(ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી…)
સંગીત : શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ
આલ્બમ : હસ્તાક્ષર
વાદળી વરસીને ચાલી ગઈ.
ધરતીના હૈયા ધબકાવતી ગઈ,
વાદળી વરસીને ચાલી ગઈ.
કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;
મધુર મધુર ભીંજવતી ગઈ,
ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,
એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.
પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;
કણકણ પ્રગટાવતી ગઈ,
ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;
એ તો પળમાં અણજાણ બની ગઈ !
વાદળી વરસીને ચાલી ગઈ.
-રમણભાઈ પટેલ
તરત જ ગમી જાય એવું સાવ સરળભાષી અને મનભાવન ગીત… ઉપરથી કવિતા કૃષ્ણમૂર્તિનો કર્ણપ્રિય અવાજ સાચે જ એક વાદળી વરસાવી જતો હોય એમ નથી લાગતું…?!
અતિ સુન્દર રચના અને અવાજ તો એટલો સરસ છે કે વારંવાર સાભળ્યાં જ કરીએ.
કવિતા ક્રિશ્નમુર્તિ રુપે આપણને સુગમ સંગીત ક્ષેત્રે એક અદ્ભૂત કલાકાર મલ્યા છે.આભાર બેન આ સુંદર રચના માટે.
વાહ કવિતાજિ વાહ ગિત શબ્દો સગિત બહુ સરસ
સરસ ભિન્જાવાની તક મળી આભાર….
વાદળી વરસી અને ભીંજવી ગઈ.
વરસ વરસી વરસી ખરેખર વરસી
સન્ગિતમય…..
Thanks for posting such a wonderful and sweet song..particularly when rainy atmosphere has started. How pleasent and graceful voice can create melodious effects|good composition . thanks again.
Enjoyed everything. Wordings of Ramanbhai’s song, Kavita’s Sweet Voice and Shayamal- Saumils’s music. Well done song.
Nalin
સરસ કાવ્ય છે.