દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’

દરિયા સાથે દોસ્તીવાળું એક મઝાનું ગીત… મારા જેવા ઘણાને થશે કે – અરે! આ તો આપણી જ વાત….!

(દરિયા સાથે દોસ્તી… Stinson beach, CA – April 09)

* * * * *

અમે જોયું છે સાવ સગી આંખે
દરિયાનો ઓટોગ્રાફ આપવાને આવે છે મોજાઓ રોજ રોજ કાંઠે
અમે જોયું છે સાવ સગી આંખે

એને જોવાને જઈએ ભઈ સાંજકના રોજ અમે દરિયાના પહેલેથી ફેન
રેતીને સ્પર્શી એ તો ફૂટે છે ગીત અને અંગુલી થઈ જાયે પેન
છીપલાના ઓરડાથી શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે
અમે જોયું છે સાવ સગી આંખે

દરિયાને જેમ અમે મળવા જઈએને એમ દરિયો પણ આવે છે મળવા
સોરી હો ‘પ્રેમ ‘ જરા બીઝી હતોને… મને દેખીને લાગે કરગરવા
મૂકીને મન પછી ભેટવાને આવે ને બોજ બધો ઊતારી નાખે
અમે જોયું છે સાવ સગી આંખે

– જિગર જોષી ‘પ્રેમ’

13 replies on “દરિયાનો ઓટોગ્રાફ – જિગર જોષી ‘પ્રેમ’”

  1. દરીયાના માજાં હર રોજ આવે છે,
    ઑટોગ્રાફ આપવા.
    ને ઑટ લઈ જાયે છે ઑટોગ્રાફ પાછો,
    નવા ઑટોગ્રાફા માટે જગ્યા કરવા.
    માનવી મ્રત્યુ પામે છે ,
    નવજીવનને આવકારવા.
    સન્ત કહે આજ જીવન-મરણની,
    ફલસૃતિ છે.

  2. ખુબ સરસ અને મઝાની કલ્પના.જોયુ તો બધાએ પણ અનુભવ્યુ અને કાગળ પર ઉતારવા માટે અભિનણ્દન્

  3. Joyu chhe ane anubhavyu chhe saav saggi aankhe !
    Dariyo aape tene ‘autograph’ ne badle – ‘Hydrograph’kahiye to kem !

  4. …શબ્દોના મોતિડાં ઝીણું ઝીણું રે સહેજ ઝાંખે !

    સુંદર ગીત !

  5. જિગરભાઈ,
    ખૂબ જ સુંદર ક્લ્પ્ના. તમારા શબ્દોમાં દરિયા જેટલી જ ગહનતા છે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  6. ફાંકડું ,સાવ હળવું ફુલ,સરળતાથી છલક્તું અને દરીયાની ભીની રેતીનો અનુભવ કરાવતું ગીત.મઝા આવી.જિગર જોષીનો કાવ્ય”પ્રેમ” અનોખો ભાસ્યો.અભિનંદન! !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *