સંગીત : ડો. ભરત પટેલ
.
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત
કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત
જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઇ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંજ
છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
સરસ ખુબ ગમ્યુ
@ Bharat Patel : one of the best composition as i liked most.
@ Sanju Vala : I don’t know much about poetry but i liked thing one very much from your collection papa.
Bahu saras rachana chhe. kavi shri sanju vala ni navi kavitao pan muko.
[…] આપણી આ વારતાને આદી ના અંત સંકેલો તેમથી કે આમથી ઉકેલો પણ લંબાતા એકએક તંત […]
સરસ…
આપણી “વાર્તા” કેમ વિસારાય?????????
જીવનનુ પણ એમ જ છે
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
ખરેખર ખુબ જ સરસ સરસ મજાનુ ગીત
સુંદર ગીત અને સરસ સ્વરબધ્ધ રજૂઆત!
સુધીર પટેલ.
આપણી આ વારતાને આદી ના અંત.. સુંદર ગીત..સાંભળવાની ભઈ અમને તો મજા પડી ગઈ..