શું બોલીએ? – રમેશ પારેખ

કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! સાંભળીએ એમની એક ગઝલ – એમના જ સ્વરમાં.

અને હા.. રમેશ પારેખ વિશે થોડું વધારે જાણવા, એમના સ્વરમાં બીજી થોડી કવિતાઓ માણવા.. એમની વેબસાઇટ – છ અક્ષરનું નામ – જોવાનું ચૂકશો નહી.

This text will be replaced

શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

લોહીમાં પણ એક બે અંગત ખૂણાઓ છે રમેશ !
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?

– રમેશ પારેખ

14 replies on “શું બોલીએ? – રમેશ પારેખ”

 1. Vijay Bhatt( Los Angeles) says:

  બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
  આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

  These lines are just fantastic!!!

 2. P Shah says:

  શબ્દની બેડી પડી છે જીભમાં….
  રપાની એક સુંદર રચના !

 3. Viren Patel says:

  Speechless [ Shun Boliye !]
  રમેશ પારેખ [” CHH AKSHAR NU NAAM” ] ne aaje – 27 Nov. – Tahukav va badal Jayshreeben no aabhar.

 4. Praful Thar says:

  કવિ શ્રી રમેશ પારેખને એમના જન્મદિવસ… ૨૭મી નવેમ્બરે .. આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!! ગઝલ સાંભળતાં જ લાગે કે જાણે તસ્વીરમાંથી જ બોલી રહયા છે.
  પ્રફુલ ઠાર
  મનોરમા અરવિંદ ઠાર

 5. sonal parikh says:

  અદભુત.

 6. હાથ લંબાવ્યો હતો ઘડિયાળ સામે મેં “રમેશ”
  પણ સમયને કોઇ સાથે દોસ્તી હોતી નથી

  સૌના પ્યારા.. સૌથી ન્યારા ર.પા. ને સાદર અંજલી

 7. Kamlesh says:

  શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
  ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?

  આ આ. .હા.હા..હા..હા અદભુત

 8. સુંદર ગઝલ… ત્રણેય શેર આસ્વાદ્ય થયા છે…

 9. dipti says:

  શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ?
  ને તમે સમજી શકો નહી મૌનમાં શું બોલીએ?
  સુંદર ગઝલ ..માણવા લાયક…….

  Thanx to Tahuko & Jayshree.

 10. Bhadresh Joshi says:

  Please explain last 2 lines.

  Thanks:

 11. Nilesh says:

  બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
  આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

 12. jashwant jani says:

  બોલવુતો ચ્હે ગનુ શુ બોલિએ ?

  રમેશને વિશે અમે શુ બોલિએ?

  જશવન્ત્

 13. તસવીર મા ઊભા રહીને પણ તમે બોલી શકો છો રમેશભાઈ. ખુબ સુંદર ગઝલ. જન્મદિન ને અનુરૂપ.
  બહાર ઊભા હોત તો તસવીરની ચર્ચા કરત,
  આ અમે ઊભા છીએ તસવીરમાં શુ બોલીએ!

 14. surbhi parmar says:

  a very nice poem…. i like all of the poems…. really great…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *