કવિ શ્રી નર્મદને એમના જન્મદિવસે આપણા બધા તરફથી હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી.
સ્વર : દ્રવિતા ચોક્સી
સંગીત : મેહુલ સુરતી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
નવ કરશો કોઇ શોક – રસિકડાં, નવ કરશો કોઇ શોક – ટેક.
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી – રસિકડાં.
પ્રેમી અંશને રુદન આવશે, શઠ હરખાશે મનથી – રસિકડાં.
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી – રસિકડાં
એક પીડમાં બીજી ચ્હીડથી, જળશે જીવ અગનથી – રસિકડાં.
હતો દુખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી – રસિકડાં.
મુઓ હું ત્હમે પણ વળી મરશો, મુક્ત થશો જગતમાંથી – રસિકડાં.
હરિકૃપાથી મમ લેખ ચિત્રથી, જીવતો છઉં હું દમથી – રસિકડાં.
વીર સત્યને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી – રસિકડાં
જુદાઇ દુઃખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી – રસિકડાં
મરણ પ્રેમીને ખચિત મોડું છે દુઃખ વધે જ રુદનથી – રસિકડાં
જગતનીમ છે જનમ મરણનો, દ્રઢ રહેજો હિંમતથી – રસિકડાં
મ્હને વિસારી રામ સમરજો, સુખી થશો તે લતથી – રસિકડાં
- કવિ નર્મદ
————
કવિ નર્મદની અન્ય રચનાઓ ટહુકો પર :
જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ
યા હોમ કરીને પડો – નર્મદ

Email
I learned this poem in school life.. and from that time…i love this poem very much..
Happy Birthday Kaviji *( Amliran surat na rahevashi…eva..Mara Gharni Najik Raheta Kaviji ne Naman )
વીર કવિ નર્મદને યાદ કરવા બદલ આભાર…
જેવી સુંદર રચના એવું જ અદભુત ખમીરવંતુ સ્વરાંકન અને ગાયકી…
કવિ નર્મદના જન્મદિવસ નિમિત્તે તેમની આ બહુ પ્રખ્યાત કવિતાનો લહાવો આપવા બદલ અભાર.
વીર કવિ નર્મદને શ્રધ્ધાન્જલી અને સલામ…..
આ અવ્સાન સન્દેશ સામ્ભલિ મન ભરિ આવ્યુ. મારા સ્વ. નાના- નાનિ નુ ઘર કવિ નર્મદ નિ નજિક હતુ. અવસાન સન્દેશ પેહ્લિ વાર સામ ભલિ બહુ જ યાદ આવ્ય એ લોકો.ખુબ જ રડઇ આજે હુ. આપ્નો બહુ આભાર. બાળપન ના એ દિવસો ક્યારે પાછા નહિ આવે પન એ લોકો ને યાદ કરિએ તો મન ને સારુ લાગે છે.
ઓ પખિડા સુખ થિ ચણજો…ગીત્ડ કાઈ ગવા.
આ કવિતા નો રાગ સરખો.
આ વાચિ ને સરસ બિજિ કવિત નિ યાદ અપવ વા માતે ધન્યવાદ
જીંદગીનું કડવું અને કલ્યાણકારી સત્ય એટલે મૃત્યુનો સંદેશ સાંભળ્યો. કવિ નર્મદની આ રચનામાં સંસારના બહોળા અનુભવની મહેંક પણ આવે છે. ઉષા
નર્મદ તો આપણૉ પ્રાણ, નર્મદ આપણી શાન, નર્મદ જ ગુજરાતિનુ લક્ષ્ય અને નર્મદ જ ગુજરાતીનો પક્ષ
તમે નર્મદને યાદ કર્યા માટે આભાર
અત્યન્ત સુન્દેર કાવ્ય છે. પન સમ્ભલવા ના મલ્યુ. ફરિ થિે એમ પી ૩ મુકો તો ઘનો આભર.
ગીત ની ફાઈલ મીસીંગ છે.