મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને

આ વર્ષના ‘મનોજ પર્વ’ના બીજે દિવસે સાંભળીએ કવિ શ્રી મનોજ ખંડેરિયાની આ મને ખૂબ જ ગમતી ગઝલ..! કવિના પોતાના અવાજમાં.. મનોજ ખંડેરિયાની ગઝલોમાં આવતા જૂનાગઢ, નરસિંહના સંદર્ભો આમ તો અજાણ્યા નથી – પણ આ ગઝલમાં જૂનાગઢ કે નરસિંહ મહેતાના નામ વગર આવતો સંદર્ભ વિષે કવિના પોતાના અવાજમાં જ સાંભળો.

ગઝલ પઠન : મનોજ ખંડેરિયા

.

*****

અને સાથે બે અલગ સ્વરાંકનો અને સ્વરોમાં માણીએ આ ગઝલ ..!

સ્વર અને સ્વરાંકન : રાસબિહારી દેસાઇ
(થોડું જૂનું રેકોર્ડિંગ હોવાથી અવાજ થોડો ધીમો છે… ચલાવી લેશો ને? 🙂 )

.

સ્વર અને સ્વરાંકન : સોલી કાપડિયા

.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

– મનોજ ખંડેરિયા

17 replies on “મનોજ પર્વ ૦૯ : પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને”

  1. બહુ મસ્ત ગઝલ . . . માણવા અને જાણવા જેવી ગઝલ . .

  2. બહુજ સરસ …ધન્યવાદ . આ ગઝલ ખુદ મનોજ ભાઈ ના સ્વર મા…વાહ્..!એક અલગ જ અનુભવ !

  3. jayshriben,thank you very much for publishings the gazal of Manoj Khanderia all the gazals I have heard many times

  4. છેતરે રસ્તા કે ભોમિયા ?
    એક પગ બીજા ને છળે એમ પણ બને

    વાહ..વાહ…..અદભૂત

  5. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
    મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને…..

    છે આશામા મધુર સુખ તે ત્રુપ્તિમા કેમના?
    રે તોયે સહુ મનુજ ધરતા ત્રુપ્તિની કેમ આશા?

  6. હંમેશા સુંદર ગીતો આપો છો – ઍવુ જ બને છે !
    ઉલ્લાસ ઓઝા

  7. જ્યાં પહોચવાની ઝખના વરસોથી હોય ત્યાં
    મન પહોચતા જ પાછુ વળે એમ પણ બને
    આ શેર ઘણુ બધુ કહી જાય છે…..
    આપનો આભાર્……

  8. આ ગઝલ સાભળવા ની વરસો પહેલાની અપેક્ષા પુરી થઈ. આભાર જયશ્રિ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *