હું અને તું -તુષાર શુક્લ

જેમનાં લગ્નનાં શુભ પ્રસંગે અમે લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કૉમ અને ટહુકો.કૉમ પર ધાંધલ-ધમાલ કરી હતી, એ અમારા વ્હાલા મિત્રો ધવલ અને મોનલને આપણા સૌનાં તરફથી સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ… આજનું આ ગીત ખાસ એ નવદંપતિને અર્પણ.  લયસ્તરો પર grand finale રૂપે લગ્નની સજીવ ઝલક જોવાનું ચૂકશો નહીં…!

સ્વર : ભુપિન્દર અને મિતાલી સિંગ

સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

.

હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.

આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.
આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું

રંગ ને પીછી તણો સંવાદમાં પણ બેઉ સજની;
સુર ગુંથ્યા શબ્દનો અનુવાદમાં પણ બેઉ સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરીયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું

– તુષાર શુક્લ


(આભાર મિતિક્ષા.કોમ)

16 replies on “હું અને તું -તુષાર શુક્લ”

 1. Pranav says:

  Hearty Congratulations!

 2. Pinki says:

  ધવલ અને મોનલને સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ… !!

 3. utsav says:

  ખુબ ખુબ શુભેચ્છા

  નવદંપતિને સુખી અને પ્રસન્ન દાંમપત્યજીવન માટે મબલખ શુભેચ્છાઓ…. !

  સરસ મજા આવિ લગ્નગીતો અને ફટાણાં-સ્પેશ્યલ માણવાનિ આપનિ જોડૅ.

  આપ સહુ નો ઉતસવ રાવલ મારિ ખુશિ તો કય રિતે કહુ પણ મજા આવિ…………

  આભાર……………………આપ સહુ આનદ મા રહો બસ બહુ તો લખતા નય આવડતુ મને………
  આપ સહુ નો ઉતસવ રાવલ……………….

 4. utsav says:

  આભાર Jayshree દિદિ બહુ મજા કરિ એક વિક આભાર………અને

  આપના ને અમારા પણ ણ્વ્હાલા મિત્રો ધવલ અને મોનલબેન ને લગ્ન નિ

  શુભેચ્છાઓ…. !utsav raval……….

 5. ankit says:

  theres a little mistake in lyric
  as far as i knw it goes like this

  રંગ ને પિછિ તણો સંવાદ આપણ બેઉ સજની
  સુર ગુંથ્યા શબ્દનો અનુવાદ આપણ બેઉ સજની

  thnks ankit

 6. BB says:

  કેટલી સુન્દર રચના એકે ઍક શબ્દ દિલમા વસી જાય છે.ભુપિન્દર અને મિતાલિ ના કઠે સામ્ભળવુ ગમ્યુ Thank you Jaishreeben

 7. ધવલભાઈ અને મોનલબેનને સહજીવનના મંગલ પ્રારંભે અંતરથી શુભકામનાઓ.

 8. ખૂબ સુંદર!

 9. kapilprasad says:

  ટન્દુરસ્ત કુતુમ્બ્ આઆભર્

 10. M.D.Gandhi, U.S.A. says:

  લગ્નગીતો સાંભળીને લગ્નમાં હાજરી પુરાવી હોય તેવો અનુભવ.

  ધવલભાઈ અને મોનલબેનને તેમના લગ્નપ્રસંગે હાર્દિક વધાઈ અને તેમનું દાંપત્યજીવન હંમેશા સુખી અને પ્રસન્ન રહે તેવી ખુબ ખુબ શુભેચ્છાઓ અને સાથે સાથે અષ્ટ પુત્રા ભવ તેવો આશીર્વાદ.

 11. ચાંદ સૂરજ. says:

  ધવલભાઈ અને મોનલબેનના સહજીવનના શુભારંભે અંતરના ઊંડાણેથી શુભકામનાઓ.

 12. Maheshchandra Naik says:

  શ્રીધવલભાઈને અને શ્રી મોનલબેનને દામ્પત્યજીવનના પ્રારંભે શુભકામનાઓ….સરસ લગ્નગીતોને માણવાનો અવસર પ્રાપ્ત થયો, શ્રી ઉર્મિબેન, શ્રી પિન્કિબેન શ્રી જયશ્રીબેન, ડો.વિવેક્ભાઈ, ટહુકો, ને ઉર્મિસાગર, લયસ્તરો, સૌનો આભાર……

 13. kirit bhatt says:

  nav parinit dampati have hun ane tu matine aapne bani rahe tevi shubhechchha.
  khub j sunder geet, sunder sangeet samyojan ane gayan. maja aavi gai. thanks for posting.

 14. ધવલ says:

  સર્વેનો તહેદિલથી આભાર. દુનિયામાં બધુ મળે છે પણ આટલો બધો પ્રેમ તો શહેનશાહોને પણ નસીબ થતો નથી. આજે અમને બંનેને એવું લાગે છે અમે ખરા અર્થમાં ‘ન્યાલ’ થઈ ગયા !

  મોનલ – ધવલ

 15. ડો.મહેશ મંગળદાસ શાહ says:

  જીન્દગી મને લાગે પ્રીતી તણો પ્રસાદ….કુબજ સુંદર સ્વરરચના …અભિનંદન..!!!!

 16. Narendra Tanna says:

  શ્રિ તુષર શુક્લનિ કવિતા એ શ્રેી રજેન્દ્ર શહ યદ દેવદવ્ય

  તને જોઇ જોઇ તોય તુ અજાનિ. બિજ ને ઝ્રુરુખલે જુકિતિ પુર્નિમા જજેરો ઘુમતો તાણિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *