
    બાકી તો પ્રેમમા પડેલા કહી શકે મન ક્યારે વળી શકે છે.
    તે છાનોમાનો આવી પાકા તારે બાંધી શકે તેવી આશંકા હજુ પણ છે !!
    સુંદર રચના.

  8. મનને વાળી શકાય??????કેવીરીતે?????કવિશ્રી જ આપણને જવાબ આપી શકે…… ઍમ વિચારી આપણે પણ મન વાળવુ જ રહયુ……

  9. Kavini paheli be pankti ni Vaat ne Samile saras sabdo ma raju kari chhe.Prem kar na raj prem ne todta hoi chhe and aa sadi o thi chalti vaat chhe…

  10. બિલ્કુલ ચલો અજનબિ બન જયે હુમ જ…બિજુ કૈ નહિ….

  11. આતો બધિ કહેવાનિ વાત છે……બાકિ પ્રેમ મા પડેલા ઘાવ આમ સાવ જલ્દિ રુઝાતા નથિ….એનિ જ્વાલા એટલિ ઘાતક છે કે ગમે તેટ્લા આસ્વાશનો ઓગળિ ને રેલાય જાય છે.

  12. પ્રેમ કરો તો ખબર પડ કે મન પાછુ વાળી શકાય છે કે કેમ? પણ ભાવનાઓથી ભારોભાર છલકતા પ્રેમીઓને પથ્‍થર દિલ થઇ …. પ્રેમિકાની પરવા ન કરીને પાછા ફરતા જોયા છે ? હોય છે આવા લોકો પણ અને જે સૌથી વધારે પ્રેમ છે એવુ પ્રસ્‍થાપિત કરનાર જ લોકો ભાગેડુ હોય છે.એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..??????
    હા કદાચ એ લોકોને જરુર મળી છે.

  13. વખાણવા શબ્દો ન જડે એવી સુઁદર રચના.લો મન વાળી લીધુઁ કહીને જ મનની છતમાઁથી સતત ગળતો પ્રેમ અને પ્રેમની યાદ ખરે જ આઁખ ભીની ક્રરી દે છે.

    સાવ અટપટુ ગણિત છે સબઁધોનુ,સમજી ના શક્યા,
    સઁવેદનોના સરવાળા કર્યા કે જવાબો વેદના નીક્ળ્યા.
    પગલાની છાપો ભૂસી મારગે શમણાનો કાફ્લો-વધી
    ગયો કે આગળ કોઈ વળાઁકે મળી જાય જિઁદગી…………….
    જયશ્રીબેનને આ રચના પસઁદ કરવા બદલ ધન્યવાદ.

  14. એકવાર મન વાળી લીધાં પછી પણ કંઈ એટલી આસાનીથી કોઇને નિરાંત મળી છે..??????

  15. ashkya to kashu j nathi, pan ek taraf valela man ne em biji taraf vaali levu, virakta thai javun, aghrun chhe.

  16. tumhe kaise bhula sakta hoon, kaise dil se
    mita sakta hoon meri saanson ka hissa ho tum meri kahani mera kissa ho tum ….

  17. પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
    હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન
    It’s not possible.
    પ્રેમ કરો તો ખબર પડે.

  18. પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
    હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

    સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
    ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન
    રંગ રંગી, પ્હેરી લીધું ચીતર્ નિ:સંગ
    ગલી ભણી નહીં, હવે ઉલટો જ પંથ !
    સાધકની શરુઆતની અવસ્થા આવી જ રહે-
    અહીં મનને મોડ આપ્યો છે તેને માર્યું નથી.
    તેથી સાધકની સફળતા મેળવવાની શક્યતા વધુ છે
    વિકારોથી વીંટળાયેલો, વાસનાઓથી ઘેરાયેલો, કામાસક્ત, મોહગ્રસ્ત માનવ કદી એવી અવસ્થા પર પહોંચી શકશે જ્યારે એને વિકારો થાય જ નહીં,
    વાસનાઓ સતાવે જ નહીં, કામાસક્તિ ઘેરે જ નહીં ? અવશ્ય પહોંચી શકશે.
    “વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
    રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.”
    આ માટે માત્ર એણે અનવરત પુરૂષાર્થ કરવો જોઈએ.
    એનું જીવન જ આદર્શ માનવ બનીને પ્રભુસ્વરૂપ થવા,
    ભગવંત બનવા માટે છે.
    એને માટે કશું જ અશક્ય નથી.

  19. વિવેક્ની જેમ મને પણ અનાયાસે ‘ચલો એક બાર ફીરસે’ ગીતની યાદ આવી ગઈ આ કાવ્ય વાંચીને. પ્રણયના અનુભવોની જટીલતા અને ઋજુતાની અતિ સુંદર અભિવ્યક્તી.

  20. કવિ મન વાળવાની વાત કરે છે,But how is it possible?
    કવિને ખબર છે કે એ કેટલી અઘરી વાત છે..માટે તો લખે છે કે….

    એકમેકને અજાણ એમ ધારે ધારે
    ફરવું સંભાળી, મળવું ન મઝધારે ;
    રખે પેલો પ્રેમ પાછો આવી છાનેમાનો
    બાંધી લિયે આપણને પાકા કોઇ તારે.

  21. એમ કહી દેવાથી મન થોડું પાછુ વળી જાય છે. પણ કવિની આ સ્થિતિને સહજ રીતે કહેવાની રીત અદભુત છે.

    પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
    વાતનો સરસ કેવો આવી ગયો અંત !

    પરંતુ હકીકત એ હોય છે ખરી????? આ કહેનાર છે પુછવાનું મન થાય છે કે,…………….

    જો તારે અને મારે હવે કોઇ સગપણ નથી,
    મનને પૂછો હજુ પણ કોઇ વળગણ નથી ?
    ઢીંગલા ઢીગલીની આ કોઇ રમત તો નથી
    સહજ કહીગયા તમે?કોઇ અવઢવ પણ નથી?

    સુંદર રચના મઝા આવી. આભાર ….

  22. પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
    વાતનો સરસ કેવો આવી ગયો અંત !

    આમ મન ને વાળી લઇને વાત અંત લાવવાની સાવ સહજતાથી કહેવાની શૈલી ગમી …. પણ ખરેખર મને વાળી લેવાથી વળે છે ? પાછુ વાળી ને ના જોવાની એક માત્ર ક્રિયાથી આ અંત લાવવાની ચેષ્ટાને પંપાળી લીધી છે.

    તારે અને મારે હવે કોઇ સગપણ નથી,
    મનને પૂછો હજુ પણ કોઇ વળગણ નથી ?
    ઢીંગલા ઢીગલીની આ કોઇ રમત તો નથી
    સહજ કહીગયા તમે?કોઇ અવઢવ પણ નથી?

    પ્રિય પાત્રની ખુશી ખાતર આદરેલ આ એક તંત છે.સરસ અદભુત

  23. Nice Jayshree the poetry is….
    It cud hv been much better if it is posted alongwith TRACK..
    Anyways,
    Regards
    Rajesh Vyas
    Chennai

  24. પ્રિય, લો મેં તમારાથી વાળી લીધું મન
    હવે તો નિરાંત ? નહિ વિરહ નહિ મિલન

    આ કાવ્ય નિ ખુબ જ સરસ રજુઆત કરિ સે

  25. વાહ, યાર! સુંદર કવિતા…

    સાહિર લુધિયાનવીનું ‘ચલો ઇક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનોં’ યાદ આવી ગયું…

  26. “વરસી વરસી પ્રિય વેરાયું વાદળ
    રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.”

    ખુબ જ સરસ છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *