ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 1)

સૌથી પહેલા તો – આપણા સૌના વ્હાલા ટહુકો.કોમને ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છાઓ..! ચાર વર્ષ પહેલા જ્યારે કોઇ તારીખ-મુહુર્ત જોયા વગર – બીજાના બ્લોગ ગુજરાતી કવિતાના બ્લોગ છે, તો ચાલો – હું પણ અજમાવી જોઉં – એમ વિચારીને મોરપિચ્છ અને ટહુકો – એવા બે ‘બ્લોગસ્પોટ’ બ્લોગ્સ બનાવ્યા…! કોણ જાણે કેમ, પણ પહેલેથી જ ‘દરરોજની એક કવિતા’ નો વણલખ્યો નિયમ પાળ્યો. દેશથી જ્યારે ભણવા માટે અમેરિકા આવી ત્યારે બાકી બધી જરૂરિયાતની ચીજો સાથે એક-બે ગુજરાતી કવિતાની ચોપડીઓ લેતી આવેલી, અને સાથે એક સીડી કે જેમાં થોડા ગુજરાતી ગીતો હતા..! પછી તો સાન ફ્નાસિસ્કોની લાઇબ્રેરીમાંથી પણ ગુજરાતી ચોપડીઓ મળી. આ બધુ જે થોડું પાસે હતું, એમાંથી જ બ્લોગ પર વહેંચવાનું શરૂ કર્યું..! (આ વાતો આમ તો ઘણીવાર સાંભળી હશે તમે, પણ આજે ચાર વર્ષ પૂરા થયાની ખુશીઓ મનાવું છું – ત્યારે પાછળ જોયા વગર ન રહેવાયું..)

ત્યાંથી શરૂ થયેલો ટહુકો આજે ક્યાં પહોંચ્યો એની થોડી વાતો આંકડામાં જોઇએ ?

1516 Posts – કવિતા, ગીત, ગઝલ, અછાંદસ, આસ્વાદ, પઠન અને સાથે થોડી મારી વાતો….

332 Poets – કવિઓ

75 Composers – સંગીતકારો

170 Singers – ગાયકો (ઉપરના ૭૫ સ્વરકારો બાદ કરીને…. )

797 Musical Posts – ઉપર જણાવેલા કવિઓ-ગાયકો-સ્વરકારોના સુભગ સમન્વય સમાન – સંગીત સાથે રજુ થયેલી રચનાઓ..

અને હા…

22944 Comments – આપના પ્રતિભાવો… (હા, મને ખબર છે – તમારામાંથી ઘણાને પ્રતિભાવો આપવા નથી ગમતા, તો ચલો એમ રાખીએ… ) આપના અથવા આપ જેવા મિત્રોના પ્રતિભાવો..!! 🙂

થોડા દિવસ પહેલા કરેલી (એક ચાર વર્ષના બાળકની પેઠે જ તો..) જાહેરાત પછી આવેલા વાચકો / મિત્રોના શુભેચ્છા સંદેશની એક ઝલક અહીં પ્રસ્તુત કરું છું.

(ફોટોગ્રાફ્સ સૌજન્ય: વિવેક ટેલર)

****************

Bird

ગઝલના કુરૂક્ષેત્રમાં સામ સામે, અમે આજ ઉભા પણછ ખેંચી કાને

હરેક એની વાતોને ટહુકે પરોવીને જમણેથી ડાબે સનન સનસનાવે

ટહુકાની વર્ષગાણ્ઠ નિમીત્તે અભિનંદન…..

સાઉન્ડ ટ્રેક પર સ્વરચના સ્વમુખે ગાવાના

નમ્ર પ્રયાસને ટહુકાએજ બહાલી આપી હતી…

આજ ફરીથી વર્ષગાંઠ ઉપર એક નમ્ર પ્રયાસ……..

આભાર

ડો. નાણાવટી

****************

Green bee-eater

૧૨ જૂનના રોજ ચોથી વર્ષગાંઠ પર ‘ટહુકો’ને ખાંડીબંધ અભિનંદન અને અંતરની માતબર શુભેચ્છાઓ.

ધ્વનિની ધરા પર ધમકતા ‘ટહુકો”ને આહલાદવાની હવે તો એક લત્ત લાગી ગઈ છે. મનની કુંજગલીમાં એના ટહુકાર એવા રંગો ભરે છે કે જે રંગોળીમાં કોઈ પણ રંગ ખૂટવાનો અહેસાસ ઊઠતો નથી. એના સમેલનનો સમિયાણો એટલો વિશાળ છે કે એના ચંદરવા હેથળ કંઈ કેટલીય પ્રતિષ્ઠિત કલમોના કવન કથાયેલા પડ્યાં છે. સંગીત, કવિતા અને ગાનના પિપાસુઓ કાજે તો ‘ટહુકો’ એક પરબધામ બની ગયુ છે. ગઝલ, ગીત અને કવિતાના જામ ‘ટહુકો’ની સુરાહીમાંથી ભરીભરીને સાકી એના મહેખાનામાં પીવડાવે છે એજ તો એક નજરાણું છે.

‘ચાંદસૂરજ’

નેધરલેન્ડસ.

****************

Stork1

ટહુકોનો પરિચય મને મોડો મોડો ઍકાદ વર્ષ પહેલાજ થયો પણ આ ઍક વર્ષમા તેણે અમારા સૌનુ દિલ જીતી લીધુ છે.

જૂના સંભારણા પણ આપ આપતા જાઓછો ઍટલે અમને તેનો પણ લાભ મળતો રહે છે.
આપનો ગુજરાતી ગીત-સંગીત પ્રત્યેનો પ્રેમ અભિનંદનને પાત્ર છે.
આપના વ્યવસાયમાથી સમય કાઢીને ટહુકો કરો છો તે ખરેખર વંદનીય છે.
ટહુકાને ચોથી વર્ષગાંઠના શુભાશિષ !
આવતા વર્ષોમા પણ આવીજ રીતે સૌને ટહુકા કરતા રહો તેવી પ્રભુને પ્રાર્થના !

જય શ્રી કૃષ્ણ,
યોગિની અને ઉલ્લાસ ઓઝા

****************

My song

‘ટહુકો’ના ટહુકે ટહુકે
મળ્યા છે મઝાના ગીતો,
જાળવજો એ જ રિસ્તો
ને એ જ રીતો..
અભિનંદન !

પ્રવિણ શાહ
www.aasvad.wordpress.com

****************

Hearty congratulations on 4th birth of Tahuko, You have done a wonderfull job for our Matrubhasha and all of us. Keep up with the good work.God bless you.
– Dr. Nilesh Rana

****************

Nilkanth

ટહુકો તો મારા જીવનમાં યાદોની વણઝાર બની આવ્યુ છે,

ઓહો!! કેટલી બધી યાદો, પણ સખી આજે જયારે એ રીસાયેલા સાહ્યબાને મનાવવો છે તો કોઈ ગીત જ નથી મળતુ, કહેવુ છે એને કે,
બહુ થઈ આ સંતાકુકડી ની રમત, ઈટા-કીટા ની રમત,
ચાલને, દુલ્હા-દુલ્હન રમીએ, દુલ્હન રમીએ,
છોડી મીંઢણ, બંધન રમીએ, બંધન રમીએ.

જીવનમાં પ્યારના અહેસાસે ઘણા બધા સ્વપનાઓ નુ વાવેતર કર્યુ પણ એને સાજન સુધી પહોંચાડવામાં ટહુકાએ અગત્યનો ભાગ ભજવ્યો,

સહજીવનના સપનાની વાત લખી તો ગીત મોકલ્યુ,
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
લાગણીનો એકરાર કરવા,

કહું કેમ મુજને ગમો છો તમે
દિવસ રાત દિલમાં રમો છો તમે
વિચારોમાં મારા સદાયે રહો
છતાં ક્યાં કદિયે મળો છો તમે

જ્યારે સામેથી જવાબમાં અવિશ્વાસ દેખાયો તો તેના જવાબમાં લ્ખ્યુ,

શ્રધ્ધાને વિશ્વાસ આપણો
મજબૂત માળો રચશે
ભલે ફૂકાતો પવન સમયનો
આપણો માળો ટકશે

કોઇ કહે કે મૂળ ઉખડશે
કોઇ કહે કે ડાળો
શંકા છેદી કરીયે સૈયર

સમજણનો ગુણાકાર (અસલમાં તો સરવાળો શબ્દ છે પણ પરિસ્થિતિ એવી હતી કે ગુણાકાર જ કરવો પડે)

જયારે કોઈ જવાબ ના આવે ત્યારે કહ્યુ,
આ મુહોબ્બત છે કે છે એની દયા, કહેતા નથી
એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી

બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી

હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

અને આવા તો કેટલાય ગીતો,

પહેલી નજરનો પ્રેમ ઘણીવાર એકતરફી હોય છે. અર્થાત્ એક વ્યક્તિના હૃદયમાં સંવેદન થાય છે પણ સામેની વ્યક્તિના હૃદયમાં એનો પ્રત્યાઘાત પડતો નથી. પણ એ જ તો પ્રેમની ખૂબી છે. પ્રેમમાં દિલ એવાનું ગુલામ થઈ જાય છે જે એના નથી થયેલાં હોતા.

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર… !

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ.”

અને ખાસતો રમેશ પારેખના ગીતમાંથી ઉઠાવેલા આ શબ્દો,

કવિએ પતિ અને પત્નીના સંબંધને ઝાડ અને વેલની ઉપમા આપી છે. ઝાડ જમીનમાં ઊંડે પોતાના મૂળિયાં દાટે છે અને ટટ્ટાર થઈ એક સ્વમાનથી પોતાના અસ્તિત્વને દુનિયાની વચ્ચે ખડું કરે છે. થાક્યાંને છાંયો આપી વિસામો આપે છે, ભૂખ્યાંને ફળપાન આપી ખોરાક આપે છે. ઝાડની ગતિ હંમેશા ઊર્ધ્વ હોય છે અને એક ઉચ્ચ ધ્યેયનું demonstration કરી જાય છે. આવા કલ્યાણના કામોમાં થાકેલા પાકેલા ઝાડને એક દિવસ એક નાજુક નમણી વેલ આવીને પૂછે છે કે તમે આ બધું એકલા કરો છો, તો મને તમારી જીવનસાથી બનાવશો? આપણે બન્ને સાથે સંસાર માંડશું- અને ઉદભવ્યું પહેલવેલું લગ્ન! વેલી એ નબળાઈનું નહીં, નમણાઈનું પ્રતિક છે. વેલી ઝાડ ફરતે વીંટળાય છે ત્યારે એ એક આધાર શોધે છે એટલું જ માત્ર બસ નથી, એ ઝાડની રુક્ષતાને ઢાંકતો શણગાર પણ બને છે! ઝાડના થડની એકએક ખરબચડી ચામડીને વેલ ઢાંકે છે. વેલીના વીંટળાવાથી ઝાડને એક નવું જીવન મળે છે, એના જીવનની એકેએક ઘટનાઓને મીઠો અર્થ મળે છે. અને વેલ પણ પોતાનાં મૂળિયાં ઝાડની અંદર ખૂંપે છે, વેલનો શ્વાસ કહો, ધડકન કહો, પ્રાણ કહો એ સઘળું એનું ઝાડ છે! વેલીની દરેક લાગણીઓને સમજે છે એ ઝાડ! આવી વેલ સંપૂર્ણ ખીલી ઊઠે છે, મ્હોરી ઊઠે છે, મહેંકી ઊઠે છે, ભરાઈ જાય છે…….પતિ અને પત્નીનું પણ આવું જ છે- પતિ એ ઝાડ અને પત્ની એ વેલ!
****************

European Roller

Recently I came to know about this wonderful site, for which I am really very proud that you have immortalized Gujarati songs & music : for which you deserve all the credits from all the Gujaratis. The time and energy you have devoted for this remarkable collection is exceptionally mind blowing. May God bless you eternal power and enhance your love towards this project for the benefit of Gujarati – Matrubhasha – lovers.

You have really become popular by your daily “showers” of “songs”. Hearty Congratulations ! May God bless you for this very interesting website. May all your aspirations and dreams ahead come true.These are my humble and sincere prayers for happy prosperous long life to “Tahuko” in the service of all appreciative Gujaraties.

– Warmest Greetings from Manharlal G Shah, Singapore.

****************

Mena2

શું કહું ટહુકા વિષે?

ટહુકો ટહુકો જ છે. બાળપણમાં કરેલી ધમાલોની કવિતાઓ કહું. તરુણાવસ્થાના શૌર્યગીત કહું, યુવાનીમાં પ્રેમીને પોતાના દિલનો પ્રેમ તેની સમક્ષ રજુ કરવો અને પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયા પછીની પ્રણયલીલામાં રાચવું.. એ રીસામણા મનામણા.. એ છેડછાડ.. એ વાયદા.. એ મજબૂરી કે મનની વ્યથા કહો.. ભગ્ન દિલની પીડા કહો.. જે કહો એ.. કંકોતરી કહો.. લગ્નગીત.. જીવનની સંધ્યાએ હરી ને અપાતો સાદ એટલે કે ભજન કહો.. ટહુકો એટલે મનની ખુશી કે દુઃખની પરિસ્થિતીમાં સહજ રીતે અંદરથી નીકળતો અવાજ…

અમે ખરેખર તમારા આભારી છીએ કે તમે અમને અમારી માતૃભાષાનુ આટલુ સુંદર રસપાન કરાવો છો. અને અમારા થકી અમારા સ્વજનો સુધી લાગણીઓ પહોંચાડવામા મદદ કરો છો. અને આશા રાખીએ કે જ્યાં સુધી ગુજરાતી ભાષા બોલાય ત્યાં સુધી આ ટહુકો આમ જ ગુંજતો રહે. તમારો ખૂબ ખૂબ આભાર

– દર્શની શાસ્ત્રી
****************

Black headed Ibis

ટહુકો …….વતન ની સંસ્ક્રુતિ સાથે જોડી રાખતૉ નાતૉ………
અને વરસ મા ૩૬૫ વખત એ વાત નૉ અહેસાસ………….. .
સરસ ગાવા માટે, સુમધુર સંગીતકાર થવા માટે સાધના જરૂરી છે, પણ આ બધુ વાચકો અને ચાહકો ને પહોંચાડવો ઍ પણ કોઈ નાની વાત નથી,અને ઍ પણ દરરોજ, ૩૬૫ દિવસ………………………..ઍ પણ જયશ્રી ની સાધના જ છે….અભિનંદન અને આભાર
– કમલેશ ધ્યાની
****************

Bhagat ane bhagbhagat

જયશ્રી , અમિત , વાહ રે તમારો ટહુકો !
છ માસથી વાંચુ છુ વિના માર્યે મટકો

કાવ્યના દરેક પ્રકારોથી સભર આ કેકારવ
કવિઓને ઓળખ્યા સુપેરે અહી મનભર

પચીસ વર્ષથી ગુજ સાહિત્યને ગઈ હતી ભુલી
થયુ પુનર્મિલન મારી ભાષા સાથે ટહુકા થકી

જયશ્રીબેન, ઍક જ છે મોટો ખટકો
કલેક્શનમા ડાઇનલોડ નથી થતો ટહુકો

– કિરણ મેહતા, ન્યુ દીલ્લી
****************

dove

આજના કોન્ક્રીટ ના જંગલોના જમાનામાં કુદરતી ટહુકા અને કલરવ તો ક્યાં ખોવાય ગયા છે તે ખબર જ નથી પડતી. ડી.જે.ના કકળાટ વચ્ચે આપણો “ટહુકો” ખરેખર દિલને અતિઆનંદ આપે છે. જેમ મધદરિયે તૂટેલા વાહનમાંથી કોઈ સહારો મળે અને ત્યારબાદ તણાતા-તણાતા કોઈ કિનારે પચોચી જઈએ અને પહોચ્યા પછી ખબર પડે કે, “અરે! આ તો આપણો જ દેશ કે આપની જ ભૂમિ છે.” અને જે ખુશી થાય એવું જ કાંઇક ઈન્ટરનેટ ના મહાસાગર માં પડ્યા પછી ક્યાં જવું ને ક્યાં સ્થિર થવું તે સુઝતું ન હોય અને ખાંખાખોળા કરતા કાંઇક કેટલીયે વેબ સાઈટ્સ ફમ્ફોસ્યા પછી અચાનક “ટહુકો” મળી જતા થાય છે. ગુજરાતી ગઝલકારો તથા સાહિત્યકારો ની રચનાઓ ને અહી જેવી રીતે ન્યાય આપવામાં આવ્યો છે તે ખરેખર અદભુત છે. “ટહુકો” વિષે લખવા માટે શબ્દો ઓછા પડે છે. કારણ કે, જે પોતે જ શબ્દો ને ન્યાય આપતું હોય તેને આપણે તો શું શબ્દોથી માપી શકવાના?
– “ટહુકો” નો ચાહક અમિત વરિયા

****************

Crane2

Thanks alot as now i can hear my choice from tahuko..it mesmerising web site which we will nevr wish to turn off even during sleep…unforgettable experince once you “dive in”..desperate to listen more and more Gujarati treasure….old melodies of Gujarati music especialy from “A-vinashi” Avinashbhai or from Ksheumu Dada or folk maestro Hemu Gadhvi…

“Words are not enough”

– Tarak Bhatt
****************

Pelican

પ્રિય જયશ્રી,

સૌ પ્રથમ તો ટહુકોની ચોથી વર્ષગાંઠ નીમ્મીતે ખુબ ખુબ અભિનંદન!!
ગુજરાતી ટહુકાનો ટહુકો સમગ્ર વિશ્વની દશે દિશાઓ માં ટહુકી રહ્યો છે અને સદીઓ સુધી ટહુકતો રહે! એવા સમસ્ત બ્રહ્માંડ નિમાર્તા શ્રી હારીને હું પ્રાર્થુ છું.

शतं जीव शरद:

પાછલા દશ વર્ષને જોતા એમ લાગતું હતું કે ગુજરાતી ભાષા જાણેકે કોઈ અજ્ઞાત કારણસર પાંગળી અને અશક્ત થઈગઈ હતી પરંતુ ટહુકાનો જન્મ થતાંજ એણે સંજીવની નું સિદ્ધ કાર્ય કરીને ગુજરાતીભાષામાં જાણેકે પ્રાણ ફૂક્યા અને તરો તાઝા અને તંદુરસ્ત કરી એનો શ્રેય નિસંદેહ ટહુકા ને શિરે છે.

આવતી પેઢી એનું અનુકરણ કરી ને આ યુગમાં ગુજરાતી સાહિત્ય અને કવિતા ના સુવર્ણ રથને ટહુકાના સાથ અને સહકારથી સતત હંકારતી રહેશે એવું હું ચોક્કસ પણે માનું છું.

કવિતાનું અને સાહિત્યનુ આવા સુગંધી અમૃત નું રસપાન કરાવવા બદલ ટહુકાને શત શત નમન!

સવિનય,
રાજુભાઈ સોલંકી
****************

King Fisher

Almost daily, as a routine i am awaiting your mail !

who so ever spends a little time, i open you site for the.18 to 82 ,all those who have studied in gujarati medium gets the chance..

you have been doing a great job.

Gautam Kothari, Baroda

****************

‘Tahuko’ has become ‘Gunjan’ which keeps reminding me to look for next ‘Tahuko’.
– Himanshu Muni.
****************

Black Drongo

My heartiest congratulations to you on tahuko’s 4th birthday !! You have been doing a wonderful,pioneering job in the well being of guj language, literature, sugam sangeet so nicely ! may god bless you with all the skills & resourcefulness to go ahead !!!
– Bakulesh Desai, Surat.
****************

કર્કશતાની વચ્ચે મધુરતા ના ટહુકા એટલે ટહુકો
દિલની સંવેદનાને પોષતું ટહુકો
ટહુકાનો ગુંજારવ સદીઓ સુધી ગુંજતો રહે.. જન્મદિનની શુભેચ્છાઓ..!
– મહેન્દ્ર પારેખ

****************
sparrow

અને હા… આ મિત્રોએ પણ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે..! અને જેમની ઇમેઇલ નથી આવી એમની શુભેચ્છાઓ પણ અમારી સાથે છે જ એની મને ખાત્રી છે..! 🙂

રાજુલ શાહ, શરદ ભાવસાર, ગૌરવ સોની, આરાધના ભટ્ટ (સૂર-સંવાદ રેડિયો), હરસુખ દોષી
****************

flight2

And last (for today), but not at all the least… મમ્મી ના આશિર્વાદ..!!

Dear Jayshree N Amit,

Happy (4th) birthday to TAHUKO.Its monsoon time in India n “mor no tahuko sambhalava male” But for that one has to go to the country side.But ur TAHUKO we can hear-read too- from our comp or laptop without moving out of the comfort of our house.Well done.

Tahuko has reconnected me to gujarati songs,poems n all the other forms of poetry.I m glad for that.

So let me end with MANY HAPPY RETURNS OF THE DAY.

With love from Mummy,Papa,Vishal N Romila; And all the other members of our extended family.

**************

Open Bill Stork

થોડા વધુ શુભેચ્છા સંદેશ આવતી કાલે… (stay tuned for part II..)

83 replies on “ટહુકોની ચોથી વર્ષગાંઠ… (ભાગ – 1)”

  1. ટહુકો હંમેશા ટહુકતો રહે અને દુનિયાનાં ખૂણે ખૂણે ગુંજતો રહે એવી શુભેચ્છાઓ.

  2. ટહુકો! મોરનો! ટહુકો મનનો!ટહુકો હ્રદય ને આનન્દ આપનાર્ કાવ્યો અને ગિતોનો ટહુકો! ચાર ચાર વરસ થિ મનને થન્ગનાવતો ટહુકો! કવિતાઓ અને ગઝલો! નઝમો અને કવ્વાલિઓ! બધુ ખુબ ખુબ વાન્ચયુ, સામ્ભ્ળ્યુ. અરે ખુબ ખુબ લખ્યુ પણ ખરુ. મારા રિટાયરમેન્ટ મા ઘણો ઉપયોગિ થૈ પડયો આ ટહુકો. જેટલો આભાર આ ટહુકાનો તેટલો જયશ્રિબેન અને ઉર્મિ બેન અને બિજા બધા ગિતકારો લેખકો અને સન્ગિતકારો નો ખુબ ખુબ આભાર્ બસ્સો થિ વધુ કવિતાઓ અને ગઝલો અને અન્ય સામગ્રિઓ મે કાગળ પર લખિ લિધિ. સાચવિ ચ્હે. હા ટેપ નથિ કરિ તે મને નથિ ફાવતુ. સાત ધોરણ ભણેલાનુ ગજુ શુ! પણ આનન્દ આનદ થૈ ગયો આ ટહુકાથિ. જય ગુજરાત! જય ગુજરાતિ૧ અને જય ભારત અને જય યુ સ એ૧ અને જય વિશ્વ! આપ્ નો રસિક ચોરટિઓ! બન્સિ પારેખ્ પાન્ચ મા વરસ નિ ખુબ ખુબ વધા ઇ. ખુબ ખુબ ધન્યવાદ્.જય શ્રિ ક્રિશ્ના.તા. ૦૬-૧૨-૨૦૧૧ રવિવાર્.

  3. Heartly Best wishes to ‘TAHUKO’ on 4th Birth Day. Long live “Tahuko”.
    It is indeed a very good web site for Gujarati Bhasha…Congratualtions to Jayashriben & Amitbhai for creation of “Tahuko”.How you manage such a big task? With Best Wishes..

  4. I HAVE JUST JOINED THE TAHUKO TEAM. I THINK THE NOVEL CONCEPT FOR GUJARATI PEOPLE IS VERY CATCHY AND INTERESTING. I ALSO LIKE YOUR SITE. I CONGRATULATE ON COMPLETING 4 YEARS OF EXCELLENCE ON CYBER WORLD. THOUGH I AM SLIGHTLY LATE BUT MY WISHES IS EVER FRESH FOR THIS AUSPICIOUS DAY. PLEASE ACCEPT MY CONGRATS.

  5. wishing you a belated birthday wishes…i am too late for that but i came to know abt your site today morning only via one of my friend…hey you are doing amazing work…i heartly appreciate your effort…thank you so much for giving this wonderful gift 2 gujrati sugam sangeet lovers..

  6. Visited ‘Tahuko’ after a long pause and learnt about 4th birthday. On reading summary of contents posted,it seems time has come to play anantkadi or some such game or may be contest or quiz! or ask visitors to list 10 favourte songs. Those getting maximum ‘favourites’ may be played again ‘Binaca geetmala’ style. Wish ‘Tahuko’ the best!.

  7. hi…wishing you a belated birthday wishes…i am too late for that but i came to know abt your site today morning only via one of my friend…hey you are doing amazing work…i heartly appreciate your effort…thank you so much for giving this wonderful gift 2 gujrati sugam sangeet lovers..
    reagards : ullas..

  8. પ્રિય જયશ્રી,
    ટહૂકો હમેશા મીઠો જ લાગે. આ બ્લોગ માણવાની મજા આવે છે. જો કે કોઇવાર
    સાઇટ ન ખૂલે ત્યારે નિરાશા થાય છે. ટહૂકાને નવાં વરસનાં વધામણાં.

  9. belated happy birthday to “TAHUKO”.I CAME TO KNOW @ YOUR SITE TODAY AND I LIKE IT VERY MUCH. THIS IS A GREAT JOB.
    APPRECIATED.

  10. મોડા મોડા પણ અન્ત પુર્વક અભિનન્દન પાઠવુ છુ. વર્ષ પહેલા અમેરિકા સ્થીત એ કરેલ ટહુકો.

    અન જાણૅ ભુલાઇ ગયેલ યાદ આવી ગયું

    Thanks jayshreeben

  11. જયશ્રિબેન,
    મોડા મોડા પણ અન્ત પુર્વક અભિનન્દન પાઠવુ છુ.બે વર્ષ પહેલા એક મિત્રે ટહુકો સાન્ભળવાનુ કહ્યુ હતુ.ત્યારથિ ખુબ સામ્ભળુ છુ. બિજા મિત્રોને પણ કહુ છુ.
    જ્યા જ્યા વશે એક ગુજરાતી ત્યા સદાકાળ સહુ સામ્ભળે ટહુકો…
    મધુ

  12. મારે પન્ખિના તહુકાને વાવવો –સુશિલા ઝવેરિનુ કાવ્ય મારા અવાજમા રેકોર્દ થયુ ચ્હે.
    my hearty congrats to tahuko team-& jayashriben

  13. કોઈ પણ જાતની બદલાની આશા વગર આવો બ્લોગ ચાલ્યો પુરા ૪ વર્ષ. અભિનંદન અને પ્રભુ પ્રાર્થના કે આગળના ઘણા વર્ષો સુધી નિરંત લખાતો વંચાતો રહે!

  14. Sri.jaishreeben,

    I am too late to wish u happy 4 th birth day of “Tahuko.com”.but what can i do?I came to know ur site only yesterday.I am sorry for that.ya,u r doing good work.since u r in american busy life,still u r doing this work for betterment of gujrati those who r very far from their home state”Gujrat”.i heartly appreciate ur effort.Hats off to u.Thanks.

    anil chokshi.Mississauga,canada

  15. દેર આયે દુરુસ્ત આયે. આન્ગ્રેજિ મા “બેટર લેટ દએન નેવર”. તમને આભાર. Congratulations for an excellent web site and a tremendous effort on your part. You spend so much time on this project for us to enjoy. Good Bless you. ભગ્વાન તમારા હાથે થી ખુબ ખુબ સારા કામ કરાવે એવા આશીર્વાદ સાથે.

  16. vadile sree jysarybhan and amitbhai 4th janmdin hapy bharth day i am gujrati this gujrati side ia fine

  17. Dear JayshreeBen And Amitbhai,
    We are here by convey our regards and thanks with our bowing heads and tears of thankness to your such very valuable activity running for all of us and our generation will be thankfull for the same for your such lovely activity for our mother toung.
    I am yet to learn Gujarati Typing an d will send you message in gujarati that I promise.I tried twice to convey my message in Gujarati but some how could not type so I express our gratitude
    towards your efforts.
    thanking you from bottom of Heart and will allways thankfull till our breats last …withlove Nitigna Trivedi & Family

    Jay jay garvi Gujarat

  18. many many happy returs of 4 th birthday for tahuko ipray to god given both of u creat new ideabybybybybbybyનો રંજન શાહ

  19. જયશ્રીબેન,
    મોડુ થયુ, માફ કરશો. ટહુકો કાયમ ટહુક્તો રહે. અમને અમેરીકામા ગુજરાત અને ગુજરાતીને ભુલવા નહિ દે, અપેક્શા સાથે અને અન્તમા વધુ પ્રગતિની પ્રભુને પ્રાર્થના.

  20. My congratulations for 4th birthday of tahuko.com. Gujarati language and gujarati poems are prosperous in comparision with other languages.Your efforts are praiseworthy.I bless for gradual progress.

  21. HAPPY BIRTH DAY TAHUKO.4th janmdin. Samany rite chhar varse balak chalata dodta shikhe….. Pan TAHUKO to samgr VISHV ma matr pahochu j nathi, samai gau 6. HAJU VADHARE VYAPAK BANE EVI SHUBHKAMNA.

  22. Shun kahun, shabdo ma e shakti nathi ke tamaro abhaar maani shake. Prabhu ne e j prarthna ke roj tahuko karti aa koyal hamesha tahukati rahe varaso varas.” Jeeti raho yun hi tum, meri bhi umr le lo. Salamat raho.” Anant aashirwad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *