26મી જાન્યુઆરી ના દિવસે શબ્દો સાથે મુકેલું આ ગીત, આજે 26મી એપ્રિલના દિવસે ફરી એકવાર – સુર અને સંગીત સાથે..
સ્વર ઃ આશિત – હેમા દેસાઇ
સંગીત ઃ ક્ષેમુ દિવેટિયા
.
એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …
આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં
એક અણસારો ઓળખનો
એક ઝમકારો એક ક્ષણનો
… એક સથવારો …
ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષ્યની જાદુઇ રંગત, શું ઝીલું શું ઝાલું
એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો
… એક સથવારો …
સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાલની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી
એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો
… એક સથવારો …
ખુબ મજા આવિ.સુન્દર મધુર,કર્નપ્રિય ગેીત ચ્હે.યુવાનિ યાદ આવિ જાય અને સગપનમા કેવા એક બિજામા ઓતપ્રોત થૈ જવાય.ઘના દિવસે ગેીત શામ્ભલવા મલ્યા.આભાર.
સથવારા માથી સગપણ જ્ન્મે છે…
[…] 25મી એપ્રિલે આપણો પ્યારો ટહુકો પરણી ગયો છે… એટલે કે ટહુકાવાળી મેનાને એનો પોપટ મળી ગયો છે… એટલે કે હવે પછી તો જયશ્રીનો ટહુકો આપણને વધુ ને વધુ જોર અને શોરથી સંભળાવો જોઈએ… ખરું ને મિત્રો?! […]
અમારા સૌના ખુબ ખુબ અભિનંદન અને આશિરવાદ.
all the best wishes and heartiest congratulations to both of you …
વેણીભાઇ,આશિત,હેમા અને ક્ષેમુ દીવેટિયા જેવા તેમના ક્ષેત્રનાં ટોચના હોય -મધુરું મધુરું ગીત માણ્યું.
એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
… એક સથવારો …આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં યાદ આવી ગઈ બારમી મે ૧૯૫૫
એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો
સગપણના સથવારા માટે હાર્દિક અભિનંદન સખી…!
મારગ હંમેશા મજીયારો જ બની રહે એવી અંતરની મબલખ શુભેચ્છાઓ…!
ખબર છે તમને અમથું અમથું લાગે છે કેમ વ્હાલું… 😉
CONGRATES A MILLION TIMES AND MAY LOTS OF HEAVENS BEST BLESSINGS BE SHOWERED ON YOU
ખૂબ ખૂબ વધાઈ.
સગપણના દિવસની ખૂબ ખૂબ વધાઈ અને હૃદયપૂર્વકની શુભકામનાઓ.
my daddy want to listen one bhajan,,,
hari tu gaadu maaru kyaa lai jaash….
anybody can send me winamp or mp3 file??
વેણીભાઈ ના શબ્દો…. બેજોડ
સુમધુર ગીત
વાહ વાહ ,
ખરુ કહુ તો,
મજા અવી ગઇ…….