ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

દરિયો ડોલે રે માઝમ રાતનો… - ઝવેરચંદ મેઘાણી

આ હાલરડું શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એના વિષે જે વાત કરે છે એ સાંભળવાની પણ મજા આવશે. અને વિરાજ ઉપાધ્યાયના કંઠે હાલરડું સાંભળવું ખરેખર એક લ્હાવો છે. દુનિયાના ગમે તે ખૂણામાં હોઇએ, પણ જાણે પોરબંદરના દરિયા કિનારે પહોંચી જવાય છે.

babysleeping

This text will be replaced

દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

છલકે મોજા રે છોળો મારતા, હે…ખૂંદે જાણે ખોળલા મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

આભમાંથી ચાંદો રેલે ચાંદની, હે…પાથરે જાણે વીરાના ઓછાડ રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

ઝબકે ઝબકે રે ઝીણી વીજળી, હે….ઝબકે જાણે સોણલે મારો વીર રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

દરિયો ગાજે રે માઝમ રાતનો, હે….માવડી જાણે વીરને હાલા ગાય રે
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.

એક વર્ષ પહેલા : કાળું ગુલાબ - હર્ષદ ત્રિવેદી, H छुपालो युं दिलमें प्यार मेरा..

18 comments to દરિયો ડોલે રે માઝમ રાતનો… - ઝવેરચંદ મેઘાણી

  1. ધવલ
    July 17th, 2007 at 6:05 pm

    સરસ શોધ ! બહુ વર્ષો પર સાંભળેલું. આજે ફરી સાંભળવા મળ્યું …

  2. Pravin Shah
    July 18th, 2007 at 3:47 am

    માતાને કંઠે નીતરતાં હાલરડાંમાં પ્રેમ અને વીરતાનો રંગ એવો ઘોળાયો છે કે જેમ વીરો પારણે ઝૂલે એમ દરિયો ડોલે છે, વીરો ખોડલા ખૂંદે એમ છોળો મારતાં મોજાઓ ઝલકે છે, વીરાનાં ઓછાડ પથરાય એમ ધરતી પર આભમાંથી ચાંદની રેલાય છે, વીરો જેમ સપનામાંથી ઝબકે એમ વીજળી ઝબકે છે, અને જેમ માવડી વીરાને હાલા ગાય એમ માઝમ રાતનો દરિયો ગાજી રહ્યો છે……
    હે… માતા રોતા રે વીરાની દોરી તાણતી…
    સુંદર ગીત!
    આભાર.

  3. પંચમ શુક્લ
    July 18th, 2007 at 10:05 am

    મજા પડી.

  4. વીર
    July 18th, 2007 at 11:36 am

    Nice song….and nice introduction/camparison from Pravinbhai.
    હાલરડા બાળકના વિકાસમાં બહુ જ અગત્યનો ભાગ ભજવે છે- let’s hope that new generation also keep that tradition.

  5. Radhika
    July 18th, 2007 at 10:21 pm

    સાચે જ હાલરડુ તો સરસ છે જ પણ એની પ્રસ્તાવના ઍ થી પણ વધુ મીઠી લાગી……
    આભાર જયશ્રી

  6. સુરેશ જાની
    July 19th, 2007 at 5:44 pm

    પહેલી જ વાર સાંભળ્યું. આભાર.

  7. Jagdish Tandel
    October 3rd, 2007 at 2:47 pm

    Exelent words and voice also,Thank you for “Tahuko”.

  8. Jagdish Tandel
    October 3rd, 2007 at 4:29 pm

    બચપન યાદ આવી ગયુ.
    Thank You Jayshree.

  9. naresh bhatt
    October 20th, 2007 at 7:00 am

    maru naam naresh bhatt che. hu secunderabad revasi chu. aa site upar geet sambhdi ne mun mauji thai gyu.
    dhanya che tamne ke tame aatlu saru kaam karo cho.
    ismail valera na koi geet hoi to haji maja avse.
    secunderabad layak koi kaam hoi to mane laavo aapjo.

  10. Ketan Vohra
    March 27th, 2008 at 10:03 pm

    Excellent…

  11. jayesh upadhyaya
    March 28th, 2008 at 7:03 pm

    ઝવેરચંદ મેઘાણી કવનના બાદશાહ સરસ શબ્દોની ગુંથણી અને જોમવંતી અભીવ્યક્તિ ગુજરાતી સાહિત્ય ના અણમોલ રતન ગાંધીજી એ જેમને રાષ્ટ્રીય શાયર કહી બીરદવ્યા એમના બધાજ ગીતો ગણગણવા નહી પણ બુલંદ અવાજે ગાવા જેવા હોય છે

  12. parind
    September 28th, 2008 at 1:31 am

    મેઘાણીજી ના લખેલ ગીત અને હાલરડા માંનુ એક હાલરડું છે.
    મેઘાણીજી ફક્ત સંપાદન નહોતા કરી જાણતા તેઓ ખુબ સારા લેખક પણ હતા, અને કવિ પણ હતા, ગ્રામ્યજીવન ની ખુબીઓ ને ખુબજ રસ સભર બનાવી કૃતિ માં ઢાળવા માં તેઓ નિષ્ણાંત હતા,
    ગુજરાત નું લોકસાહિત્ય તેમનું સદાય ઋણી રહેશે.

  13. ABHAY SHAH
    November 23rd, 2008 at 1:09 am

    mARA lERIA MA LAGI LOOTALOOT GIT KEM NATHI

  14. Pragna sabhaya
    June 15th, 2009 at 11:18 pm

    Hi, i would like to listen more sons for the young chidren. like Jodakana. small story’s for the young children that is easy to remember.it’s great way to teach our children about our culture and leaving life in India.

  15. KIRIT/BHARTI DHANANI
    June 29th, 2009 at 10:04 am

    EXCELLENTS AND HARTFILLLING ;GOOD SONG

  16. Prakash joshi
    July 18th, 2009 at 6:28 pm

    Jayshreeben,

    You are doing great service to lok shahtya in gujarati this one by Meghani brought me to porbandar in seconds we loved it Thanks

    Prakash Jyoti

  17. Avani
    March 8th, 2010 at 1:14 pm

    thank you for the lovely song.
    do you have a song ‘maa kok di mane sambhre… by zaverchand meghani’ he wrote for his daughter from his first wife…
    Thanks.

  18. Maulik Gadani
    June 6th, 2010 at 2:47 am

    મારા દાદિમા મને સંભળાવતા હતા!
    ઘણા સમય થી આ હલરડુ શોધતો હતો…
    મને મળી ગયુ,ઘણા વષો પહેલા ની મીઠી યાદો તાજી થઈ ગઈ!!!

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>