પધારો વસંતો… આ આંગણ સજાવો..!! – કમલેશ સોનાવાલા

સ્વર : રૂપકુમાર રાઠોડ, સોનાલી વાજપાઇ

.

વીતી ગયો છે દિન બધો,
છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ,
હજી એક રાત બાકી છે.

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની, ગુલોથી વધાવો….
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો
જો બદલાય મૌસમ ન બદલો અદાઓ
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો, ન એને ભુલાવો
રસીલી તમારી રિસાઇ, મનાવો…
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હનિયા આ ડેલામાં આવો
ભરી સેંથી સિંદૂર દીવો તો જગાવો
પધારો વસંતો… આ આંગણ સજાવો..!!

– કમલેશ સોનાવાલા

9 replies on “પધારો વસંતો… આ આંગણ સજાવો..!! – કમલેશ સોનાવાલા”

  1. આ ગીત રૂપકુમાર અને સોનાલી નહીં પણ સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયું છે. અહીં કરેલ પ્રસ્તુતિમાં પણ એમનો જ સ્વર છે.

  2. I love u n heartly hatts off u Adil uncle..!!!! Its u only who can describe some one in such live n lovely way ..!!!! was my wish to meet u once in lyf but remain pending forever.. 🙁 !!!!

  3. જિવન વસન્ત આવે,બહાર આવે.સજ્રક અને સાજન આવે.બધુ જ પાવે.

  4. રૂપકુમાર અને સોનાલીનો સ્વરમાં કમલેશનું ગીત વસંતના વધામણા કરાવી ગયું-અમે તો સુંદર ગીતો માણીએ એ દિવસ ખાસ દિવસ…શુભેચ્છાઓ -તમારી સાથે

  5. વસંત આવી ગઈ અને આંગણ સજી ગયું…વસંત ને અને િપ્ર્ય્તમા ને સાથે જ
    મનાવી લીધા..
    ચંચલ બહારૉ ને તો જેમતેમ મનાવી લીધી..ઉલઝન તો એ જ કે તમને કેમ મનાવવા..

  6. Bhari senthi sindur divo to jagavo……..
    Very appropriate……..perfect..CONGRATES
    Mithu mithu tahukya j karo e subhechha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *