મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં

આજે ૬ જુલાઇ.. કવિ શ્રી મનોજ ખંડેરિયાને એમના જન્મદિવસેઆપણા સર્વ તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..! અને ગયા વર્ષની જેમ, આ વખતે પણ મોકો લઇ લઉં એમની રચનાઓનો રસથાળ સતત એક અઠવાડિયા સુધી આપને પીરસવાનો.

ચાડી ખાશે સુગંધ ગઝલોની,
ક્યાંક અત્તરમાં હાથ નાખ્યો તેં
– મનોજ ખંડેરિયા

અને શરૂઆત કરીએ એમની આ ખૂબ જ જાણીતી ગઝલથી. આ ગઝલ આમ તો ટહુકો પર Dec 4, 2007 ના દિવસથી શ્યામલભાઇના અવાજમાં મૂકી છે – પણ આજે આ ગઝલ – કવિના પોતાના સ્વરમાં પઠન સાથે…!

ગઝલ પઠન : કવિ શ્રી મનોજ ખંડેરિયા

________________

Posted on December 4, 2007

મને ખૂબ જ ગમતી ગઝલ.. શબ્દરચનામાં મનોજ ખંડેરિયાએ, અને સ્વર આપવામાં શ્યામલભાઇએ ખરેખર કમાલ કરી છે..!!

સ્વર : શ્યામલ મુન્શી

સંગીત – શ્યામલ – સૌમિલ મુન્શી

kheen.jpg

.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

– મનોજ ખંડેરિયા

30 replies on “મનોજ પર્વ ૦૮ : હાથમાં કારોબાર રાખ્યો તેં”

 1. આંખમાં દઇ નિરાંતનું સપનું,
  દોડતો મારોમાર રાખ્યો તેં.

  ખુબ જ સાચી વાત . માણસ નિરાંતના જીવનની લ્હાયમાં ભવ આખું દોડે રાખે અને અંતે વિચારે તો જાણે કે જેના માટે આટલું દોડ્યા એ તો જો દોડ્યાં ન હોત તો હાથવગું જ હતું .. !!
  ખુબ સુંદર ગઝલ…

 2. આખી ગઝલ જ અદભુત છે…

 3. Vikram Bhatt says:

  એક સંપુર્ણ રચના.
  ધન્યવાદ આવી ક્રુતીનું રસપાન કરાવવા બદલ.

 4. Jignesh Patel says:

  JayShree,

  I have one suggestion!

  How about having one segment for introducing Gujarati Music personalities e.g. Music directors and singers. For example, I wanted to know more about Avinash Vyas and cound not find anything on net. I know that this would be very huge effort but one can start with few famous names.

  પાઘડી મા એક વધુ મોરપીચ્છ

  Thanks,

 5. ગુજરાત સમાચાર દ્વારા યોજાયેલ સમ્મેલનની સીડીમાં આ ગજલને શ્યામલભાઈના સ્વરે જ સાંભળી માણી છે. આપે સર્વે ગુજરાતી ચાહકો માટે અહીં મૂકી તે બદલ આપને અભિનંદન.

 6. લાં…બા અંતરાલ બાદ આ ગઝલ સાંભળી… ખૂબ સુંદર રીતે સ્વરાંકન થયું છે અને એવી જ મસ્તીથી ગવાઈ પણ છે. વચ્ચે મુકુલભાઈની જે કોમેંટ છે એ તો અદભુત છે!!!

 7. nikhil joshi says:

  ખરેખર અદભુત્ . ખુબ ગમ્યુ ગીતો સમ્ભલ્વા નુ અને કવિતા વાચવાનુ.

 8. mayank bhavsar says:

  I am totally flat on this gazal. Applicable to boss, wife ,girl friend and anybody who holds command over another. I also salutes Shyamal -Saumil for the way they sung it.

 9. […] હાથમાં કારોબાર રાખ્યો તેં, ને મને બારો… – મનોજ ખંડેરિયા […]

 10. Dilip Shah says:

  નાના ભાઈ ના મરણ બાદ થોડા જ સમય મા માત્તા ના મરણ વખતૅ વતન જતા આ જ કાવ્ય મુખ મા થી નીકળી પડ્યુ આ અસરદાર ગીત્.

 11. rajeshree trivedi says:

  શ્વાસની સાથ ઉચ્છવાસ દઈને મ્રુત્યુની હારોહાર રાખ્યો……
  એના કારોબારને સુપેરે સઁગીતબદ્ધ કર્યો, શબ્દો તો અતિ ચોટદાર.

 12. Rajani Doshi says:

  ખુબ જ સરસ .

 13. “મનોજની ‘હાથમાં કારોબાર રાખ્યો તેં’ ગઝલનો આનંદ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com પર પોસ્ટ કરેલ છે. વાંચવા વિનંતી.
  – – ગિરીશ પરીખ

 14. Naresh Shah says:

  હાથમાં કારોબાર રાખ્યો તેં – ખુબ જ સરસ ગઝ્લ

 15. Ullas Oza says:

  મનોજભાઈની રચનાઓ અદભૂત હોય છે.
  તેમને હાર્દિક શ્રદ્ધાંજલી.
  સ્વરાંકન પણ સુંદર.
  મનોજ પર્વ બદલ અભિનંદન.
  ઉલ્લાસ ઓઝા

 16. સોનામા સુગન્ધ્

 17. સરસ અને સુન્દર રચના.
  ખુબ જ ગમી.

 18. જયેન્દ્ર ઠાકર says:

  સુન્દર ગઝલ છે.સામ્ભળવાની ખુબ મઝા આવી.

 19. nilesh pabari says:

  ખરેખર સુન્દર રચના ….. બહુ ગમી

 20. સદગત કવિના જન્મદિનને મુદ્રિત અને ઉચ્ચરિત અક્ષરદેહ દ્વારા આ બીજા મનોજપર્વ નિમિત્તે કવિનું સ્મરણ સહુને પુલકિત કરે એવી ભાવના સાથે આ પર્વમાં હાજર છું.

  આ યાદગાર ગઝલને શ્યામલભાઇએ કમાલની ગાઈ છે. મનોજકાકાનો સ્વયંપાઠ સાંભળવા મળે એ એક લહાવો છે.

 21. સુંદર ગઝલ,સુંદર સ્વરાંકન અને ખુદ કવિશ્રી મનોજ ખંડેરિયાનું પઠન….
  બધુંજ સુંદર.
  -ગમ્યું.
  કવિશ્રીનું સુંદર સ્મરણ…

 22. Maheshchandra Naik says:

  સરસ ગઝલ, સરસ સ્વરાંકન, શ્રી મનોજ ખંડેરીયાને લાખ લાખ સલામ… ગાયક્શ્રીને અભિનદન, તમારો આભાર …..

 23. DILIP MEHTA says:

  જયશ્રેીબેન , બહુ મજા આવિ,એકજ શબ્દમા ખુબ ધન્યવાદ

 24. only one word we can say WAH GUJARATI…..hats of manojbhai…….shyamabhai and soumilbhai. ADDBHUT RACHNA , SWARANKAN AND GAYAKI.

 25. Nirlep Bhatt says:

  Gazal, I used to listen frequantly…..wonderful composition

 26. ઈસ્માઈલ વાલેરા નુ “રોઈ રોઈ કોને સઁભળાવુ..(ફિલ્મ-જેસલ-તોરલ)-ટહુકો પર મુકશો,તો ઘણા દર્શકો ને લાભ મળશે,મને બહુજ ગમે.

 27. umesh says:

  ખુબ સરસ રચના…..ગવાઇ…અદભુત…..

 28. umesh says:

  saras…rachna…saras…gayaki….adhubut….

 29. gita c kansara says:

  અદભુત ગઝલ્. સ્વર સ્વરાન્કન ઉત્તમ્.. મધુર સ્વરે સોનામા સુગન્ધ ભેલવેી દેીધેી.

 30. નવિન કાટવાળા, says:

  કોણ કહેશે કે ગુજરાતી ભાષા નુ ભવિષ્ચ ચિન્તાતુર છે ? આવો અને માણી જુઓ આવી સુન્દર રચનાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *