જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

આજે ૩૧ ઓક્ટોબર, આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસ.. તો આજે ગુજરાતના પનોતા પુત્રને વ્હાલા એવા ગુજરાતના ગુણગાન ગાતું એક. ગુજરાતને ગુજરાત બનાવવામાં સરદારનો કેટલો મોટો ફાળો છે એ તો આપણે જાણીએ જ છીએ. આજે ફરી એમને હ્રદયપૂર્વક વંદન..!

(પહેલા ફક્ત એ ગીતની લિંક હતી ટહુકો પર, હવે એ ગીત ટહુકો પર જ ગુંજશે, એ પણ બે અલગ અલગ સ્વર સંગીત સાથે)

સ્વર: ??

.

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

————————-

(Posted on : August 24, 2006)

(આજે કવિશ્રી નર્મદ નો જન્મદિન. એટલે એમનું આ ગીત તો યાદ કરવું જ રહ્યું. )

O Gujarat, My Gujarat !
O Gujarat, My Gujarat ;Victorious, Valiant Gujarat!
Let’s celebrate a new dawn; O Gujarat, My Gujarat!

Thy brilliant orange flag
Will sing of valour and affection ;
Teach thy children, O Mother –
songs of Love and devotion.
Thy hallowed head held high, Thy flag flutters in the sky,
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

The Narmada and the Tapi
Rivers we have like the Mahi ;
What valiant soldiers, Mother; What beautiful seashores !
From high mountain tops, shower blessings our ancestors.
Like brothers, Hindus and Muslims
All live in harmony.
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

The past glories of history,
The golden rule of King Siddharaj –
Will be surpassed in future, O Mother,
Happy times ahead; the black night is over.
Thy children dance with Narmada.
O Gujarat, My Gujarat ; Victorious, Valiant Gujarat

————————————

English translation by Dr Rajendrasinh Jadeja

27 replies on “જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ”

 1. kaushik says:

  very good song

 2. mehul says:

  u can download this song from this url-
  right click and save target as

  http://www.mehulsurti.com/my20%songs

  this song is originally composed by respected ajit sheth
  we made a REMAKE only- becose original recording [we have] is not in good audible condition- so we made a copy of the JAY JAY GARVI GUJ..

  mehul n team

 3. vilash says:

  મને પન આ ગેીત જોઇ એ

 4. punit chauhan says:

  તમને આ ગિત કેવિ રિતે ક્યા ઈમેલ એડસ પર મોક્લુ

 5. રેખા સિંધલ says:

  મારૂં બહુ પ્રીય ગીત. આભાર જયશ્રીબેન.

 6. Sanjay says:

  Dhulki tari maya lagi nu title song joiye che mare…

  Thnx

 7. mukesh parikh says:

  બહુ વર્ષો પછી આ ગીત સાંભળવા મળ્યુ..
  જયશ્રીબેન, આભાર…. અને સાલ મુબારક……

  ‘મુકેશ’

 8. pragnaju says:

  આપણા વ્હાલા સરદાર પટેલનો જન્મદિવસના પ્રસંગની મધુરી અંજલી—સાથે આજે ઈન્દિરા ગાંધીની પૂણ્ય તીથિ અને ચોકલેટીયા હેપી હેલોવીન

 9. DHARMENDRA says:

  JAISHRIKRISHNA.

  I HAVE NO WORDS TO EXPRESS MY FEELINGS AND TO SAY THANK U FOR STARTING THIS SITE AND DOING THE GREAT SERVICE TO GUJARATI COMMUNITY STAYING IN INDIA AND ABROAD AND PARTICULARLY FOR THOSE WHO R STAYING OUT OF INDIA.THIS SITE ALWAYS KEEP THEM IN TOUCH WITH GUJARATI CULTURE AND MAKE THEM ABLE TO TEACH GUJARATI CULTURE TO THEIR CHILDREN .

  I WOULD LIKE TO HAVE THE SONGS OF GUJARATI PICTURE SATYAVAN SAVITRI AND ALSO

  THE VARIOUS SONGS APPEARING IN THE CASSETS MADE BY BHAVANS-BOMBAY SUNGS BY GREAT GUJARATI SINGERS NIRUPAMA AND FALGUNI SHETH .

  ONCE AGAIN I EXPRESS MY THANS TO ALL THE PEOPLE LINKED WITH THIS SITE.PLEASE KEEP IT UP

 10. PALLAV says:

  આ રચના પુરુશોત્તમભાઈ ના સ્વરાકન મા પણ મળે તો જલસો પડી જાય

 11. Jadeja Chandrasinh says:

  jay jay garvigujrat a heart of all gujarati,i proud of you chandrasinh jadeja

 12. Atul Valand says:

  I proud to be gujrati

 13. lata.kulkarni says:

  I lovy gujarat,gujaraties and it’s culture!!!!!

 14. sandip says:

  i proud of gujrat

 15. dheeraj says:

  i like to this web

 16. manthan sinroja says:

  jay jay garvi gujrat

 17. Dr. Swami Gaurangsharandevacharya says:

  સુણ ગરવી ગુજરાત, આપી દઊ સો જન્મ, એવડુ મા તુજ લેણુ

 18. rahul m ranade says:

  upar vala compositon ma dipe arun prabhat gayu chhe e khotu chhe.. chhand khoto gayo etle aavu adjustment karvu padyu.. taal ni sam ‘pe’ par aave.. ‘di’ par nai.. niche vala bija composition ma aa bhul nathi..

 19. amirali khimani says:

  શ્રિ નર્મદ અને ગુજરાત બધા ગુજરાતિ જ્યા પણ વસ્તા હોય તો પણ ભુલિ સકે નહિ અને એ થિજ ગુજરતિ ઓ નુ ગોરવ છે.જયજય ગર્વિ ગુજરાત.

 20. Bharat says:

  Great song. WRONG AND MISLEADING translation. It talks about unity of all people regardless of caste and creed.

 21. madhu parikh says:

  I know this may be inappropriate but I am going to request anyhow.
  can somebody add at end of this beautiful song about our present hero,honarable narendra modi please

 22. anand says:

  can you mail me this song pls…..

 23. faltu says:

  બહુ સરસ.

 24. mili says:

  i want essay on garvi gujarat , can any one help me.????????

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *