તઝમીન – કાબિલ ડેડાણવી

આજે કંઇક નવું. ‘મરીઝ’ સાહેબની એક ગઝલના શેર પર લખાયેલી ‘કાબિલ ડેડાણવી’ની તઝમીન :

પણ પહેલા ડો. રશીદ મીરના શબ્દો, તઝમીન વિષે.
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
ડો. રશીદ મીર ( આભાર : સહિયારું સર્જન )

(તઝમીન વિષે વધુ જાણવુ હોય તો અહીં ક્લિક કરો. )

————————

સમજદારીની ચોકી હોય છે દિલના ઇરાદા પર,
ને મનની ચોતરફ સંયમ ઊભો છે જાણે પહેરા પર,
પ્રણયસંકેત ચોરીથી મળે આંખોના પરદા પર,
બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

11 replies on “તઝમીન – કાબિલ ડેડાણવી”

  1. ખરેખર…કેટલી સાચી વાત છે આ મરીઝ સાહેબન સદાબહાર શેરમા.

    બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

    Varsha Paras Shah
    Samakhiyali Kutch – Gujrat

  2. સમજદારીની ચોકી હોય છે દિલના ઇરાદા પર,
    ને મનની ચોતરફ સંયમ ઊભો છે જાણે પહેરા પર,
    પ્રણયસંકેત ચોરીથી મળે આંખોના પરદા પર,

    બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

    Jagshi Gada – Shah
    Vile Parle – Mumbai

  3. કેવી સરળતાથી આ શેરમા સમજ આપેલ છે…

    Ankit Jagshi Gada – Shah
    Vile Parle – Mumbai

  4. સમજદારીની ચોકી હોય છે દિલના ઇરાદા પર,
    ને મનની ચોતરફ સંયમ ઊભો છે જાણે પહેરા પર,
    પ્રણયસંકેત ચોરીથી મળે આંખોના પરદા પર,
    બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

    કેવી સરળતાથી આ શેરમા સમજ આપેલ છે…

    Jagshi Gada – Shah
    Vile Parle – Mumbai

  5. તઝમીન વિષે આજે જ જાણ્યુ અને તેને માણ્યુ પણ ખરુ!
    મરીઝનો શેર તો લાજવાબ છે જ સાથે રચાયેલ તઝમીન પણ બેમિસાલ છે…

    બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

  6. પ્રથમવાર જ્યારે આ શેર વાચ્યો કોલેજના દિવસોમા ત્યારે એનો મર્મ નહતો સમજાયો (કદાચ કોલેજના દિવસોની જ અસર હશે). હવે આજે વરસો પછી આ શેર પણ સમજાય છે અને એનો મર્મ પણ.

    ખરેખર…કેટલી સાચી વાત છે આ મરીઝ સાહેબન સદાબહાર શેરમા.

    બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

  7. આજે તો તમારી પાસેથી ઘણુ નવુ જાણવા મળ્યુ – સુન્દર રચના અને સુન્દર introduction

  8. તઝમીનનો શાબ્દિક અર્થ છે: “તે જમીન પર કામ કરવું”. કવિ મુસાફિર પાલનપુરીએ તો “આગવી ઊર્મિઓ” નામે આખો તઝમીન સંગ્રહ પણ પ્રકાશિત કર્યો છે.

  9. બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
    મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ

    કેવુ સરસ કહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *