સ્વર – આશા ભોસલેં
સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – શુભાંગી શાહ
સંગીત – અવિનાશ વ્યાસ
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો,
આખા રે મલકનો માણિગર કહાન,
એક નાની શી ગાંઠે ગંઠાયો, જશોદાનો જાયો…
એવો રે બાંધ્યો કે છૂટ્યો ના છૂટે
આંખ્યુંના આંસુ ભલે ખૂટ્યા ના ખૂટે
આજ ઠીક લાગ હાથ મારે આવ્યો, જશોદાનો જાયો…
મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો જાયો…
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું મહીં
ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,જશોદાનો જાયો…
– અવિનાશ વ્યાસ
આ ગીત કોણે લખ્યુ છે??? સંગીત અવિનાશ વ્યાસ નું છે પણ લખ્યુ કોણે છે?
આનુ કેરિઓકે હશે કોઇની પાસે?
આ ગીતમા એક ગોપીનુ ભાવજગત માણવા મળ્યુ.શુભાન્ગીનો અવાજ બહુ મધુર છે.
આશાજીના અવાજમા આ ગીત મધુર લાગ્યુ.
કેત્લ વર્શો પચ્હિ આ સુન્દર ગેીત સમ્ભ્લ્વા મલુ
એન શબ્દો ખુબ્ સરસ અને સુર પન સરસ્.
સરસ ગીત ગણા ટાઈમે સાભડ્યુ આભાર….
આ આશા ભોંસલે એ જ ગાયું છે. ? ની જરૂર નથી
Nice song heard after many years.enjoyed
સરસ ગિત છે,
ખુબ મઝા આવી ગઈ ,બન્નૅ ગાયકૉ ના અવાજ માં સાંભળવાની.
હલો , મુ.જય્શ્રીબેન “મારા પાલવડે બંધાઘો જશોદા નો જાયો ઘણા સમય બાદ સાભળુ. આભાર.
આ ગીત ની બીજી લાઈન મા “કહાન” શબ્દ ને બદલે સાચો શબ્દ “મોહન” છે.
સરસ ગીત છે.
સ્થંભ વિના આખું આકાશ લટકાવ્યું મહીં
ચાંદ સૂરજ તારાનું તોરણ ટીંગાવ્યું,
સહુને ટીંગાવનાર લટકંતો લાલ,
મારા પાલવની કોરે ટીંગાયો,જશોદાનો જાયો…
– અવિનાશ વ્યાસ ખુબ સુન્દર વર્ણન કર્યું છે…જુનુ ને જાણીતું મનભાવન ગીત સાંભળી ખુબ આનંદ થયો…
મારે કાંકરીયા ને મટકી ફૂટે
મારગ આવી મારા મહીંડા નીત લૂંટે
મુને લૂંટતા એ પોતે લૂંટાયો, જશોદાનો જાયો
મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે..
કંકરિયા મોહે મારી ગગરિયા ફોડ ડાલી…!!!
તારો મને આધાર છે તારો મને આધાર છે
જશોદા નો જાયો છે તારો મને આધાર છે
માખણનો ચોર નાર છે તારો મને આધાર છે
ગાયો નો ગોવાળ છે તારો મને આધાર છે
નંદનો દુલારો છે તારો મને આધાર છે
આશા ભોસલે ના સ્વર મા પહેલા સામ્ભ્લેલુ ,શુભાન્ગિ અને સમુહ સ્વરોમા પહેલિ વાર સામ્ભ્લ્યુ , બન્ને સામ્ભલ્વાનો આનન્દ આવ્યો .આભાર